________________
૧૦૬૬ ]
દર્શન અને ચિંતન જીવોની અને અન્તિમ સ્થિતિ મુક્ત જીવોની. બન્ને સ્થિતિ વચ્ચે અંતર માત્ર આત્મિક શક્તિઓની આવૃતતા (અપ્રકટતા)નું છે, છતાં બન્ને વચ્ચે સમાનતા પણ છે, તે સમાનતા એ છે કે મુક્ત છ વિસદશ (વૈભાવિક અર્થાત કર્મજન્ય) પરિણામ પ્રાપ્ત કરતા નથી; તે જ પ્રકારે અવ્યવહાર–રાશિના છે અર્થાત અનાદિ અનન્ત અભવ્ય છે અથવા તે તેમાંથી કદી બહાર ન નીકળી શકનાર એવા જાતિભવ્ય જીવો પણ વિસદશ પરિણામ પ્રાપ્ત કરી શકતા નથી, એટલે કે જેમ મુક્ત છો મુક્તિરૂપ સદશ (સ્વાભાવિક) પરિ
મને નિરંતર અનુભવ કરે છે તેમ અવ્યવહાર–રાશિના પેલા છે પણ નિગદ-અવસ્થાગ ગાઢ અજ્ઞાન આદિ સદશ પર્યાય -પરંપરાને જ અનુભવ કરે છે. મુક્ત જીવ મેહપૂર્વક સુખદુઃખને અનુભવ કરતા નથી અને અવ્યવહાર–રાશિના જીવ પણ સુખદુઃખને વ્યક્ત (પ્રકટ)પણે અનુભવી શકતા નથી. મુક્ત જીવોની તે અવસ્થા બદલાતી નથી, અને અવ્યવહારરાશિના કાયમી જીની પણ તે અવસ્થા ધ્રુવ (કાયમની) છે. આ પ્રકારે બન્ને પ્રકારના જીવોમાં સમાનતા હોવા છતાં કોઈ નૈદિક અવસ્થાની ઉપાસના કરતું નથી, પરંતુ સર્વ કોઈ મુક્તિની ઉપાસના કરે છે. જગતમાં ગમે તેવી આસમાની સુલતાની થઈ જાય, તો પણ મુક્ત જીવોને શું? તે જ પ્રકારે નિગોદના જીવોને પણ શું?
મુક્ત જીવોને આર્ત, રૌદ્ર ધ્યાનના પ્રસંગો નથી, તેમ નેગેદિક જીવને પણ નથી. તે પછી નેગેદિક અવસ્થાની ઉપાસના કરવામાં હરકત શી છે? એકમાં જ્ઞાનપૂર્વક દુઃખને અભાવ છે તો બીજીમાં અજ્ઞાનપૂર્વક દ:ખનો અભાવ છે, પરંતુ દુઃખને અભાવ તે બને સ્થિતિમાં સમાન છે; છતાં પણ એક સ્થિતિ ઉપાદેય અને બીજી હેય છે, તેનાં કારણો શાં? તેને વિચાર કરવો જોઈએ. આ પ્રશ્નનો ઉત્તર ગર્ભિત રીતે તે મળી જ ગયે. હશે, તો પણ તેને વધારે સ્પષ્ટ કરીએ.
અવ્યવહાર–રાશિમાંથી નીકળવાની અવસ્થા અને અગિયારમા ગુણ સ્થાનક સુધીની અવસ્થા વચ્ચે વિવિધ પરિવર્તન (ઉત્પાત-નિપાત યા વિકાસ અને પાસ અથત ચઢાવ-ઉતાર) થયા કરે છે; દુઃખ-સુખની અનેક અથડામણું તેમાં હોય છે. વિકાસ અને હાસ, જેને જૈન પરિભાષામાં અનુક્રમે વૃદ્ધિ અને હાનિ કહી છે તે, આ સ્થિતિમાં સ્પષ્ટ જણાય છે.
અવ્યવહારરાશીય છે અને મુક્ત જીવોમાં ખાસ હાસ અને વિકાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org