________________
આવશ્યકસૂત્રના કર્તા કોણ?
(૨) સામાયિક અધ્યયનને શ્રીગણધરકૃત બતાવવા માટે બીજું પ્રમાણ ઉપર સૂચવેલ ગૂજરાતી અનુવાદના ટિપ્પણમાં જે મૂકવામાં આવ્યું છે તે એ છે કે જેમાં ભગવાનના સામાયિક પરના ભાષણનું પ્રયોજન બતાવ્યા બાદ ગણધરેએ સામાયિક સાંભળ્યાના પ્રયજનનું વર્ણન છે. તે આ પ્રમાણે છે:
गोयममाई सामाइयं तु किं कारण निसामेति । नाणस्स तं तु सुन्दरमंगुलभावाण उवलद्धी ॥
--विशेषावश्यकसूत्र, माथा २१२५ સામેના પક્ષકાર આ ગાથાઓ ઉપરથી એમ કહેવા લાગે છે કે સામાયિક ઉપદેર્યું તે ભગવાને, પણ રચ્યું ગણધરેએ, પરંતુ કોઈ પણ વિચારક આ ગાથાઓ કાઢી તેનો અર્થ વાંચી આગળપાછળનું પ્રકરણ વિચારી જેશે તે તેને જણાશે કે એ અર્થ કરવામાં કેટલી ભૂલ થાય છે! અહીં તે એટલું જ ઉદ્દિષ્ટ છે કે સામાયિક-આચારનું પ્રથમ નિરૂપણ ભગવાને શા માટે કર્યું અને તે આચારનું શ્રવણ ગણધરેએ પ્રથમ શા માટે કર્યું ? અર્થાત્ સામાયિકરૂપ જૈન ધર્મના આત્માનું પ્રથમ પ્રથમ ગણુધરેએ જે શ્રવણ કર્યું તેનું પ્રજન પરંપરાએ મોક્ષ છે એવું આ ગાથાઓમાં બતાવવામાં આવ્યું છે. તેમાં ગણધરેએ સામાયિક સૂત્ર રચ્યાની ગંધ સરખી પણ નથી. સામાયિક–આચાર સાંભળ, તેને જીવનમાં ઉતારવે, તેનું ફળ મેળવવું, તે વિચાર કરો એ જુદી વાત છે અને સામાયિકસૂત્રની શાબ્દિક રચનાનો વિચાર એ જુદી વાત છે. સામાયિક-આચારના શ્રવણ સાથે સામાયિકસૂત્રની શાબ્દિક રચનાને ભેળવી દેવી અને સામાયિક-આચારના પ્રથમ સાંભળનારને સામાયિકસૂત્રના રચયિતા કહેવા એ બ્રાંતિ નથી શું?
(૩) એ જ ગૂજરાતી અનુવાદના ઉપોદઘાતની ટિપ્પણુમાં ત્રીજું પ્રમાણ નિર્ગમદાર વિશેનું છે. તેને લગતી ગાથા આ છે:
मिच्छत्ताइतमाओ स निग्गओ जह य केवलं पत्तो । जह य पसूर्य तत्तो सामाइये ते पवक्खामि ॥
. -विशेषावश्यकसूत्र गाथा १५४६ આને અર્થ સામા પક્ષકારની જરાયે તરફેણમાં નથી જ. આ ગાથામાં તે ભગવાન શ્રી મહાવીરનું મિથ્યાત્વથી નિર્ગમન થયું, તેઓશ્રી જે પ્રકારે કેવળજ્ઞાન પામ્યા અને તેઓશ્રીથી સામાયિક જે રીતે પ્રગટ થયું તેનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા માત્ર છે. આમાં તો એટલું જ કથન છે કે ભગવાનથી સામાયિક–આચાર શી રીતે ઉદ્ભવ્યો, પરંતુ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org