SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકસૂત્રના કર્તા કેણ? [ ૭૪૧ ગણધર–અનન્તરભાવી રે અર્થાત ગણધરવંશજ રિમ મેધાવી આચાર્યોએ રચ્યું તે અંગબાહા. ૨ { જલની ભાષ્યને પાઠ આ પ્રમાણે છે: મથે કુતજ્ઞાન વિષમ દ્રાવવિધમિતિ %િ કૃતઃ પ્રવિશેષ કૃતિ ? વકવેરોષાત્ દૈવિ ! ય મનવમા શે મિપરમषिभिरर्ह द्भिस्तत्स्वाभाव्यात् परमशुभस्य च प्राचनप्रतिष्ठापनफलस्य तीयकरनामकर्मणोऽनुभावादुक्त भगवच्छिध्यैरतिशयवद्भिहतमातिशयवाग्बुद्धिसम्पन्नैर्गणधरैदृब्ध तदङ्गप्रविष्टम् । गणधरानन्तर्यादिभिस्त्वत्यन्तविशुद्धागनैः परमप्रकृष्टवाङ्मतिबुद्धिशक्तिभिराचार्यैः कालसंहननायुर्दोषादल्पशक्तीनां शिष्याणामनुग्रहाय यत् प्रोक्त तदङ्गबाह्यमिति ॥ -ते ज तत्त्वार्थभाष्य, पृ. ९१-९२ વાચકશ્રીને આ ઉલ્લેખ બીજા બધા ઉલ્લેખ કરતાં વધારે પ્રાચીન અને મહત્ત્વનું છે. અન્ય પ્રમાણેનું બળાબળ તપાસતી વખતે પણ એટલું તો ધ્યાનમાં રાખવું જ જોઈએ કે વાચકશ્રી પિતે જે આવશ્યક ગણધરત માનતા હેત અગર ગણધર તથા અન્ય સ્થવિર એમ ઉભયકૃત માનતા હોત તે તેઓ માત્ર “જળઘરઘાટુમાવી” વગેરે આચાર્યકત કદી કહેત નહિ. અંગબાહ્યમાં ગણાતા આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન આદિ સુત્રોના કર્તા સંબંધી બીજા બધા કરતાં તેઓશ્રીને જ વધારે સ્પષ્ટ માહિતી હોવાનો સંભવ છે; કેમ કે (૧) તેઓથી આગમના ખાસ અભ્યાસી હતા, (૨) તેઓશ્રી અને ભગવાન મહાવીર વચ્ચે બહુ લાંબું અત્તર નહિ, અને (૩) જૈન પરંપરામાં તે વખતે જૈન શાસ્ત્રના કર્તા સંબંધી જે માન્યતા ચાલી આવતી તેથી જરા પણ આડુંઅવળું લખવાને તેમને કશું જ કારણે સંભવતું નથી. આ કારણેથી વાચકશ્રીને જરા પણ સંદેહ વિનાને ઉલ્લેખ મને મારે અભિપ્રાય બાંધવામાં પ્રથમ નિમિત્તભૂત થયેલ છે. (૨) વાચકશ્રીના ઉપર ટાંકેલ ભાષ્ય ઉપર શ્રીસિ ગણિની માટી ટીકા છે, જે હજાર કરતાં વધારે વર્ષ જેટલી જૂની તો છે જ. તે ટીકા પહેલાં પણ તત્ત્વાર્થભાષ્ય પર બીજી ટીકાઓ હતી; તેનાં પ્રમાણે મળે છે. પ્રાચીન ટીકાઓને આધારે જ ઉક્ત ભાષ્યની વ્યાખ્યા તેઓ એ કરેલી હોવી જોઈએ. જે પ્રાચીન ટીકાઓ કરતાં તેમને મન જુદો હોત તે જેમ તત્વાર્થભાષ્યનાં અનેક સ્થળોમાં પ્રાચીન મત બતાવી પછી પિતાને મતભેદ બતાવે છે તેમ પ્રસ્તુત ભાષ્યની ટીકામાં પણ તેઓ ચીન તીક કારેનો મતભેદ ટકત; પણ તેઓએ તેમ કર્યું નથી. તે ઉપરથી એ તે સ્પષ્ટ છે કે શ્રસિદ્ધસેન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy