________________
સર્વાગીણ સંશોધન અને સમાલોચના
[ ૮૧૫ સંપાદન આદિ સાહિત્યની વિગતે અને મુક્તમને ચર્ચા કરી છે. ‘કાન્તા” નાટક વિશેની ચર્ચા બે બાબતે તરફ ખાસ ધ્યાન ખેંચે છે. એક તે નવલરામે કાન્તા' નાટકની કરેલી ટીકાને જે સમર્થ જવાબ અપાય છે તે (જુઓ પૃ. ૧૯૮–૨૦૧.), અને બીજી એ કે “કાન્તા' નાટક મુંબઈ કંપનીએ ભજવ્યું તે કેવું નીવડ્યું એની સાચી માહિતી તેના જાણકાર વવૃદ્ધ સુપ્રસિદ્ધ નટ જયશંકરભાઈ (સુંદરી) પાસેથી મેળવી આપી છે તે (જુઓ પૃ. ૨૦૪).
નૃસિંહાવતાર” નાટક એ જ કંપનીની માગણીથી રચાયું અને ભજવાયું. તેણે પ્રેક્ષક અને વિદ્વાને ઉપર જે અસર કરેલી તેની યથાર્થ માહિતી પણ તે જ નાટક ભજવવામાં પ્રત્યક્ષ ભાગ લેનાર શ્રી. જયશંકરભાઈએ પૂરી પાડી, એની પણ લેખકે નેંધ કરી છે, જે મહત્વની કહેવાય. “નૃસિંહાવતાર ” અદ્યાપિ અપ્રકટ છે, પણ હવે થોડા જ વખતમાં પ્રકાશિત થશે અને રસિકે એની ગુણવત્તા પણ જોઈ શકશે.
“ગુલાબસિંહ” ની ચર્ચા લેખકે વિસ્તારથી કરેલી છે. સ્વ. નવલરામ ત્રિવેદીએ એનું મૂલ્યાંકન કરવામાં જે ભૂલ કરેલી તે દર્શાવવા ઑર્ડ લિટનલિખિત મૂળ અંગ્રેજી નવલકથા “ઝેનની’નાં અવતરણો લઈ “ગુલાબસિંહ'ના તે તે ભાગની સવિસ્તર તુલના કરી છે, અને સાચી રીતે સાબિત કર્યું છે કે
ગુલાબસિંહ” જેકે ઉક્ત અંગ્રેજી નવલકથા ઉપરથી લખાય છે, પણ તે નથી અક્ષરશઃ અનુવાદ કે મોટે ભાગે અનુવાદ, પણ “ગુલાબસિંહ” એ એક સ્વતંત્ર રૂપાંતર છે. “સરસ્વતીચંદ્રના પ્રકાશન પહેલાં જ “ગુલાબસિંહ” કકડે. કકડે પ્રસિદ્ધ થયે જતું હતું. મણિલાલની નવલકાર તરીકેની શક્તિ એમાં સ્પષ્ટ છે.
નિબંધમાં મણિલાલના આત્મચેરિત વિશે પણ ઈશારે છે. આત્મચરિત લભ્ય છતાં આજ લગી પૂરેપૂરું પ્રસિદ્ધ થયું નથી. નિબંધલેખકે ઘણી જહેમત લઈ એ આખું આત્મચરિત જોઈ લીધું અને તે ઉપરથી પ્રસ્તુત નિબંધમાં તે વિશે ચર્ચા કરી છે. મણિલાલ પહેલાં લખાયેલ દુર્ગારામ અને નર્મદનાં આત્મચરિતે જાણીતાં છે, પણ મણિલાલનું આત્મચરિત તદ્દત જુદી જ કેનુિં છે. એમાં સત્યને ભારેભાર રણકાર છે. લેખકે ગાંધીજીના આત્મચરિતના મુકાબલે મણિલાલનું આત્મચરિત કેવું ગણાય તેની નિખાલસ ચર્ચા કરી છે.
- મણિલાલ એક સમર્થ નિબંધકાર તરીકે જાણીતા છે. એમણે લગભગ દેઢ હજાર પાનાં જેટલા નિબંધ લખ્યા છે. એ નિબંધેની પરીક્ષા લેખકે તટસ્થભાવે કરી છે અને નર્મદ, રમણભાઈ નરસિંહરાવ અને ઠાકોર આદિ સાથે તુલના કરી તેની ગુણવત્તા પણ દર્શાવી છે.
૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org