________________
નિગદ જાતિના જીવસમૂહ વિષયક પ્રશ્નોત્તર
[ ૧૦૬૭. કયો છે ? વિકાસ અને હાસ શબ્દ સાપેક્ષ છે; જેમાં હાસ હેય તેમાં વિકાસ પણ હોય છે. મુક્તિમાં હાસ નથી, તેથી તેમાં વિકાસને પણ અવસર નથી. અવ્યવહાર-રાશિમાં શું હાસ હેઈ શકે છે? ના. તેથી જ તેમાં વિકાસ હેય એમ પણ કહી શકાય નહિ.
આત્માની સ્વાભાવિક શક્તિને વિકાસ (વૃદ્ધિ) તેજ વૈભાવિક શક્તિને હાસ (હાનિ) છે, અને વૈભાવિકતાને વિકાસ તે જ સ્વાભાવિકતાને હાસ છે. અવ્યવહાર–રાશિના જીવમાં સ્વાભાવિક શક્તિને વિકાસ હોત તે જરૂર કોષાયિક (ભાવિક) સ્થિતિને હાસ હોત, પરંતુ અવ્યવહાર–રાશિના છમાં સ્વાભાવિક શક્તિનો અંશે પણ વિકાસ હેતો નથી, તેથી તેમનામાં કષાયની માત્રા (પ્રમાણુ કે માપ) સંજ્ઞી પંચેન્દ્રિય જીવોની અપેક્ષાએ ન્યૂન હોવા છતાં પણ વૈભાવિક શક્તિને હાસ સમજવાનું નથી. સૂતેલા અથવા તે મૂચ્છ પામેલા મનુષ્યમાં ક્રોધ, લેભ આદિ કાષાયિક પરિણામને સ્પષ્ટ પ્રાદુર્ભાવ (આવિર્ભાવ કે પ્રકટતા) નથી, તેથી શું તે મનુષ્યને જાગ્રત મનુષ્યની અપેક્ષાએ વધારે વિકસિત કહે ? અર્થાત જેમ ગાઢ નિદ્રામાં સૂતેલા અથવા તે સખ્ત મૂછને પામેલા મનુષ્યને કાષાયિક પ્રવૃતિ ન કરી શકવા માત્રથી મકષાયી કે વિકસિત કહી શકાય નહિ; તે જ પ્રકારે અવ્યવહાર–રાશિગત છ સંજ્ઞી પંચેન્દ્રિય છે પ્રમાણે કાષાયિક પરિણામ ન કરી શકવા માત્રથી વિકસિત કહી શકાય નહિ. મૂળમાં તેમનામાં જે કાષાયિક પરિણતિની માત્રા ઓછી છે તેનું કારણ આત્મિક અશુદ્ધિની ન્યૂનતા નહિ, પરંતુ સાધનની અપૂર્ણતા અથવા તે. નિર્બળતા માત્ર છે.
સંસી પંચેન્દ્રિય માં કષાયની માત્રા વધારે છે અને અવ્યવહાર રાશિના છોમાં ઓછી છે, કારણ કે અવ્યવહાર–રાશિના જીવો એક કોટાકેટી સાગરોપમની સ્થિતિ પણ બાંધી શકતા નથી અને રસબધ પણ બહુ જ ઘેડ કરી શકે છે, જ્યારે સંસી પંચેન્દ્રિય મનુષ્ય સિત્તર કટાકેટી સાગરોપમની સ્થિતિ અને વધારેમાં વધારે રસબન્ધ કરી શકે છે. કાષાયિક માત્રામાં આટલે ફરક હોવા છતાં પણ અવ્યવહાર-રાશિના જ નિકૃષ્ટ જ છે. તેનું કારણ એ છે કે તેમની આત્મિક અશુદ્ધિ અનાદિ કાળથી અત્યન્ત અધિક છે; અને સાધનના અભાવે અથવા તે શક્તિની ન્યૂનતાને કારણે અધિક માત્રામાં કષાયબબ્ધ કરી શકતા નથી–સૂતેલા અને મૂર્ણિત મનુષ્યની જેમ. પરંતુ જે તેમને સાધને અને શકિતને લાભ મળી જાય છે તે જ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org