________________
૨૨૮ ]
દર્શન અને ચિંતન
ધારણ કાટિનું છે. કદાચ પ્રાચીનતાની દૃષ્ટિએ એ બધામાંય મુઝગ પણ હાય. ભારતે એટલા બધા દાનવીરા, રણવીરા અને ધવીરા પેદા કર્યાં છે કે તેની આસપાસ ગૂંથાયેલું અને ગૂંથાતુ જતુ સાહિત્ય એક અજબ ખુમારી પેદા કરે છે. એમ તા ભારતીય સાહિત્યના કાંઈ ચાકા પાડી ન શકાય; ભાષા ને સંસ્કારની દૃષ્ટિએ બધી પરંપરાઓમાં ધણું સામ્ય છે, છતાં કાંઈક કાંઈક જુદી પડતી માન્યતાઓ અને જીવનગત જુદાં જુદાં વલણાને લીધે ભારતીય કથા–સાહિત્યને મુખ્યપણે ત્રણ પ્રવાહમાં વહેંચી શકાય ઃ ૧. વૈદિક અને પૌરાણિક, ૨. બૌદ્ધ, ૩. જૈન.
વૈદિક અને પૌરાણિક ગણાતા કથા-સાહિત્યમાં એક તરત નજરે ચઢે એવી કલ્પના તેને બીજા એ પ્રવાહાથી જુદું પાડે છે. એ કલ્પના તે દેવાસુરસગ્રામની. દેવા અને અસુરા મૂળે કાળુ હતા, તેમના સંગ્રામ કારે અને કયે નિમિત્તે તેમ જ કયાં થયેલા——એ બધું આજે તદ્દન સ્પષ્ટ નથી, પણ એ સંગ્રામની કલ્પના કયારેક વાર્તામાં દાખલ થઈ. પછી તે એ કલ્પના વ્યાસા અને પૌરાણિકા માટે કામદુધા ધેનુ બની ગઈ. એ કલ્પનાની ભૂમિકા ઉપર એટલું બધુ વૈદિક અને પૌરાણિક સાહિત્ય રચાયું છે કે તે જોતાં આશ્રય માં ગરક થઈ જવાય છે. અંતરેય અને શતપથ બ્રાહ્મણમાં દેવાસુર–સંગ્રામના સંકેત એક રીતે છે, જ્યારે છાંદોગ્ય અને બૃહદારણ્યક જેવાં ઉપનિષદોમાં તેના ઉપયોગ કથારૂપે તત્ત્વજ્ઞાનના વિકાસમાં થયા છે. અને મહાભારત જેવાં મહાકાવ્યા અને પુરાણામાં તે એ કલ્પના વિના જાણે વ્યાસા આગળ જ વધી શકતા નથી. મહાદેવને ઉભા સાથે પરણાવવા હોય કે કંસ જેવાના વધ કરાવવા હોય કે લેખકે પેાતે માની લીધેલા બૌદ્ધ-જૈન જેવા નાસ્તિક અસુરાને નરકે મેકલી વૈદિકઆસ્તિક દેવાનું રાજ્ય સ્થાપવુ હોય કે ભાવ જેવા વંશને અસુર ાટીમાં મૂકવા હાય તો તેને પ્રાચીન કાળથી ચાલી આવતી દેવાસુર-સંગ્રામની કલ્પના ભારે મદદગાર થાય છે. એકમાત્ર દેવાસુર–સંગ્રામની કલ્પનાને આશ્રય કરી તેને આધારે નાનાંમોટાં કેટલાં વાર્તાઓ, આપ્યાના ને આખ્યાયિકાએ રચાયાં છે, એ જો કાઈ સર્વાંગીણ શેાધપૂર્વક લખે તેા તે ખાતરીથી પીએચ. ડી. ની ડિગ્રી મેળવે અને તેમાં રસ પણ જેવા તેવા નથી. દેવાસુર-સંગ્રામની કલ્પનાની સાથે જ અવતારવાદ સંકળાયેલા છે. એટલે વૈદિક કે પૌરાણિક કથા-સાહિત્યમાં તે કાઈ ને કાઈ રૂપે ભાગ ભજજ્ગ્યા વિના રહેતા જ નથી.
ખૌદ્ધ કથા-સાહિત્ય એનાં વિશિષ્ટ લક્ષણાથી નાખું તરી આવે છે. એમાં ખાસ ધ્યાન ખેંચે એવું લક્ષણ તે એધિસત્ત્વની પારમિતા
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org