________________
૧૦૪૬ ]
દર્શન અને ચિંતન ઈતિહાસ ગુજરાતીમાં તૈયાર કરો અને તેવી જ રીતે તત્વજ્ઞાનના પ્રદેશમાં થયેલા વિશિષ્ટ વિદ્વાનોનાં પ્રામાણિક જીવને આલેખવાં.
(૪) ભારતીય તત્વજ્ઞાનમાં મુખ્યપણે કેટલા વિષયે સ્પર્શયેલા છે અને એક એક વિષયને અંગે બીજા ઉપવિષયો કેટકેટલા છે તેની નોંધ કરી પ્રત્યેક વિષય પર તત્વજ્ઞાનની બધી શાખાઓ શું શું માન્યતા ધરાવે છે તેને તુલનાત્મક ઇતિહાસ ગુજરાતીમાં ઉતાર.
(પ) ભાસ્ત બહારના પ્રદેશમાં પહેલેથી અત્યાર સુધી તત્ત્વજ્ઞાન વિશે જે જે ચિંત થયાં હોય તેમાંથી મહત્વપૂર્ણ ભાગ સ્વરૂપ, તુલના અને ઈતિહાસરૂપે શુદ્ધ અને સરળ ગુજરાતીમાં ઉતારો અને એ રીતે ભારતીય તત્વજ્ઞાનને ઈતર દેશના એવા વિચાર સાથે સરખાવવાને માર્ગ સરળ કરી મૂકે.
(૬) જે વિષયે ભારતીય તત્વજ્ઞાનમાં આવ્યા ન હોય અથવા એ. ચચાયા હોય અથવા તો અસ્પષ્ટ ચર્ચાયા હોય અને પશ્ચિમી તત્વોએ એને. વિચાર ઊંડે તેમ જ સ્પષ્ટ કર્યો હોય તો તેવા વિષયોની યાદી કરી તે દરેક વિષય પરત્વે જે જે ઇતર દેશમાં લખાયું હોય તે યથાર્થ પણે ગુજરાતીમાં ઉતારવું, જેથી આપણે વાર વધારે સમૃદ્ધ કરવાની સગવડ મળે.
(૭) ભિન્ન ભિન્ન કક્ષાના અભ્યાસીઓ માટે સંપૂર્ણ માહિતીવાળી પ્રસ્તુત વિષયક પડીઓ તૈયાર કરવી.
ઉપર જે મહાન કાર્યો બતાવવામાં આવ્યાં છે તેને ટૂંકમાં તત્ત્વજ્ઞાનનું ખેડાણ કહી શકાય. હવે જે આ ખેડાણ આવશ્યક હોય અને ભાવિ વિશાળ ખેડાણ માટે ખાસ જરૂરનું હોય તો હવે એ જોવું પ્રાપ્ત થાય છે કે આપણી ચાલુ ગુજરાતી ભાષામાં ખેડાણ કેટલું થયેલું છે.
પહેલું બૌદ્ધ તત્ત્વજ્ઞાન લઈએ. અધ્યાપક કોસાંબીજીનાં નાનાં નાનાં બેત્રણ પુસ્તકે બાદ કરીએ તો તે સંપ્રદાયનું ગુજરાતી સાહિત્ય કશું જ નથી,
જ્યારે એ સંપ્રદાયનું પ્રાચીન સાહિત્ય ઘણું અગત્યનું અને વિશાળ છે. જેને સંપ્રદાયનાં તત્ત્વજ્ઞાનવિષયક સર્વસ્પર્શી ગ્રન્થ તે ગુજરાતીમાં નથી જ. જૂની ગુજરાતીમાં એ સંપ્રદાયના મૂળ આગમો ઉપરના ગ્રંથ છે, જે આજે કાર્યસાધક નથી. ચાલું જમાનાની વિકસિત ભાષામાં થયેલા એ સંપ્રદાયના આગમાનુવાદ માત્ર ગણ્યાગાંઠયા છે. જૂની ગુજરાતીમાં લખાયેલા કેટલાક મહત્વપૂર્ણ તત્વજ્ઞાનના પ્રથે છે, તે પણ પદ્ધતિસર ચાલું ગુજરાતીમાં તૈયાર થયેલા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org