________________
ગુજસતી ભાષામાં દાનિક તત્ત્વજ્ઞાન
[ ૧૦૪૭
એટલે એક દર ગુજરાતી મારક્ત જૈન તત્ત્વજ્ઞાનની વિશાળ અજમાયશ કરવા ઈચ્છનારને કશી જ પૂર્ણ સગવડ નથી એમ કહી શકાય. વૈદિક સંપ્રદાયના સ્થૂળ રીતે છ અને વિસ્તારથી જોતાં તેથીયે વધારે દર્શાના છે. એમાંનાં ધણાંખરાં દેશના ઉપર તેા અપાર અને ગંભીર સાહિત્ય લખાયેલું છે. તે જોતાં માત્ર ચેાગ કે સાંખ્યદર્શનના થયેલા ગુજરાતી અનુવાદો એ તદ્દન અપૂણું ગણાય. વેદાંતદશ નના ત્રણ ભાષ્યાના અનુવાદ્ય છે, પણ વૈદિક બધાં નાના મહત્ત્વપૂર્ણ ગ્રંથા તે ગુજરાતીમાં અસ્પૃશ્ય જ રહ્યા છે. નિબંધ સાહિત્યમાં આચાય ધ્રુવના આપણા ધર્માં ” નામક પુસ્તકમાં જે ટૂંકા ટૂંકા લેખો છે તે સિવાય બીજા કાઈ એ કશું જ લખ્યું નથી. ઇતિહાસની દિશામાં રા. નમ દારા કર્ મહેતાના પ્રયત્ન ખૂબ પ્રશંસનીય છે, પણ હજી એમાં ઘણું કરવાનું બાકી રહી જાય છે. પાયપુસ્તામાં આચાય ધ્રુવની ત્રણ ચોપડીએ સિવાય કશું જ નથી. એટલે એક ંદર રીતે જોતાં ગુજરાતી ભાષામાં તત્ત્વજ્ઞાનવિષયક સાહિત્ય જેટલું અને જેવું ઊતરવું જોઈએ તેને સહુનાંશ પણ આજે નથી.
kr
આવી સ્થિતિમાં ‘ ગુજરાતી સાહિત્ય પરિષદ' અગર ખીજી તેવી સંસ્થાઓનું શું કર્તવ્ય છે તે કહેવાની જુદી જરૂર નથી, પણ જ્યારે આજ કેળવણી વધતી જાય છે, તેના વિસ્તાર અને ઊંડાણ વધારવાના ચેામેરથી પ્રયત્નો ચાલી રહ્યા છે, કેળવણી પામેલા કાર્યક્ષેત્ર શોધી રહ્યા છે, ત્યારે તેવા ડેળવાયેલા યુવા અને અનુભવીને હવે પદ્ધતિસરનું ઉપર નિર્દેશ્યા પ્રમાણે સાહિત્ય તૈયાર કરાવવું એ એક જ સૂચન કરવું ખાકી રહે છે. આ સિવાય બીજો એક માર્ગ કાંઈક સરળ છે અને છતાં કહ્યુ પણ છે. દરેક સંપ્રદાયમાં ઓછાવત્તા સતા, ધર્મગુરુઓ અને વિશિષ્ટ રસ ધરાવનારા અનુયાયી ગૃહસ્થા હોય છે. તેઓને આ ઉપયેગી દિશામાં વાળવામાં આવે તે વધારે કામ ઓછે ખર્ચે થાય, અને એક વાર વાસ્તવિક દિશા મળતાં શક્તિના ઉપયાગ ઝઘડાની અને કૂપમંડૂકતાની દિશામાંથી થતો અટકે.
જૂના જમાનામાં જ્યારે ચીનને જ્ઞાનની ભૂખ જાગી ત્યારે તેણે અનેક કાર સહિષ્ણુ ભિક્ષુને મોકલી હિન્દુસ્તાનમાંથી સંસ્કૃત અને પ્રાકૃત હજારે) ગ્રન્થાના અનુવાદો : ચીની ભાષામાં કરાવરાવ્યા અને કેટલીક વાર તો એક એક બ્રાહ્મણ વિદ્વાન પાસે સેંકડા સંસ્કૃત ગ્રન્થાના ચીની ભાષામાં અનુવાદ કરાવ્યા. મુસલમાન બાદશાહા અને અમીરાએ પણ પોતાના દેશમાં જ્ઞાનસમૃદ્ધિ વધારવા પેાતાના અનેક વિદ્વાન પાસે અને અનેક પરજાતિના હિન્દુસ્તાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org