________________
૭૪૬ ]
દર્શન અને ચિંતન
केणकयं ति य ववहारओ जिणिदेण गणहरेहिं च । तस्सामिणा उ निच्छयनयस्स तत्तो जओऽणन्नं ॥
-विशेषावश्यकसूत्र, गाथा ३३९२ ' વિશેષાવશ્યકભાષ્યના એ ગૂજરાતી અનુવાદની ઉપધાતની ટિપ્પણુમાં
આ ગાથાનો અર્થ આ પ્રમાણે કર્યો છે: “સામાયિક, જે આવશ્યક સૂત્રને એક પહેલો ભાગ છે તે અર્થથી શ્રી જિનેન્દ્ર ભગવાને કહ્યું અને સૂત્રથી શ્રી ગણધર મહારાજે કર્યું છે. પરંતુ મારે કહેવું જોઈએ કે આ
અર્થ નથી ગાથામાંથી નીકળતે કે નથી તેની માલધારી શ્રી. હેમચંદ્રકૃત, ટીકામાંથી. ઊલટું આ નગ્નત દ્વારનું વર્ણન તે સામા પક્ષકારની તરફેણમાં નહિ, પરંતુ વિરુદ્ધમાં જ જાય છે. આ દ્વારમાં એમ કહેવામાં આવ્યું છે કે સામાયિક કેણે કર્યું ?” અને તેને ઉત્તર ઉક્ત ગાથામાં એ પ્રમાણે આપે છે કે “વ્યવહારથી સામાયિક શ્રી તીર્થકરે અને ગણધરેએ કર્યું છે, પરંતુ નિશ્ચયદષ્ટિએ સામાયિકના કર્તા તેના સ્વામી અર્થાત્ તેના અનુષ્ઠાન કરનારાઓ છે. સામાન્ય અભ્યાસીઓ અર્થે માન્તિ અર, સૂર્ણ અન્યનિત કળા ના એ સર્વવિદિત કથન અનુસાર જરૂર એમ માનવા પ્રેરાય કે સામાયિક એ વસ્તુરૂપે શ્રી તીર્થકરોએ ઉપદેશ્ય અને સૂત્રરૂપે શ્રી ગણધરેએ રચ્યું; પરંતુ તેના દ્વારની એ ગાથાનો એ અર્થ જ નથી, એને ભાવ જુદો જ છે. એ ગાથામાં અર્થ દ્વારા સામાયિક કેણે કર્યું અને સત્ર દ્વારા કોણે રચ્યું એ પ્રશ્નનો ઉત્તર જ નથી. એમાં તો સામાયિક, જે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ આત્મિક પરિણામ છે, તેના વ્યવહાર અને નિશ્ચયદષ્ટિએ કરનારનું નિરૂપણ છે. એ ગાથામાં કહેવામાં આવ્યું છે કે સામાયિકરૂપ આત્મિક પરિણામના નિશ્ચયદષ્ટિથી કર્તા તેના અનુષ્ઠાન કરનારાઓ છે અને વ્યવહારદૃષ્ટિથી તેના કર્તાઓ એટલે ઉપદેશકે, પ્રેરકે અર્થાત સામાયિકરૂપ આચારનું ઉપદેશ દ્વારા પ્રવર્તન કરાવનારાઓ શ્રી તીર્થંકર, શ્રી ગણધર આદિ છે. તે જ વ્યવહારદષ્ટિએ તેના કર્તા કહેવાય. આ અર્થ કે ગાથામાં વપરાયેલા “સ્વામી” શબ્દથી સ્પષ્ટ થાય છે, છતાં તેની ટીકામાં તે એ અર્થ એટલે બધે સ્પષ્ટ કર્યો છે અને તે ગાથાની આગળપાછળનું પ્રકરણ તથા તે ઉપરની ટીકામાં આ મારે કહેલે જ અર્થ અસંદિગ્ધ રીતે પ્રતિપાદન કરવામાં આવ્યો છે. સા. શ એ છે કે જેના દ્વારની પ્રસ્તુત ગાથા સામાયિક અધ્યયનના કર્તાનું પ્રતિપાદન નથી કરતી, પરંતુ સામાયિકરૂપ આત્મિક ગુણના વ્યાવહારિક અને નૈઋયિક કર્તાનું નિરૂપણ કરે છે, જેને શબ્દાત્મક સામાયિક અધ્યયનના કર્તાના નિરૂપણ સાથે કશો જ સંબંધ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org