________________
૧૦૯૨]
દર્શન અને ચિંતન મનુષ્યને પ્રાપ્ત છે. જેમાં શારીરિક તેમજ માનસિક જીવન પણ ન વેડફાય, એ કલા સિદ્ધ કરવાની રહે છે. માનસિક જીવન વેડફાતાં શારીરિક જીવન વેડફાય જ છે અને માનસિક જીવનને વેડક્યા વિના–એને સુરક્ષિત રાખીને—શારીરિક જીવન વેડફી પણ ન શકે. તેથી બંને જીવનને સુસંવાદ સાધવાની કલા એ જ જીવનકલા છે. દરેક સંત કે સાધક એ જ કલા ખીલવી હોય છે. પછી એ પ્રશ્ન બહુ મહત્ત્વ નથી ધરાવતે કે જીવનના મૂળમાં શું છે અને તે ક્યાં જઈ થંભે છે અથવા તેને અંતે શું છે ? આ પ્રશ્ન અનાદિવ અને અનંતત્વને હેઈ જ્ઞાનમર્યાદાની બહારને પણ હોઈ શકે, પણ જીવનકલાને પ્રશ્ન મધ્યકાલનો છે, તેથી તે એક રીતે સાદિ-સાન્ત છે. પણ એના સાદિ સાંતપણાનો ઠીકઠીક સમાધાનકારી ઉકેલ મળે તે પેલા અનાદિ-અનંત પ્રશ્નને પણ ઉકેલ ક્યારેક આવી જ જાય. આ લેખનું ઉત્થાન વિનોદી રીતે થયું છે, પણ તે ઉત્તરોત્તર અનુભવમૂલક હેવાથી લેખ અંતે ગંભીરતામાં જ સરતા જાય છે અને છેવટે બુદ્ધિ અને હૃદયને સ્પર્શે છે.
૩. સંસારમાં રસ ” “સંસારમાં રસ છે તે અનિવાર્ય છે. એને વિશુદ્ધ અને વિકસિત કરવો એટલું જ આપણાથી શકાય છે. એને ઉચ્છેદ શક્ય નથી. જે આ સાચું હોય છે જે સામાન્ય રીતે સંસાર ગણાય છે. તે ઉપરાંત વ્યાપક સંસાર વિશેની દષ્ટિ જીવનકલા દરમ્યાન જ કેળવવી જોઈએ. એ કેળવણીથી અનેક
જીવનવ્યાપી અને દેશકાલની વિસ્તૃત મર્યાદાવાળી જીવનદષ્ટિ ઘડાવાની. એમ થતાં માત્ર વર્તમાન અંગત જીવનમાં જે રાગ કે રસ છે તે ફેલાઈ વધારે સૂક્ષ્મ અને વ્યાપક થવાનો. એની સઘનતા ઘટતાં જ એનું બંધક તત્ત્વ એસરવાનું. એ રીતે એનો રસ સહજ રીતે જ પિપાવા અને વધવાની અને છતાં એ સંકીર્ણ અર્થમાં રસ ઉપરથી વૈરાગ્ય પણ સધાવાનો. સારાંશ કે “સ્વ”માં વધારે “પર” સમાતાં તે “સ્વ” વિસ્તૃત બનવાને અને સ્વ-પરનું અંતર નહિ રહેવાનું. એ જ સંસારમાં રસની વૃદ્ધિ અને શુદ્ધિ છે. ૪, જીવનમાં મૃત્યુનું સ્થાન
જેમ “સંસારમાં રસ એ લેખમાં વૈયક્તિક જીવનમાં પૂરી થતી સંકીર્ણ દષ્ટિને વિસ્તારવાની અને વિશાળ તેમ જ વિશાળતર જીવનને સ્પર્શવાની સૂચના છે, કે જે સૂચના એક તરફથી વૈરાગ્યનો ખુલાસો કરે છે અને બીજી તરફથી સંસારના રસને પુષ્ટિ આપે છે, તે જ રીતે “જીવનમાં મૃત્યુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org