________________
ભારતીય દર્શનેમાં આધ્યાત્મિક વિકાસક્રમ
[ ૧૦૧૯ કાળ છે. બીજા અને ત્રીજા એ બે ગુણસ્થાનમાં વિકાસનું સહજ ફુરણ હોય છે, પણ તેમાં પ્રબળતા અવિકાસની જ હોય છે. ચોથાથી વિકાસ ક્રમશઃ વધતાં વધતાં તે છેવટે ચૌદમાં ગુણસ્થાને પૂર્ણ કલાએ પહેચે છે અને ત્યારબાદ મોક્ષ પ્રાપ્ત થાય છે. જૈન વિચારસરણીનું પૃથક્કરણ એટલું જ કરી શકાય કે પહેલાં ત્રણ ગુણસ્થાને એ અવિકાસકાળ છે અને ચોથાથી ચૌદમા સુધીનાં ગુણસ્થાને વિકાસ અને તેની વૃદ્ધિને કાળ છે, ત્યારબાદ મોક્ષકાળ છે. - આ પ્રાચીન જૈન વિચારને હરિભદ્રસૂરિએ બીજી રીતે પણ વર્ણવ્યા છે. પ્રથમ જેટલું તીવ્ર રહેતું નથી, પણ તે હેય છે ખરું. (૪) જે અવસ્થામાં દર્શનમેહનયનું બળ કાં તો બિલકુલ શમી જાય છે કે વિરલ થઈ જાય છે, અને કાં તો બિલકુલ ક્ષીણ થઈ જાય છે જેને લીધે આત્મા અસદિગ્યપણે સત્યદર્શન કરી શકે છે. આ અવસ્થા અવિરતસમ્યગ્દષ્ટિ. આનું અવિરત નામ એટલા માટે છે કે તેમાં ચારિત્રમેહનીચની સત્તા સવિશેષ હોવાથી વિરતિ (ત્યાગવૃત્તિ) ઉદય પામતી નથી, (૫) જે અવસ્થામાં સત્યદર્શન ઉપરાંત અ૯પાશે પણ ત્યાગવૃત્તિનો ઉદય થાય છે તે દેશવરતિ, આમાં ચારિત્રમોહનીયની સત્તા અવશ્ય ધટેલી હોય છે અને તેની કમીના પ્રમાણમાં ત્યાગવૃત્તિ હોય છે, (૬) જે અવસ્થામાં ત્યાગવૃત્તિ પૂર્ણ રીતે ઉદય પામે છે છતાં વચ્ચે વચ્ચે પ્રમાદ (ખલન) સંભવે છે, તે પ્રમત્તસયત. (૭) જે અવસ્થામાં પ્રમાદને જરાયે સંભવ નથી તે અપ્રમત્તસંચત. (૮) જે અવસ્થામાં પહેલાં ક્યારેય પણ નહિ અનુભવેલ આત્મશુદ્ધિને અનુભવ થાય છે અને અપૂર્વ વિદ્યાસ—આત્મિક સામર્થ્ય પ્રગટે છે તે અવસ્થા અપૂર્વકરણ. આનું બીજું નામ નિવૃત્તિ બાદર પણ છે. (૯) જે અવસ્થામાં ચારિત્રમેહનીય કર્મના શેષ રહેલ અશોને શમાવવાનું કે ક્ષીણ કરવાનું કામ ચાલતું હોય છે, તે અવસ્થા અનિવૃત્તિનાદર. (૧૦) જે અવસ્થામાં મેહનીયને અંશ લોભ રૂપે જ ઉદયમાન હોય છે અને તે પણ બહુ સૂક્ષ્મ પ્રમાણમાં, તે અવસ્થા સૂક્ષ્મસંપરાય. (૧૧) જે અવરથામાં સૂક્ષ્મ લાભ સુધ્ધાં શમી જાય છે, તે ઉપરાંત મેહનીય.. આ ગુણસ્થાનમાં દર્શનમેહનીયને સર્વથા ક્ષય સંભાવે ખરો, પણ ચારિત્રમેહનીચનો તે ક્ષય નથી હોતો, માત્ર તેની સર્વાશે ઉપશાંતિ હોય છે. આને લીધે જ મેહનો ફરી ઉદ્રેક થતાં આ ગુણસ્થાનથી અવશ્ય પતન થાય છે અને પ્રથમ ગુણસ્થાન સુધી જવું પડે છે. (૧૨) જે અવસ્થામાં દર્શનમોહનીય અને ચારિત્રમેહનીચનો સર્વથા ક્ષય થઈ જાય છે તે ક્ષીણુમેહનીય. આ સ્થિતિથી પતન સંભવતું જ નથી. (૧૩) જે અવસ્થામાં મોહના આત્યકિ અભાવને લીધે વીતરાગ દશા પ્રગટવા સાથે સર્વજ્ઞપાણું પ્રાપ્ત થાય છે તે અવસ્થા સગ ગુણસ્થાન, આ ગુરુસ્થાનમાં શારીરિક, માનસિક અને વાચિક વ્યાપાર હોય છે. એથી આને જીવનમુક્તિ કહી શકાય. (૧૪) જે અવસ્થામાં શારીરિક, માનસિક, વાચિક પ્રવૃત્તિનો પણ અભાવ થઈ જાય છે તે અગ' ગુણસ્થાન. આ ગુણસ્થાન છેલ્લું છે. તેથી શરીરપાત થતાં જ તેની સમાપ્તિ થાય છે અને ત્યાર બાદ ગુણસ્થાનાતીત—વિદેહમુક્તિ પ્રાપ્ત થાય છે. આ માટે જુઓ કર્મગ્રંથ બીજે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org