________________
૧૦૮૪ ]
દર્શન અને ચિંતન વાદી દેવસૂરિ અને હેમચન્દ્ર સુધીમાં જૈન ન્યાયને આત્મા એટલે વિકસિત થયા હતા, તે પૂરેપૂર ઉપાધ્યાયજીના તર્કગ્રંથોમાં મૂર્તિમાન થાય છે, અને વધારામાં તે ઉપર એક કુશળ ચિત્રકારની પેઠે તેઓએ એવા સૂક્ષ્મતાના, સ્પષ્ટતાના અને સમન્વયના રંગે પૂર્યા છે કે જેનાથી મુદિતમના થઈ આપોઆપ એમ કહેવાઈ જાય છે કે પહેલા ત્રણ યુગનું અને સંપ્રદાયનું જૈન - ન્યાયવિષયક સાહિત્ય કદાચ ન હોય અને માત્ર ઉપાધ્યાયજીનું જૈન ન્યાય વિષયક સંપૂર્ણ સાહિત્ય ઉપલબ્ધ હોય તેયે જૈન વાડ્મય કૃતકૃત્ય છે. ઉપા
ધ્યાયજીએ અધિકારી ભેદને ધ્યાનમાં રાખી, વિષયોની વહેંચણી કરી, તે ઉપર -નાનામોટા અનેક જૈન ન્યાયના ગ્રંથ લખ્યા. તેઓએ જૈન તર્કપરિભાષા જે જૈન ન્યાયપ્રવેશ માટે લઘુ ગ્રંથ રચી જૈન સાહિત્યમાં તર્કસંગ્રહ અને તfભાષાની ખોટ પૂરી પાડી. રહસ્યપદક્તિ એકસો આઠ ગ્રંથો કે તેમાંના કેટલાક રચી જૈન ન્યાય-વાલ્મયમાં તૈયાયિક પ્રવર ગદાધર ભટ્ટાચાર્યના ગ્રંથોની ગરજ સારી. નયપ્રદીપ, નયરહસ્ય, નયામૃતતરંગિણી સહિત નયોપદેશ, સ્યાદ્વાદકલ્પલતા, ન્યાયાલેક, ખંડનખંડખાદ્ય, અષ્ટસહસ્ત્રીટીકા આદિગ્રંથ રચી જૈન ન્યાય વાલ્મયને ઉદયનાચાર્ય, ગંગેશ 'ઉપાધ્યાય, રઘુનાથ શિરોમણિ અને જગદીશની પ્રતિભાનું નૈવેદ્ય ધર્યું. અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષદ્ જેવા ગ્રંથોથી જૈન ન્યાય વાડ્મયને ગીતા,
ગવાસિષ્ઠ આદિ વૈદિક ગ્રંથો સાથે સંબંધ જોડ્યો. થોડામાં એટલું જ કહેવું બસ છે કે વૈદિક અને બૌદ્ધ સાહિત્યે દાર્શનિક પ્રદેશમાં સત્તરમા સૈકા સુધીમાં જે ઉત્કર્ષ સામે હતે, લગભગ તે બધા ઉત્કર્ષને આસ્વાદ જૈન વાડ્મયને આપવા ઉપાધ્યાયજીએ પ્રામાણિકપણે આખું જીવન વ્યતીત કર્યું અને તેથી તેઓના એક તેજમાં જૈન ન્યાયનાં બીજાં બધાં તેજે લગભગ સમાઈ જાય છે, એમ કહેવું પડે છે. ઉપસંહાર
આ લેખમાં જૈન ન્યાયના વિકાસક્રમનું માત્ર દિગ્દર્શન અને તે પણ અધૂરી રીતે કરાવવામાં આવ્યું છે. આ સ્થળે જૈન ન્યાયના વિકાસક તરીકે જે જે આચાર્યોનાં નામ લેવામાં આવ્યાં છે, તેઓનાં જીવન, તેઓને સમયે, તેઓની કાર્યાવલિ વગેરેને ઉલ્લેખ જરાયે નથી કર્યો. તેવી આ જ રીતે તેના સંબંધમાં જે કાંઈ ડું ઘણું લખ્યું છે, તેની સાબિતી માટે ઉતારાઓ આપવાના લેભનું પણ નિયંત્રણ કર્યું છે. આ નિયંત્રણ કરવાનું કારણ જોઈતા અવકાશ અને સ્વાસ્થને અભાવ એ એક જ છે. આચાર્યોનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org