________________
ગુજરાતી ભાષામાં દાર્શનિક તત્વજ્ઞાન
( ૧૦૩ કાળમાં તેની રચના દક્ષિણ અને ઉત્તર હિન્દુસ્થાનમાં થતી ગઈ અને છેલ્લાં પંદર વર્ષનો ઇતિહાસ સ્પષ્ટ કહે છે કે જૈન દર્શનના પ્રધાનતમ સાહિત્યની રચના, તેની પુરવણી અને તેને વિકાસ એ બધું ગુજરાતમાં જ થયું છે. ગુજરાતે માત્ર જૈન દર્શનના સાહિત્યને જન્માવી કે વિકસાવીને જ સંતોષ નથી માન્ય, પણ એણે તે પિતાની ખોળીમાં જુદા જુદા પ્રાંતોમાં જન્મેલા અને ઊછરેલા કીમતી સાહિત્યને બહુ કાળજીથી સંભાળી રાખ્યું છે અને તેથી જ કેટલાયે અપૂર્વ અને દુર્લભ ગ્રંથ તે એકમાત્ર ગુજરાતના ખૂણેખાંચરેથી જ અત્યારે પણ જડી આવે છે.
દર્શન સાહિત્યને ઉત્પન્ન કરવાની, રક્ષવાની અને સાચવવાની ગૌરવગાથા ટૂંકમાં આટલી જ છે, પણ એ સાહિત્ય એટલે પાકૃત, પાલિ અને સંસ્કૃત ભાષામાં લખાયેલું સાહિત્ય એટલું જ. જ્યારથી ઉક્ત ભાષાઓ બોલચાલમાંથી લેપ પાણી અને વિદ્વાનોના પઠન-પાઠનની જ ભાષા રહી, માત્ર શાસ્ત્રીય ભાષા તરીકે જ એનો ઉપયોગ રહ્યો અને એ ભાષાઓમાં વસ્તુ વિચારવાનો પ્રવાત ઓછો થઈ ગયે અને તેની જગ્યાએ તેની બીજી લેકભાષારૂપ પુત્રીઓ આવી, એટલે કે ભાષાયુગ શરૂ થયે, ત્યારથી એ લેકભાષાઓમાં દર્શન-સાહિત્ય કેટલું ગુજરાતમાં રચાયું છે અગર તે સંસ્કૃત આદિમાં પ્રથમ રચાયેલ દર્શન–સાહિત્યને ગુજરાતે પોતાની ચાલુ ભાષામાં કેટલું ઉતાર્યું છે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. બૌદ્ધ સંપ્રદાય તે ક્યારનોય લેપ પામેલ હોવાથી માત્ર ગુજરાતમાં જ નહિ પણ અન્ય પ્રાંતિમાં સુધ્ધાં તેના સાહિત્યની લોકભાષાઓમાં રચના થાય એની શક્યતા જ રહી ન હતી. પણું જાગતા અને રોમેર પથરાયેલા વૈદિક સંપ્રદાયના દાર્શનિક સાહિત્ય વિશે પણ ગુજરાતને લેકભાષામાં ફાળે તદ્દન સાધારણ જ ગણાય. નરસિંહ મહેતા, મીરાંબાઈ, દાદુ, અખો કે સ્વામીનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ વગેરે, જેઓ મુખ્યપણે ભક્ત જ હતા, તેમણે પોતાની ભક્તિની અજબ ધૂનમાં પ્રસંગવશ જે તાત્વિક વિચારે લેકભાષામાં મૂક્યા છે તેને બાદ કરીએ તો ગુજરાતમાં લખાયેલે સંગીન અને વ્યવસ્થિત વૈદિક તત્વજ્ઞાનનો ગ્રન્થ આપણે ભાગ્યે જ મેળવી શકીશું. જૈનોની જાહોજલાલી ગુજરાતમાં ઘણું લાંબા કાળથી ચાલી આવે છે. તે સંપ્રદાયના ત્યાગીઓ પણ સેંકડોની સંખ્યામાં ગુજરાતમાં પહેલેથી જ થતા અને રહેતા આવ્યા છે. તેમણે નવી નવી કૃતિઓથી જ્ઞાનભંડાર ભરી કાઢ્યા છે. તેમ છતાં તે તે સમયની ચાલું ગુજરાતી ભાષામાં તેઓએ તત્વજ્ઞાનના પ્રકાડ અને ઊંડો ગ્રંથ સંસ્કૃત-પ્રાકૃત ભાષાની પેઠે લેકભાષામાં જ રહ્યા હોય એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org