SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨૬ ] દર્શન અને ચિંતન દૂર કરવા, લેકમાં ચેતન્ય પ્રેરવા અને સામાજિક અંધ વાતાવરણની ઠંડીને ઉડાડવા એમની એ ચિનગારીઓને ચેતવવી આવશ્યક છે. બીજી કૃતિઓ - સન્મતિ ઉપરાંત બીજી પણ કૃતિઓ દિવાકરશ્રીની છે. બીજી કુલ કેટલી કૃતિઓ રચેલી તે જાણવાનું અત્યારે કોઈ સાધન નથી, પણ એ બત્રીસ બત્રીસીઓમાં જે ન્યાયાવતાર ન આવતું હોય તે તે અને કલ્યાણમંદિર સ્તોત્ર પણ તેઓની કૃતિઓમાં ગણવાં જોઈએ. તેઓને નામે ચડેલી કે મનાતી બીજી કેટલીક કૃતિઓ સંભળાય છે, પણ તેમાં વજૂદ જણાતું નથી. અત્યારે તેઓશ્રીની નિશ્ચિત કતિઓમાંથી ઉપલબ્ધ તો સન્મતિ ઉપરાંત ફક્ત એકવીસ બત્રીસી, ન્યાયાવતાર અને કલ્યાણ મંદિર છે. સન્મતિ અને બીજી કૃતિઓ વચ્ચે મુખ્ય તફાવત ભાષા અને વિષય બને છે, કારણ કે બાકીની બધી કૃતિઓ સંસ્કૃતમાં જ છે. બત્રીસીઓ કઈ એક ખાસ વિષય ઉપર નથી, પણ તે જુદા જુદા વિષય ઉપર લખાયેલી છે. શરૂઆતની કેટલીક બત્રીસીઓમાં ભગવાન મહાવીરની અનુપમ સ્તુતિ છે, ત્યાર પછી કેટલીકમાં જૈનેતર દર્શનેનું વર્ણન છે. એમાં વાદકળાનું મર્મ અને વળી એકમાં વિવાદની દુર્દશાનું ચિત્ર છે. ન્યાયાવતારમાં જૈનન્યાયની સ્થાપના અને કલ્યાણમદિરમાં પ્રભુ પાર્શ્વનાથની સ્તુતિ છે. ભારતીય સમગ્ર દર્શનેને અભ્યાસ કરવા માટે ગ્રંથ રચનાની પ્રેરણા આચાર્ય હરિભદ્રને કે માધવાચાર્યને દિવાકરશ્રીની ભિન્ન ભિન્ન દર્શન ઉપરની પ્રૌઢ બત્રીસીઓમાંથી મળી હોય તેમ સ્પષ્ટ લાગે છે. સન્મતિને શુદ્ધ વિષે જૈન તત્ત્વજ્ઞાનને છે, જ્યારે બત્રીસીઓને મુખ્ય વિષય ભારતીય સમગ્ર દર્શનેની મીમાંસા અને તેનું નિરૂપણ એ છે. દાન, શીલ, તપ અને ભાવના સંસ્કારમાં જેનું વારસાગત ચઢિયાતાપણું કબૂલ કરવામાં આવે તો બૌદ્ધિક સંસ્કારનું તેવું ચઢિયાતાપણું બ્રાહ્મણ જતિનું કબૂલ કરવું જોઈએ—એ વાતની સાક્ષી અનેક બ્રાહ્મણ જૈનાચાર્યોની કૃતિઓ પૂરે છે. વૈશ્ય જાતીય શ્રીમાન હેમચંદ્ર અને યશોવિજયજી જેવા તે અપવાદ માત્ર ગણાય. દિવાકરશ્રી જન્મે બ્રાહ્મણ જાતિના અને પિતાની જ પરંપરામાં વ્યાકરણ, કાવ્ય, વેદ અને ઉપનિષદ ઉપરાંત તત્કાલીન સમગ્ર વૈદિક દર્શનોને તેમ જ બૌદ્ધ દર્શનને પી ગયેલા. એમને સંસ્કૃતભાષા ઉપરનો કાબૂ અને કવિત્વ એમની કૃતિઓમાં ચમત્કારક રીતે નજરે પડે છે. પૂર્વાશ્રમના દાર્શનિક પ્રૌઢ અભ્યાસે તેઓની બુદ્ધિને તીક્ષ્ણ અને દર્પણ જેવી સ્વચ્છ બનાવી હતી. હૃદય તેઓનું સરળ અને ગુણપક્ષપાતી હતું. પરીક્ષાશક્તિ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy