________________
૧૦૪ ]
દર્શન અને ચિંતન ભાગ્યે જ કહી શકાય. બે ચાર અપવાદભૂત કર્તાઓને બાદ કરીએ તે. બધા લેખકેની મુખ્ય પ્રવૃત્તિ ભાષાયુગમાં પણ સંસ્કૃત અને પ્રાકૃત ભાષા તરફ જ રહી છે. લેકે ઉપર શાસ્ત્રીય ભાષાઓને પ્રભાવ અને પ્રતિષ્ઠા એટલાં બધાં પડેલાં અને જામી ગયેલાં કે તે જ ભાષાઓમાં લખનાર તેઓની દૃષ્ટિમાં વિદ્વાન ગણાતા અને તેથી જ લેખકે જાણે-અજાણે પ્રચલિત લેકભાષા છેડી શાસ્ત્રીય ભાષાઓમાં લખવા પ્રેરાતા. આનાં ઈષ્ટ કરતાં અનિષ્ટ પરિ
મે વધારે આવ્યા છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની સાચવણું અને ખીલવણ ઈષ્ટ પરિણામમાં ગણુએ તો પણ અનિષ્ટનું પલ્લું ભારે જ રહે છે, એ વાત નીચેના મુદ્દાઓ સમજનાર કબૂલ્યા વિના નહિ રહે.
(૪) માતૃભાષા અને બોલચાલની ભાષામાં જ કરાતે વિચાર ઊડે, વ્યાપક અને ફુટ હોઈ શકે એ સિદ્ધાંત પ્રમાણે વિચાર એક ભાષામાં અને લખવાનું બીજી ભાષામાં લેવાથી વિચાર અને લેખન વચ્ચે અસામંજસ્ય. ' (૪) શાસ્ત્રીય ભાષાઓમાં વિચારે લખવાથી સાધારણ લેકેમાં તેની બહુ જ ઓછી પહોંચ અને જે થોડોઘણે પ્રવેશ થાય તે પણ સંદિગ્ધ અને પાંગળે. જે લોકે શાસ્ત્રીય ભાષા ન જાણવા છતાં પ્રતિભાશીલ અને જિજ્ઞાસુ હોય તેવા વિચાર તરફથી તત્ત્વજ્ઞાનના વિકાસમાં ઓછામાં ઓછો ફાળે અને તેટલા જ પ્રમાણમાં લોકભાષાની ઓછામાં ઓછી ખીલવણી. પરિણામે તત્ત્વજ્ઞાન અને ચાલુ ભાષામાં જીવંતપણું ઓછું, નવનવાપણું ઓછું અને જૂના વારસા ઉપર નભવાપણું ધણું.
વર્તમાન સમયને વિચાર કરીએ તે તો પહેલાં તે વિચારની પિષક ભૂમિકા ટૂંકામાં વિચારી જઈએ, અને તે માટે માત્ર કેટલાક મુદ્દાઓ પ્રશ્ન રૂપમાં જ પહેલાં મૂકી દઈએ:
(૪) જીવનમાં તત્ત્વજ્ઞાનને લગતા વિચારોનું સ્થાન છે કે નહિ ? મનુષ્યવૃત્તિ સ્વાભાવિક રીતે જ તત્ત્વજ્ઞાનના પ્રદેશ તરફ ઢળે છે કે નહિ ? તત્વજ્ઞાન મેળવવાની તક તે શોધે છે કે નહિ? અને સરળ રીતે પ્રાપ્ત થઈ હોય તે તેને તે પસંદ કરે છે કે નહિ ?
() માત્ર પુરુષવર્ગ અને તેમાં માત્ર શિક્ષિણવર્ગ જ તત્વજ્ઞાનમાં રસ લે છે કે સ્ત્રીવર્ગ - અને બીજા સાધારણ કટિના દરેક જણ તત્વજ્ઞાનને સમજવાના અધિકારી હોય છે અને તેઓ પણ તે બાબતમાં રસ લે છે?
(1) વિદેશી ભાષા, શાસ્ત્રીય ભાષા અને પરપ્રાંતની ભાષામાં ગૂંથાયેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org