________________
અનુશીલન
[ ૧૦૯૩ સ્થાન” આ લેખ પણ વિશાળ જીવનની દષ્ટિએ મૃત્યુની ઉપકારકતા, આવશ્યકતા અને અનિવાર્યતા વર્ણવે છે. એ દેખીતું નિરાશા અને શેકજનક મરણ પણ વસ્તુતઃ તેવું નથી; ઊલટું, તે વિશાળ જીવનને વિકસવાને તેમ જ વ્યવસ્થિત ચાલવાનો રસ્તે મોકળે કરે છે. આ વસ્તુ બિલકુલ સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારતાં અનુભવસિદ્ધ જ લાગે છે. ખરી રીતે “સંસારમાં રસ” અને “જીવનમાં મૃત્યુનું સ્થાન” એ બન્ને મુદ્દાઓ પાછળ એક જ દષ્ટિ રહેલી છે, અને તે એ કે વૈયક્તિક તેમ જ સંકુચિત જીવન પૂરતી પિષાયેલી અને પિષાતી દષ્ટિને વિસ્તારવી અને અન્ય જીવન સાથે તેને અભેદ અથવા સુમેળ સાધવો. ધર્મદષ્ટિ કે તત્ત્વદૃષ્ટિ આવા વિશાળ જીવનના અર્થમાંથી જ સ્કુરે છે. વિશાળ જીવનને અર્થ અને તેને વૈયક્તિક જીવન સાથે મેળ અથવા તે સમષ્ટિજીવનથી વ્યષ્ટિજીવનની અભિવ્યતા અને અભેદમૂલક પરિણામો ન સમજાય ત્યાં લગી સંસારમાં સદા વૈરાગ્યપૂત રસ અને મૃત્યુ-નિર્ભયતા આવે નહિ. વૈરાગ્ય એટલે વૈયક્તિક તૃષ્ણને વિલય કરી સર્વ સુખ માટે તેમ જ વિશાળ જીવનના વિકાસ માટે રસ કેળવે અર્થાત તૃષ્ણનું વ્યાપક અને શુદ્ધ ઊથ્વી. કરણ કરવું. એ જ રીતે મૃત્યુ નિર્ભયતા એટલે વિશાળ જીવનને ઉપકારક થવાની અગર તેની સાથે સુમેળ સાધવાની હેશ અને તમન્ના. જેમ એ બ્રહ્મચારી સ્વપ્રવૃત્તિમાં સંતુષ્ટ હોય અને પછી તે બુદ્ધિપૂર્વક ગાર્વચ્છ સ્વીકારે ત્યારે બ્રહ્મચર્યાશ્રમ પૂરતું તેનું મરણ પણ વસ્તુતઃ માહેશ્ય-જીવનનું ઉપકારક હેઈ અનેકનાં જીવન સાથે સુમેળ સાધે છે અને તેથી તે બ્રઢચર્યાશ્રમને પરિત્યાગ, દુઃખદ નથી લેખાતે, ઊલટું વધાવી લેવાય છે, તેમ જ મૃત્યુનું છે. બીજી રીતે કહીએ તો ઘરે બેસી કમાતે માણસ વધારે કમાવા પ્રવાસ કરે ત્યારે તેને પ્રવાસ મૂળ હેતુનો સાધક હેઈ આવકારદાયક બને છે; તેમ મૃત્યુ વિશે છે.
આવી વિશાળ દષ્ટિ કેળવવી એ જ લેખને આશય છે. જે આવી દષ્ટિ કેળવવી હોય તે વાસનાઓને વધારે શુભ અને શુદ્ધ કરવી જ જોઈએ. એમ થયું એટલે આંતરજગત બદલાયું. એને જ સ્વર્ગ માની જૂના અર્થો નવેસર ઘટાવવા.
૫. મૃત્યુ પર જીત
સાર્વજનિક કલ્યાણ, જે મહાયાનની ભાવનારૂપ છે અને જે દીર્ધકાળે જ સિદ્ધ થઈ શકે અને જે એકલે હાથે કે એક જ જન્મમાં સિદ્ધ થઈ ને શકે, તેને જ શ્રેય માનવાની વ્યાપક દૃષ્ટિ પ્રદી હોય ત્યારે મરણને જીતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org