________________
૯૨૮ ]
દર્શન અને ચિંતન અભ્યાસી માટે અગમ્ય હોવાથી તે મૂળના અભ્યાસમાં દરેકને સાધક થતી નથી. ત્રીજું કારણું પ્રવચનસારીય મૂળ અને ટીકા જુની-નવી દેશી ભાષાઓમાં અનુવાદિત છે, તેથી ગમે તે જિજ્ઞાસુ તેને વાંચી અને ભણી શકે છે, જ્યારે સન્મતિતર્કની બાબતમાં તેમ નથી. તેની ટીકાની વાત તે બાજુએ રહી, પણું એવડા નાનકડાશા મૂળ ગ્રંથને જુની કે નથી કોઈ પણ દેશી ભાષામાં અનુવાદ આજ સુધી ક્યારેય થયો હોય એમ જાણવામાં નથી; કોઈ લેખકે જુના વખતમાં એના ઉપર સંક્ષિપ્ત ટબ સુધ્ધાં લખ્યું નથી. આ અને આનાં જેવાં બીજાં અનેક કારણોથી એ અસાધારણ ગૌરવવાળા ગ્રંથથી માત્ર ગૃહસ્થવર્ગ જ નહિ, પણ જ્ઞાન અને ત્યાગપ્રધાન ભિક્ષવર્ગ સુધ્ધાં મેટે ભાગે અજાણ રહ્યો છે.
જૈનતર્કના સ્વયંભૂ સમ્રાટ ઉપાધ્યાય શ્રીયશોવિજયજીને કણ નથી જાણતું ? તેઓશ્રી દ્રવ્યગુણુપર્યાયના રાસમાં સ્પષ્ટ કહે છે કે જેઓ દ્રવ્યાનુ
ગને વિચાર નથી કરતા અને ક્રિયાકાંડમાં જ મ રહે છે તેઓ નિશ્ચયશુદ્ધ ચારિત્રનું સ્વરૂપ જ નથી જાણતા. એ રીતે દ્રવ્યાનુયોગ-તત્ત્વચિંતનના અભ્યાસનું મહત્તવ બતાવી તેઓએ કહ્યું છે કે તે માટે સન્મતિત વગેરે ગ્રંથ શીખવા અને તેનું મનન કરવું. ખરેખર, ઉપાધ્યાયજીની તીક્ષ્ણ દષ્ટિ વસ્તુસ્થિતિને સ્પર્શ કરે છે, પણ બહારની ધમાધમ અને ઉપરની ટાપટીપમાં રસ લેનાર ત્યાગપ્રધાન ભિક્ષુવર્ગને મેટે ભાગ એ વસ્તુથી બહુ વેગળા હોય એમ લાગે છે; નહિ તે સન્મતિતના નાનામોટા અનેક અનુવાદો અનેક ભાષાઓમાં ક્યારનાયે થયા હતા અને આજે તેનું પાઠ્યક્રમમાં આકર્ષક સ્થાન હોત.
ઉપાધ્યાયજીએ સન્મતિતને જેટલે છૂટથી ઉપયોગ કર્યો છે, જેટલી તે ઉપર વિચારણા કરી છે અને તે ઉપર ટુંછવાયું જેટલું લખ્યું છે તે સન્મતિતના સ્વાભાવિક ગૌરવને શોભાવે તેવું છે. ન્યાયનિધિ વિજયાનંદસૂરીશ્વરે ઉપાધ્યાયજી પછી એ ગ્રંથને સંપૂર્ણ જોયેલે છે એવા નિશ્ચિત પ્રમાણે અમને મળ્યાં છે. શ્રીમદ્ રાજચંદ્ર સન્મતિતર્કનું ગૌરવ ખૂબ ગાયું છે, પણ કોઈએ એને ભાષામાં ઉતાર્યો નથી. એ ગ્રંથનું વરતુ અને તેનું ગૌરવ સર્વગમ્ય થવા માટે તેના સરળ અનુવાદની જ ખાસ જરૂર છે. જે એ ગ્રંથને મધ્યમ પરિમાણને અનુવાદ થઈ બહાર પડી શકે તે અમારી ખાતરી છે કે જેમ તવાથી સર્વત્ર પઠન પાઠનમાં છે તેમ સન્મતિતર્ક પણ એ કક્ષામાં આવે, એટલું જ નહિ, પણ યુનિવર્સિટી સુધ્ધાંમાં દાખલ થાય. એને પ્રાંજલ અનુવાદ વિદેશી વિદ્વાનેને પણ ખરેખર આકર્ષશે. એવો અનુવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org