________________
અનુશીલન
[ ૧૦૯૧ દુઃખરૂપ નથી લેખ. આ વિવેકી પણ આગમાં શૈત્યને કે બરફમાં આગ અનુભવ નથી કરતે. તેની ઈનિ અન્યની પેઠે છે તે રૂપે જ વસ્તુને અનુભવે છે. પણ એમ બને કે એક અવિવેકી આગ, ઝેર કે શૂળીથી પ્રતિકૂલ વેદના થતાં જ જીવનમોહને લીધે હાયહાય પિકારી ઊઠે. જ્યારે વિવેકી એ પ્રતિકૂળ વેદના અનુભવવા છતાં મન ઉપર એટલો કાબૂ રાખે કે તેથી તેની પ્રસન્નતામાં ફેર ન પડે. સોક્રેટિસને ઝેર તે કડવું જ લાગેલું, એને કેફ પણ ચડે, પણ કઈ ઉચ્ચ સિદ્ધાન્ત અને આદર્શના પાલનની ખુમારીમાં તેને એ દુઃખ સહ્ય બનેલું. એ જ વાત ક્રાઈસ્ટ અને બીજાને લાગુ પડે છે. સુખદુઃખ એ માનસિક સંવેદન છે. મનને જેવું ઘડયું હોય તે પ્રમાણે છેવટની અસર થાય. એટલે જગતની સુખ કે દુઃખરૂપતા માનસિક ઘડતર પર અવલંબિત છે. જગત પોતે નથી સુખરૂપ કે દુઃખરૂપ. એ તે અવ્યક્ત અને અવક્તવ્ય જેવું છે. જીવનની ધારામાં અનેક સ્થૂળ-સૂક્ષ્મ તત્તને સમાવેશ છે. તેમાંથી કોઈ એક અંશને પૂર્ણ જીવન માની પૂરા જીવનની વ્યાખ્યા કરી ન શકાય. વળી, વ્યાખ્યા પણ અધિકારી પ્રમાણે જ થાય છે.
આ લેખ જેટલે સુસ્પષ્ટ છે એટલે જ સુપઠ અને મનિવારક હોઈ પ્રથમથી અંત સુધીના તત્ત્વજિજ્ઞાસુને માટે ઉપયોગી છે. તે સ્કૂતિ આપે છે ને નિરાશા નિવારી પુરુષાર્થ પ્રેરે છે. ૨. જીવનને અર્થ
જીવનનો અંતિમ ઉદ્દેશ શું છે? તેને ઉત્તર કલ્પનાઓથી અનેક રીતે અપાય છે. એને અનુભવ હેત તે મતભેદ ન હતી. તેથી જીવનને અર્થ શો છે એ જાણવા કરતાં જીવન શું છે અને તે કઈ રીતે જીવી શકાય –બીજાની સુખ-સગવડને ખલેલ ન પહોંચે એમ કેવી રીતે જીવી શકાય—એ જ જાણવું હિતાવહ છે; તે શક્ય પણ છે. જે વસ્તુને લેખક સંયમ અને વિવેક કહે છે તેને એક શબ્દમાં વર્ણવવી હોય તે જીવનકલા શબ્દથી વર્ણવી શકાય. જીવનકલાનો અર્થ સ્થળ નથી, પણ બહુ સૂક્ષ્મ અને વ્યાપક છે. જેમ જીવનકલામાં પિતાના જીવનની સલામતી તેમ અન્યના જીવનની પણ સલામતી સમાય છે. એમાં નથી ભયને કે કાર્પષ્યને સ્થાન; એમાં તેજસ્વી પુરુષાર્થ અને કરુણાવૃત્તિ આવે છે. એટલે સંક્ષેપમાં કઈ રીતે જીવન જીવવું એ ઠીકઠીક જાણ્યું હોય તે જીવનને અંતિમ હેતુ (જે તે હશે તે) આપ આપ જણાઈ જશે. જીવન સાથે જ જિજ્ઞાસા, કલ્પના, સર્જકતા, સંકલ્પશક્તિ અને શ્રદ્ધાળુ આશા એ પાંચે સિદ્ધિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org