________________
સર્વાગીણ સંશોધન અને સમાલોચના .
[ ૮૬૩ લેતું ગંજાવર લખાણ—અને તે પણ મૌલિક–કર્યું તેની શક્તિ અને પ્રતિભા કેટલી હશે એનું તે માત્ર અનુમાન જ કરવાનું રહે છે. કદાચ આ જ અભિપ્રાયથી શ્રી. આનંદશંકર ધ્રુવ જેવા પરિમિતભાષી વિદ્વાને તેમને વિશે અહોભાવ દર્શાવેલ અને પ્રશંસાપુષ્પો વર્ષવેલાં. સંસ્કાર–પીઠિકામાં પૂર્વ-પશ્ચિમના સંઘટ્ટને લીધે ઊભી થયેલી પરિસ્થિતિ અને તેમાંથી મણિલાલ જેવાનો કેવી રીતે ઉદ્ભવ થયે એ વસ્તુ એગ્ય રીતે ચર્ચવામાં આવી છે. એ ચર્ચામાં ઓગણીસમા સૈકાના પશ્ચિમ ભારતના સાંસ્કારિક ઈતિહાસની બધી કડીઓ જોવા મળે છે. ઓગણીસમા સૈકાનું તાદશ ચિત્ર જેવા ઈચ્છે તેવા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને માટે આ સંસ્કારપીઠિકા પૂરતી છે.
બીજા પ્રકરણમાં ધર્મ અને તત્વજ્ઞાનને લગતા મણિલાલના લેખો, પુસ્તકે આદિને લઈ ચર્ચા કરવામાં આવી છે. “અભ્યાસ” નામની લેખમાળા, “સિદ્ધાંતસાર' નામનું સ્વતંત્ર પુસ્તક, “પ્રાણુવિનિમય” નામક સ્વતંત્ર પુસ્તક અને
ગીતા ને સભાષ્ય અનુવાદ ઇત્યાદિ તેમની બધી જ પ્રાપ્ય કૃતિઓને લઈ લેખકે વિચારણા કરેલી છે. આ વિચારણુ કરતી વખતે જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં સર્વત્ર આ દેશના તેમ જ પરદેશના વિદ્વાનોની કૃતિઓ સાથે તુલના પણ કરવામાં આવી છે. એ તુલના કરતાં કોઈ પણ સ્થળે મણિલાલ વિશે અત્યુક્તિ કરવામાં નથી આવી અને છતાં મણિલાલનું ધર્મ તેમ જ તત્ત્વજ્ઞાન વિશે મૌલિક દૃષ્ટિબિંદુ શું હતું તેની સ્પષ્ટતા કરવામાં આવી છે. મણિલાલની મુખ્ય દષ્ટિ અભેદલક્ષી હતી. તે કેવલબ્રભાતને પારમાર્થિક સત્યરૂપે સ્વીકારી તેને વ્યવહારના દરેક ક્ષેત્રમાં કઈ રીતે વિનિયોગ કરે એ ભાવનાથી બધું લખતા–વિચારતા. તેમની અદ્વૈત વિશેની સ્થિર -ધારણને લીધે ઘણા વ્યવહારુ અને ઉપરછલી દૃષ્ટિ ધરાવનારા લોકોને તેઓ અગમ્ય જેવા લાગતા. છતાં તેમણે પોતાનું વક્તવ્ય યુક્તિ, શાસ્ત્ર અને અનુભવને આધારે સ્પષ્ટ કરવામાં કચાશ રાખી નથી, એમ તેમનાં લખાણો વાંચતાં આજે પણ લાગે છે. આચાર્ય ધ્રુવ ચાલુ સૈકાના ગુજરાતી સાક્ષરેમાં શિરેમણિ છે, પણ તેમનાં લખાણોમાંની ધર્મ તેમ જ તત્વજ્ઞાન વિશેની ઘણી વિચારશુઓની પૂર્વ પીઠિકા મણિલાલનાં લખાણમાં મળી રહે છે. એમ કહી શકાય કે મણિલાલે ચર્ચેલા ધર્મ અને તત્ત્વજ્ઞાનના મુદ્દાઓને આનંદશંકરભાઈએ પ્રસન્ન શૈલીએ વધારે સ્પષ્ટ કર્યા અને વિકસાવ્યા. નિબંધના લેખકે મણિલાલની આ શક્તિ પારખી તેમની તદિષયક કૃતિઓનું સમાલોચન કર્યું છે અને જ્યાં મણિલાલના નિરૂપણમાં કે વિચારમાં કોઈ ક્ષતિ દેખાઈ ત્યાં તે દર્શાવ્યું પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org