________________
૧૦૨૦ ]
દર્શન અને ચિંતન તેઓના વર્ણનમાં બે પ્રકાર છેપહેલા પ્રકારમાં અવિકાસ અને વિકાસક્રમ બન્નેને સમાવેશ કરેલ છે. અવિકાસ કાળને તેઓ ઓઘદૃષ્ટિના નામથી અને વિકાસક્રમને સદષ્ટિના નામથી ઓળખાવે છે. સદ્દષ્ટિના મિત્રા, તારા, બલા, દીકા, સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા એવા આઠ વિભાગ કરે છે. આ આઠે વિભાગમાં ઉત્તરોત્તર વિકાસને ક્રમ વધતું જાય છે. પહેલી
૧. જુઓ ગદષ્ટિસમુચ્ચય.
૨, દૃષ્ટિ એટલે દર્શન અથવા બેધ. આના બે પ્રકાર છે. પહેલામાં સત શ્રદ્ધાને (તાત્વિક રુચિને) અભાવ હોય છે જ્યારે બીજામાં સત શ્રદ્ધા હોય છે. પહેલો પ્રકાર એાઘદષ્ટિ અને બીજે યોગદષ્ટિ કહેવાય છે. પહેલામાં આત્માનું વલણ સંસારપ્રવાહ તરફ અને બીજામાં આધ્યાત્મિક વિકાસ તરફ હોય છે. તેથી યોગદષ્ટિ એ સદ્દષ્ટિ કહેવાય છે. જેમ સમેઘ સત્રિ, અમેવ રાત્રિ સમેધ દિવસ અને અમેઘ દિવસમાં અનુક્રમે અંતિમંદતમ, મદતમ, મંદતર અને મંદ ચાક્ષુષ જ્ઞાન હેય છે. તેમાંય ગ્રહાવિષ્ટ અને ગ્રહમુક્ત પુરુષના ભેદથી, બાળ અને તરુણ પુરુષના ભેદથી, તેમ જ વિકૃત નેત્રવાળા અને અવિકૃત નેત્રવાળા પુરુષના ભેદથી ચાક્ષુષ જ્ઞાનની અસ્પષ્ટતા કે સ્પષ્ટતા તરતમભાવે હોય છે; તેવી રીતે એ દષ્ટિની દશામાં સંસારપ્રવાહનું વલણ છતાં આવના તરતમભાવે શાન તારતમ્યવાળું હોય છે. આ એ દષ્ટિ ગમે તેવી હોય તેયે તે આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિએ અસદ્દષ્ટિ જ છે. ત્યારબાદ
જ્યારથી આદ્યાત્મિક વિકાસને આરંભ થાય છે, પછી ભલે તેમાં બાહ્ય જ્ઞાન ઓછું હેય છતાં, ત્યારથી સદ્દષ્ટિ શરૂ થાય છે, કારણ કે તે વખતે આત્માનું વલણ સંસારભુખ ન રહેતાં મે મ્મુખ થઈ જાય છે. આ સદ્દષ્ટિ (ગદષ્ટિ)ના વિકાસના તારતમ્ય પ્રમાણે આઠ ભેદે છે. આ આઠ ભેદોમાં ઉત્તરોત્તર બોધ અને સવિશેષ જાગૃતિ થાય છે. પહેલી મિત્રા નામક દ્રષ્ટિમાં બેધ અને વીર્યનું બળ તૃણાગ્નિની પ્રભા જેવું હોય છે. બીજી તારા દષ્ટિમાં છાણના અગ્નિની પ્રભા જેવું, ત્રીજી બલા દષ્ટિમાં લાકડાના અગ્નિની પ્રભા જેવું, ચોથી દીપ્રા દૃષ્ટિમાં દીવાની પ્રભા જેવું, પાંચમી સ્થિર દૃષ્ટિમાં રત્નની પ્રભા જેવું, છઠ્ઠી કાન્તા દૃષ્ટિમાં નક્ષત્રની પ્રજા જેવું, સાતમી પ્રભા દષ્ટિમાં સૂર્યની પ્રભા જેવું, અને આઠમી પર દષ્ટિમાં ચંદ્રની પ્રભા જેવું હોય છે.
જોકે આમાંની પહેલી ચાર દષ્ટિમાં સ્પષ્ટપણે જ્ઞેય આત્મસ્વરૂપનુ સંવેદન નથી હતું, ફક્ત છેલ્લી ચાર દષ્ટિએમાં જ તેવું સદન હોય છે, છતાં પ્રથમની ચાર દૃષ્ટિઓને સદ્દષ્ટિમાં ગણવાનું કારણ એ છે કે તે સ્થિતિમાં આવ્યા પછી આધ્યાત્મિક ઉત્ક્રાંતિને માર્ગ નિશ્ચિત થઈ જાય છે. કેગના યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણું, દયાન અને સમાધિ એ આઠ અંગોને આધારે સદષ્ટિના આઠ વિભાગે સમજવાના છે. પહેલી દષ્ટિમાં ચમની સ્થિરતા, બીજીમાં નિયમની, એમ અનુક્રમે આડમીમાં સમાધિની સ્થિરતા મુખ્યપણે હોય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org