________________
- દર્શન અને ચિંતન તત્ત્વ હેાય તેય તે આંખે વળગે અને કાનને પકડે એવી રીતે ઉઠાવ પામતું નથી, અને કોઈ તત્ત્વ ખટકે એવું હોય તે તે તેમાંથી દૂર થવા પામતું પણ નથી. કેટલીક જૈન કથાઓની બાબતમાં કોઈક આવું જ બન્યું હોય તેમ મને લાગે છે. જૈન સાહિત્યમાં કેટલીક કથાઓ એવી આકર્ષક અને માનવતાના. ઉત્કર્ષની દષ્ટિએ ઉપયોગી તત્ત્વ ધરાવતી છે કે જે તે સુયોગ્ય લેખકની કળાના નવનવ સંસ્કાર પામતી રહે તે, કયારેય પણ વાસી ન થાય અને સદાય. પ્રજાને દીપિકાની ગરજ સારતી રહે.
કુશળ લેખક પિતાના અનુભવનાં નાનાંવિધ પાસાંઓને પૌરાણિક, ઐતિહાસિક કે કલ્પિત-અકલ્પિત મિશ્ર પાત્રોના આલેખન દ્વારા એવી ઉઠાવદાર, કળાથી તેમ જ રસસંભૂત છટાથી રજૂ કરે છે કે જેથી વાંચનાર-સાંભળનાર વર્ગની જિજ્ઞાસા કુંઠિત થવાને બદલે ઉત્તરોત્તર વધતી ચાલે અને જેના રસાસ્વાદ દ્વારા વાચક કે શ્રેતાને ન થાય શ્રમને અનુભવ કે ન રહે સમયે વીયાનું ભાન! વાર્તા સામાન્યનું મારી દૃષ્ટિએ આ લક્ષણ છે, જે નાની કે મેટી બધી નવલ કે નવલિકાઓને આવરે છે. હું પોતે તે એ લક્ષણમાં એટલું પણ ગર્ભિત રીતે સમાયેલું માની જ લઉં છું કે લેખકની કળા વાચક અને શ્રેતામાં વિવેક તેમ જ સાહસ પ્રગટાવે તેવી જ હોય. એવી કળા વિનાનાં લખાણ છેવટે વાચક કે શ્રેતાને ઊર્ધ્વગામી ન બનાવતાં નીચે જ પાડે છે –એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે. | ગુજરાતી ભાષામાં નવલ-નવલિકાઓનું સાહિત્ય ઠીક ઠીક પ્રમાણમાં રચાયું છે, અને હજી રચાયે જાય છે. એણે વાચકેને ચાહ પણ ઠીક ઠીક મેળવ્યો છે. કેવળ પ્રાચીન સાહિત્યનાં પાત્રોના આલંબનવાળું જે નવલનવલિકા સાહિત્ય અત્યાર લગીમાં પ્રસિદ્ધ થયું છે, તેમાં જૈન કથા-સાહિત્યને આધારે નવલ-નવલિકાઓનું રુચિર સર્જન કર્યું હોય તે તે મારી જાણ મુજબ એકમાત્ર “સુશીલે” કર્યું છે, અને તેમની તે કૃતિ તે “અર્પણ” નામક નવલિકાઓનો સંગ્રહ. ત્યારબાદ જૈન કથા-સાહિત્યના વિશાળ ખજાનામાંથી જાની, નાનીમોટી સ્થાઓનો આધાર લઈ તેનાં અતિહાસિક કે કલ્પિત પાત્રોના અવલંબન દ્વારા નવા યુગની રસવૃત્તિ અને આવશ્યકતાને સંતોષ એવા સંસ્કારેવાળું કથાસંવિધાન કરનાર, હું જાણું છું ત્યાં સુધી, “જયભિખુ” એ એક જ છે.
જયભિખ્ખું” ભણતરની ચાલુ ડાકેરી છાપ પ્રમાણે તે નથી ભણ્યા એમ જ એક રીતે કહી શકાય. નથી એમણે સ્કૂલનું ભણતર પૂરું કર્યું કે નથી કેલેજમાં પગ મૂક્યો. શાસ્ત્રોની કે સંસ્કૃત-પ્રાકૃતની જૂની પંડિતાઈના અખા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org