SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ કર વાકષ૫દીય તેને તુચં: સૂત્રમાં તેના પદ પહેલું પ્રાપ્ત થાય છે. ક્રિયા શબ્દ તેનું વિશેષણ બને છે ત્યારે પ્રકૃત્યથવિશેષણ પક્ષમાં ઉપમાન એવી ક્રિયા સાધારણ ધર્મનો આશ્રય કરતી હોવાથી શુદ્ધ અને એકલી અર્થાત સાધારણ ધર્મ વિનાની રહેતી નથી. આમ બને ત્યારે ક્રિયાને લાક્ષણિક અર્થાત ગૌણ સમજવામાં આવે છે. क्रियान्तरेषु सापेक्षाः क्रियाशब्दाः क्रियान्तरे । उपकाराय गृह्यन्ते यथैव ब्राह्मणादयः ॥४५३॥ જેમ બ્રાહ્મણ વગેરે (શબ્દ ઉપમેયના નિશ્ચયરૂપ ઉપકાર માટે પ્રયોજવામાં આવે છે, તેમ ઉપમાનથી જુદી ક્રિયાના ઉપકાર માટે ક્રિયાશબદો બીજી ક્રિયાઓની અપેક્ષા રાખતા હોય છે તેમ સમજવામાં આવે છે. (૪૫૩) यथा प्रकर्षः सर्वत्र निमित्तान्तरहेतुकः । द्रव्यवद् गुणशब्देऽपि स निमित्तमपेक्ष्यते ॥४५४॥ જેમ પ્રકર્ષ બધે કંઈક બીજા નિમિત્ત ઉપર આધાર રાખે છે તેમ, દ્રવ્યવાચક શબ્દની જેમ ગુણશબ્દમાં પણ તે (પ્રકર્ષ) બીજા નિમિત્તની અપેક્ષા રાખે છે. (૪૫૪) દ્રવ્યને પિતાને પ્રકર્ષ કે અપકર્ષ તો નથી એવા ન્યાયને કારણે કેઈક બીજા ધમની અપેક્ષા રહે છે. સુતર: વટઃ | માં પિતાની સાથે જોડાયેલા શુકલ ગુણ રૂપી નિમિત્તની અપેક્ષા પટને હેય છે; એ પ્રમાણે જ્યારે શુકલ ગુણને પ્રકર્ષની અપેક્ષા રહે છે ત્યારે દ્રવ્યરૂપ બનતો ગુણ ભાસ્વરવ એવા બીજા નિમિત્તાની અપેક્ષા રાખે છે અને તેથી જીવર હ્ય હાં એમ કહેવામાં આવે છે અહી ભાસ્તરત શુક્લ ગુણના પ્રાર્થનું નિમિત્ત બને છે. यो य उच्चार्यते शब्दः स स्वरूपनिबन्धनः । यथा तथोपमानेषु व्यपेक्षा न निवर्तते ॥४५५॥ જે શબ્દ ઉચ્ચારવામાં આવે છે તે તેના સ્વરૂપ ઉપર આધાર રાખે છે, તેમ ઔપમ્યમાં પણ કઈક સાધારણ ધર્મની અપેક્ષાનો અભાવ હોતો નથી. (૪૫૫) સ્થાન અને પ્રયત્નરૂપી નિમિત્તના આશ્રયવાળે ક્રમવાન શબ્દ પ્રયોગમાં પ્રાપ્ત થનારા તેના સ્વરૂપ ઉપર આધાર રાખે છે તેમ પામ્ય પણ ઉપમાન અને ઉપમેયની વચ્ચે સાધારણ ધર્મ રૂપે રહેલા નિમિત્તની અપેક્ષા રાખે છે. આવી અપેક્ષા કદી દૂર થતી નથી. क्रियावृत्तेस्तृतीयान्तस्यैवं चासंभवे सति । प्रसिद्भन्यायकरणो भाष्ये युजिरुदाहृत. ॥४५६।। આ પ્રમાણે તૃતીયાન્ત શબ્દ ક્રિયાનું અભિધાન કરનારો બની શકતો ન હોવાથી, જેનું ઔચિત્ય રૂપી અર્થવાળું કરણ પ્રસિદ્ધ છે એવા યુગ ધાતુને પ્રગ ભાષ્યમાં કરવામાં આવ્યા છે, (૪૫૬) • Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy