________________
અનધિકાર ચેષ્ટા
[ ૮ર બુદ્ધવની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનાર ઉમેદવાર તે બોધિસત્વ. બૌદ્ધ પરંપરા, અવતારવાદ કે દેવ-અસુર વર્ગના વિગ્રહને આધારે વિચાર નથી કરતી, પણ તે સત-અસત્ વૃત્તિનાં અથવા દેવી-આસુરી વૃત્તિનાં દૂધને અવલંબી જડતા, પ્રમાદ, ક્રોધ જેવી આસુરી વૃત્તિઓનો પ્રસ્તા, પુરુષાર્થ અને ક્ષમા જેવી “વી. વૃત્તિઓ દ્વારા પરાભવ કથાઓમાં ચિત્રિત કરે છે અને દર્શાવે છે કે જે વ્યક્તિ દૈવી વૃત્તિઓના વિકાસની પરાકાષ્ઠા-પારમિતા સાધે છે તે જ બધિસત્ત્વ, અને તે જ ક્રમે બુદ્ધત્વ પ્રાપ્ત કરે છે. અન્ય પરંપરાઓની પેઠે બૌદ્ધ પરંપરા પણ પુનર્જન્મવાદને આશ્રય લઈ પારમિતાની સિદ્ધિ જન્મજન્માંતરના પુરુષાર્થ દ્વારા વર્ણવે છે. આ માટે બૌદ્ધ પરંપરાએ તથાગત બુદ્ધના પૂર્વજન્મોને લગતી પારમિતાની સાધના સૂચવતી સેંકડો મનોરંજક કથાઓ રચી છે, જે જાતકકથા નામથી વિશ્વવિખ્યાત છે. જાતકકથાઓ સિવાય પણ બૌદ્ધ પાલિવાડ્મયમાં કથાઓ આવે છે, પણ વિશેષ ધ્યાન તે જાતક કથાઓ જ ખેંચે છે.
જૈન પરંપરાનું કથા-વાલ્મય જેટલું પ્રાચીન છે તેટલું જ વિશાળ પણ છે. એની વિશેષતા કર્મવાદના ખુલાસાને કારણે છે. જીવનમાં જે સુખદુઃખનાં તડકા-છાયાનું પરિવર્તનશીલ ચક્ર અનુભવાય છે, તે નથી ઈશ્વરનિર્મિત કે નથી દેવપ્રેરિત, નથી સ્વભાવસિદ્ધ કે નથી નિયતિતંત્ર. તેનો આધાર છવની પિતાની સદ્-અસત્ વૃત્તિ એ જ છે. જેવી વૃત્તિ એટલે કે બુદ્ધિ અને પુરુ. વાર્થ તેવી જ કર્મચેતના, અને તેવી જ ફળચેતના. માણસ પોતે જેવો. છે તે તેના પૂર્વ–સંચિત સંસ્કાર અને વર્તમાન સંસ્કારનું પ્રતિબિંબ છે. તે જે થવા માગે તે સ્વપુરુષાર્થથી બની શકે. આખું ભાવિ એના પિતાના જ હાથમાં છે. આ રીતે જીવનમાં ચારિત્ર ને પુરુષાર્થને પૂર્ણ અવકાશ આપવાની દષ્ટિએ જ જૈન કથા-સાહિત્ય મુખ્યપણે લખાયેલું છે.
લેકને મોઢે મોઢે અને ઘરે ઘરે રમતું લેકકથાસાહિત્ય અજ્ઞાત કાળથી ચાલ્યું જ આવે છે, અને તેમાં નવા નવા ઉમેરાઓ પણ થતા રહ્યા છે. એની સદા વહેતી ગંગામાંથી ઉપર દર્શાવેલી ત્રણે પરંપરાઓએ પોતપોતાની માન્યતા ને પિષવા અને સંપ્રદાયને પુષ્ટ કરવા પિતાપિતાને ફાવે તે તે કથાઓને લઈ તેને નવા નવા ઘાટને આકાર આપ્યા છે. કથા મૂળ એક જ હોય, પણ તે વ્યાસના હાથે એક રૂપ પામી, બૌદ્ધ ભિક્ષુક અને જૈન નિને હાથે વળી તેથી જુદા આકાર પામી. જેઓ ઉક્ત ત્રણે પરંપરાઓના કથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org