________________
સન્મતિતિક અને તેનું મહત્ત્વ
[૯ર૫ દિવાકરશીને અને સન્મતિને પ્રભાવ
વીર અને વિદ્વાન પુરુષની પ્રભા કાંઈ પિતાના જ કુલને વ્યાપીને અટકતી. નથી; એ તે સહસ્ત્રકિરણ સૂર્યની પેઠે બધી દિશાઓને ઝગઝગાવી મૂકે છે.. દિવાકરશ્રી પિતાની પરંપરામાં તે ગવાયા જ છે, પણ એમના તેજોબળથી આકર્ષાયેલા બીજા બીજા વિદ્વાન આચાર્યોએ પણ એમનું ગુણગાન કરવું વિસાયું નથી. હરિવંશપુરાણના કર્તા મહાકવિ જિનસેનાચાર્ય (પ્રથમ) પિતાને, એ ગ્રંથની પ્રસ્તાવનામાં જ્યાં મોટા મોટા પ્રભાવશાળી આચાર્યોનું અને કવિએનું સ્મરણ કરે છે ત્યાં તેમણે અત્યંત આદર સાથે દિવાકરશ્રીને પણ સ્તવેલા છે. એ ઉપરાંત આદિપુરાણના પ્રણેતા બીજા જિનસેનસૂરિ, સિદ્ધિ વિનિશ્ચયના ટીકાકાર અનંતવીર્ય અને પંડિત લક્ષ્મીભદ્ર વગેરે દિગંબર પંડિતોએ પિતાપિતાની કૃતિઓમાં દિવાકરશ્રીના નામને અતિ ઉચ્ચ સ્થાને સ્થાપેલું છે. દિવાકરીની જેમ એમની કૃતિઓનો પણ કાંઈ ઓછો પ્રભાવ વિસ્તરેલો. નથી. તત્વાર્થરાજવાર્તિકના પ્રણેતા ભટ્ટ અકલંકદેવે દિવાકરશ્રીના એક પ્રસિદ્ધ પદ્ય દ્વારા પિતાના વાર્તિકને શેભાવ્યું છે. તત્ત્વાર્થપ્લેકવાર્તિકના કર્તા. શ્રી. વિદ્યાનંદ સ્વામી અપરનામ પાત્રકેસરીજીએ એ વાર્તિકની વ્યાખ્યામાં પિતાના વચનના દઢીકરણ માટે સન્મતિની ગાથાને ઉદ્ધરીને સન્મતિના પ્રામાણનું બહુમૂલ્ય આંકી બતાવ્યું છે. સિદ્ધિવિનિશ્ચય ટીકામાં પણ આચાર્ય અનંતવીર્ય સન્મતિની ગાથાને વિચારતા નથી. દિવાકરશીની કૃતિનો પ્રભાવ કાંઈ આટલેથી જ અટક્યો નથી, પણ વિશેષ વિચારતાં એમ પણ ભાસે છે કે પ્રસિદ્ધ તાર્કિક આચાર્ય અકલંક ભટ્ટની લઘીયસ્ત્રય એ જાણે સન્મતિનું પ્રતિબિંબ જ ન હોય ! આમ ચારે કેર દિવાકરથી અને સન્મતિને પ્રભાવ વિસ્તરે જોઈએ છીએ, ત્યારે આ એક નવાઈ જેવું લાગે છે કે એમની સન્મતિ અને ન્યાયાવતાર સિવાયની બીજી કોઈ કૃતિ ઉપર કોઈએ સાધારણ ટિપ્પણું સરખી પણ કરી નથી. સંભવ છે કે સિદ્ધસેનની તર્કસમીક્ષારૂપ ચિનગારીને લીધે લેક ભડક્યા હોય અને તેમના પ્રતિભાપૂર્ણ પાંડિત્યને લીધે મુગ્ધ થયા હેય. એથી તેઓએ દિવાકરથી અને તેમની કૃતિને ભલે અભિનંદી હોય, પણ પેલી ભડકામણને લીધે તેઓ દિવાકરશ્રીની મહત્તાપૂર્ણ એ બત્રીસીઓને સ્પર્શ કરતાં અચકાયા હેય. વધુ સંભવ તે એ છે કે એ બત્રીસીઓને કોઈ વિરલ પુરુષે જ વાંચી હશે અને એથી જ આજે એ બધી અશુદ્ધ રીતે ઉપલબ્ધ છે કે જેમાં ૩૨-૩ર લેકની માત્ર એકવીશ બત્રીસીઓ છતાંય એના શુદ્ધ સંસ્કરણ માટે ખાસા બત્રીસ માસ તે સહેજે વીતી જાય અને બીજો આયાસ થાય તે તે વળી જુદો જ. હવે તે દેશમાં અજ્ઞાનતાના ધૂમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org