________________
અનધિકાર ચેષ્ટા
[ ૮ર૭. (ઘર) છડી અનગાર (ભિલાવી) થયેલા તેવા અનેક પ્રકારના શ્રમણે પણ પિતાની સમગ્ર પ્રવૃત્તિ અને લકસંગ્રહકારી વૃત્તિ કથા-વાર્તા દ્વારા પિષતા. તેમાંથી અનેક પ્રતિભાશાળી નવસર્જન કરતા, તે બીજા કથક કે કથિક તરીકે જ જીવનયાપન કરતા. તેથી જ સંસ્કૃતિના ચઢતા-ઊતરતા બધા જ સ્તરવાળા સમાજમાં અને જુદી જુદી ભાષા બોલનારા બધા જ વર્ગોમાં તે તે ભાષામાં ખેડાયેલું અને સચવાયેલું કથાસાહિત્ય મળી આવે છે. આપણે
જ્યારે ધ્યાનપૂર્વક આ કથાસાહિત્ય વાંચીએ છીએ, ત્યારે આપણી સામે જાણે આખો ભૂતકાળ વર્તમાન થતો હોય, એમ ભાસે છે. આ વાર્તાને સર્જન અને પ્રચાર-પ્રવાહ તે નદીના અખંડ સ્ત્રોતની પેઠે વહેતો જ આવ્યો છે. કોઈ અસાધારણ પ્રતિભાવાળો વાર્તાકાર જન્મે ત્યારે એ ભૂતકાળના પાયા ઉપર નવી નવી ઘટનાઓ અને કલ્પનાઓને આધારે ન આકર્ષક વાર્તા–મહેલ ઊભી કરે છે. પછી લેકચિ કાંઈક નવી દિશાએ વળે છે. નવી દિશાએ વળેલી લેકચિ નવા વાર્તાકારને નવી રીતે લખવા પ્રેરે છે. એમ નવસર્જનથી લેકચિ અને લેકસચિથી પુનર્નવસર્જન ઘડાતાં જ ચાલ્યાં આવ્યાં છે. તેથી જ આપણે વાર્તા–સાહિત્યની જુદી જુદી કક્ષાઓ અને ભૂમિકાઓ જેવા પામીએ છીએ. આજે તે વાર્તાકળાની એટલી બધી કદર થઈ છે, અને તે એટલી બધી વિકસી છે કે તેના જ્યોર્જ બર્નાર્ડ શે, પર્લ બક, ગાલ્યવધ, આનાતાલ ફ્રાન્સ જેવા સર્જકેને નોબેલ પ્રાઈઝ સુધ્ધાં મળ્યું છે. અને પ્રાચીન કાળમાં જેમ બાણાવળી તરફ સહુની નજર જતી અને સ્વયંવરમંડપમાં કન્યા તેને પસંદ કરતી, તેમ આજે આપણાં બધાંની દૃષ્ટિ એવા કુશળ વાર્તાકાર ભણી જાય છે, અને સ્વયંવર તે આપઆપ જ સર્જાય છે.
લગભગ છેલ્લી શતાબ્દીમાં બંગાળી, હિંદી અને મરાઠી જેવી પ્રાન્તીય ભાષામાં પાશ્ચાત્ય સંસ્કારનું પ્રતિબિંબ ઝીલતી અને આર્ય સંસ્કૃતિને પડઘો પાડતી અનેક નવલ–નવલિકાઓ અસ્તિત્વમાં આવી. ગુજરાતે પણ એ દિશામાં મંગળ પ્રયાણ કર્યું. નવો યુગ બેસી ગયો અને પછી તો અનેક લેખકે વાર્તાની રંગભૂમિ પર ઉપસ્થિત થયા. મુદ્રણ અને પ્રકાશયુગે લખનાર-વાંચનારને એટલી બધી સગવડ કરી આપી કે બે વર્ગ વચ્ચેનું દેશ કે કાળનું અંતર જ લુપ્ત થયું. એ સૂચવે છે કે વાર્તાતત્વ મળે જ વ્યાપક છે, એ કૃત્રિમ બંધનેથી પર છે.
ભારતને પોતાનું કથાસાહિત્ય છે, અને તે જેવું તેવું નહિ, પણ અસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org