________________
નિગોદ જાતિના જીવસમૂહ વિષયક પ્રશ્નોત્તર
[૭] ૧. પ્રશ્ન : કર્મબન્ધના હેતુ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને રોગ છે; તેમાં પણ કષાય અને યોગનું પ્રાધાન્ય છે. કષાયની તીવ્રતા ના માનસિક વિકાસ પર અવલંબે છે; અર્થાત જે શ્રેણીના જવાનું મન સંપૂર્ણ વિકસિત છે, તેઓના અધ્યવસાય જે કષાયમય થઈ જાય તે તેઓને તીવ્રતમ કષાયની સંભાવના છે. સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાયના, અને ખાસ કરીને મનુષ્યના મનનો વિકાસ સંપૂર્ણ હોવાથી એકેન્દ્રિયાદિ જીવોની અસેક્ષાએ મનુષ્યમાં તીવ્રતમરૂપે કપાયને સંભવ છે. આ કારણસર એકેન્દ્રિય જીવોમાં તીવ્રતમ કષાયની ઉત્પત્તિને સંભવ નથી.
ઉપર્યુક્ત વિચાર જે બરાબર હોય તે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જે અવ્યવહાર–રાશિના જીવ અનાદિ કાળથી સૂક્ષ્મ નિગદમાંથી નીકળ્યા નથી અને વ્યવહાર–રાશિમાં આવવા સમર્થ થયા નથી તેઓને, અનાદિ કાળથી મન ન હોવા છતાં પણ, એવા તીવ્ર કષાયને બન્ધ કેવી રીતે થયે કે જેથી કરીને અનાદિ કાળથી આજ સુધી પણ તેમને સૂક્ષ્મ નિગોદમાં જ જન્મમરણના ચક્રમાં ભમવું પડે છે અને એ રીતે જીવશ્રેણીના હીનતમ પર્યાયમાં રોકાઈ રહેવું પડે છે? તેઓને એ પ્રકારના તીવ્ર કક્ષાની ઉત્પત્તિ અને ચીકણું બંધ કરવાનો અવસર ક્યારે પ્રાપ્ત થયો?
ઉત્તર ઃ જીવરાશિ, પુનર્જન્મ, બન્મ અને મોક્ષ એ તો પ્રથમ તે આગમસિદ્ધ છે અને પછી સ્વસંવેદન (સ્વાનુભવ) સિદ્ધ પણ છે. જ્યારે બન્ધ, મેક્ષ અને જીવરાશિને માન્ય કરી ત્યારે અભવ્ય અને ભવ્યની ક૯૫ના તેમ જ અવ્યવહાર અને વ્યવહાર રાશિની કલ્પના પણ ઉત્પન્ન થઈ. આ જ કલ્પના સ્પષ્ટરૂપે જૈન દર્શનમાં છે. જૈનેતર દર્શનમાં પણ આ કલ્પનાનું બીજ જણાય છે; જેમ કે, અનેકાત્મવાદી સાંખ્ય, ન્યાય આદિ દર્શનમાં.
જીવની પ્રાથમિક સ્થિતિ અને અતિમ સ્થિતિ અત્યંત ભિન્ન હોવા છતાં પણ તે એક રૂપે સમાન છે. પ્રાથમિક સ્થિતિ અવ્યવહાર-રાશિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org