________________
સર્વાંગીણ શાધન અને સમાલોચના
[ ૮૬૭
6
અને થાડું અધૂરું પણ છે. તેમણે અંગ્રેજીમાં પણ અનેક ગ્રંથૈાનાં ભાષાંતર અને સંપાદન કર્યો અને રાજયોગ ’જેવા સ્વતંત્ર ગ્રંથ પણ લખ્યા. મણિલાલની આ કામગીરીનું નિદર્શન નિબંધમાં વિગતે છે અને જિજ્ઞાસુને પ્રેરણા પણ આપે છે.
મણિલાલે અંગ્રેજીમાં લખાયેલ કેટલાંક પુસ્તકા ઉપરથી પોતાની ઢબે તે તે વિષયમાં ગુજરાતીમાં સ્વતંત્ર પુસ્તકા પણ લખ્યાં છે અને તર્કશાસ્ત્ર તેમ જ માનસશાસ્ત્રની પેાતાના દાનિક જ્ઞાનને આધારે નવી પરિભાષા પણ યોજી છે. આ દૃષ્ટિએ તેમના · ન્યાયશાસ્ત્ર ' અને ચેતનશાસ્ત્ર' એ ગ્રંથા ઘણા ઉપયોગી છે.
*
મણિલાલ સમથ ગદ્યસ્વામી તરીકે ઓળખીતા તો છે જ, પણ તેમની ગદ્યશૈલીની ગુણવત્તા વિશે કાઈ એ અદ્યાપિ વિગતે ચર્ચા-સમાલેાચના નથી કરી, જે આ નિબધમાં પહેલી જ વાર જોવા મળે છે. આ ચર્ચા કરતાં લેખકે ગાવધનરામ, નરસિંહરાવ અને ડાકારની ગદ્યશૈલીની વેગવત્તા કરતાં મણિલાલની વૈગવત્તા કેવી ચડિયાતી છે એ તટસ્થભાવે નિરૂપ્યું છે. મુનશીજીની વેગવત્તા સાથે પણ મણિલાલની વેગવત્તાની તુલના કરવામાં આવી છે અને લેખકે બતાવ્યુ છે કે મણિલાલની વેગવત્તામાં જે ઊંડાણુ અને પર્યેષકતા છે, તે મુનશીજીના લખાણમાં વેગ છતાં નથી દેખાતાં.
મણિલાલની સ`દેશીય વિદ્યાવિહાર કરવાની શક્તિએ તેમને લખાણમાં પ્રયોજવાની ભાષા વિશે પણ લખવા પ્રેર્યાં છે. તેમણે બહુ જ યથાર્થ રીતે લેખાના ચાર વર્ગ પાડી તેનાં, સમકાલીન જીવિત લેખામાંથી, ઉદાહરણા પણ આપ્યાં છે, અને પોતાને આદરણીય હાય એવી મનસુખરામ જેવી વ્યક્તિની લેખનભાષા વિશે પણ નિર્ભય ટીકા કરી છે, જ્યારે પોતાના પ્રતિપક્ષી મનાતા રમણભાઈ જેવાની લેખનશૈલીને યથા પક્ષમાં મૂકી આવકારી છે (જુએ પૃ. ૩૦૧-૩૦૩).
મણિલાલ ચિંતક હોવા ઉપરાંત કવિ પણ હતા. તેમણે પોતાનું કવિકમ જુદી જુદી રીતે અજમાવ્યું છે. તેમણે ગેય ઢાળામાં ભજન લખ્યાં છે, તે ગઝલરૂપે ફારસી શૈલીનાં કાવ્યેા પણ રચ્યાં છે. વળી તેમણે થોડાંક વૃત્તબદ્ધ પદ્યો પણ આપ્યાં છે.
પ્રસ્તુત નિબંધ તૈયાર કરવા માટે છાપાં અને સુલભ–દુલભ સેંકડા પુસ્તકાના તેા લેખકે યથાસ્થાન ઉપયાગ કર્યાં જ છે, પણ તેમણે નિબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org