SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ કાંડ २७ (જ્ઞાનના વિષય ન બનનાર શબ્દો વડે અર્થને પ્રકટ કરી શકાતો નથી. (શ્રોતાને) અજ્ઞાત એવા શબ્દો (માત્ર અસ્તિત્વથી અર્થોના પ્રકાશક બનતા નથી; તેથી શબ્દના રૂપનું નિર્ધારણ થયું ન હોય ત્યારે (તમે) શું કહ્યું એમ પૂછવામાં આવે છે. અર્થને પ્રકટ કરવાનો હોય ત્યારે ઇન્દ્રિયેના સ્વરૂપનું તે પ્રમાણે પહેલેથી ગ્રહણ થતું નથી. (૫–૫૮) ૫૭-૫૮.૧. શબ્દોના સ્વરૂપનું ગ્રહણ થાય તો જ તે અને પ્રગટ કરે છે. પણ અર્થ પ્રગટ થવામાં ઇન્દ્રિયોના સ્વરૂપનું પહેલાં ગ્રહણ જરૂરી નથી. ઈન્દ્રિયે સત્તા માત્રથી અર્થની ગ્રાહક બને છે રચતોડનિસ્તૃતપરવાર્ એવો પાઠ લેતાં “પિતાની મેળે (શબ્દના) રૂપનું નિર્ધારણ થતું ન હોય ત્યારે' એવો અર્થ થશે. भेदेनावगृहीतौ द्वौ शब्दधर्मावपोद्धृतौ । भेदकार्येषु हेतुत्वमविरोधेन गच्छतः ।।५९।। (શબ્દ સ્વરૂપથી) જુદા છે એવા આરોપને કારણે જુદા છે એમ જાણેલા આ (ગ્રાહ્યત્વ અને ગ્રાહકત્વ એવા) બે શબ્દધર્મો ભેદ ઉપર આધાર રાખનારા (સંજ્ઞાસંગ્નિસંબંધ જેવા) વ્યવહારનું, વિરોધ વિના, કારણ બને છે. (૫૯) ૫૯૧. આ કારિકાને કારિકા ૫૬ પછી તરત જ લેવી જોઈએ, તેથી અર્થવ્યવસ્થા બરાબર થશે. એક જ “અગ્નિ ' શબ્દમાં ગ્રાહ્યત્વ અને ગ્રાહકત્વ એવા બે શબદધર્મો, જુદા સમજાતા હોવા છતાં, તે એક જ અગ્નિ શબદ અંગે સંજ્ઞા અને સંજ્ઞી એમ બે રીતે કાર્ય કરે છે. મને (પા સ.૪ ૨.૩ ) માંનો અગ્નિ શબ્દ સંજ્ઞા છે અને વ્યવહારમાંના અગ્નિ શબ્દ સંની છે. * વરી. वृद्धथादयो यथा शब्दाः स्वरूपोपनिबन्धनाः । आदेच्प्रत्यायितैः शब्दैः संबन्धं यान्ति संज्ञिभिः ॥६०॥ अग्निशब्दस्तथैवायमग्निशब्दनिबन्धनः । अग्निश्रुत्येति संबन्धमग्निशब्दाभिधेयया ॥६१॥ જેમ “વૃદ્ધિ વગેરે સંજ્ઞાશબ્દ સ્વરૂપના બાધક બનીને. “આહૈ' પ્રત્યાહાર વડે જણાવાયેલા મા વગેરે સંજ્ઞી શબ્દો સાથે સંબંધને પામે છે, તેમ (ચર્ય ! પા.સૂ. ૪.૨.૩૩માંનો) અનિ શબ્દ અગ્નિ એવા) સ્વરૂપનો બંધ કરાવીને સૂત્રમાંના અનિ શબ્દ વડે જણાવાયેલા પ્રગમાંના અગ્નિ શબ્દ સાથે (સંજ્ઞાસંગ્નિભાવ) સંબંધને પામે છે. (૬૦-૬૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy