________________
૬૧૬
જાય૫નીય
વપરાય છે તેમ બીજા (અર્થાત્ ઉપમેય)ની ઓળખાણની અપેક્ષાવાળાને ઉપમાન કહેવામાં આવે છે. (૪૦૭)
કારણ કાર્યની અપેક્ષા રાખે છે છતાં એક બીજાની અપેક્ષાને કારણે, કાર્યકારણભાવનું મિશ્રણ થયું નથી. બને સ્પષ્ટપણે ઓળખાય છે. એ જ પ્રમાણે અપ્રસિદ્ધ ઉપમેયને પ્રસિદ્ધ ઉપમાન ની અપેક્ષા હોવા છતાં પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધનું મિશ્રણ થતું નથી. અને તેથી ઉપમાનોપમેયભાવ સ્પષ્ટ થાય છે.
ગુરુશિથપિતાપુત્રક્રિચારારો થા.
व्यवहारास्तथौपम्यमप्यपेक्षानिबन्धनम् ॥४०८।। જેમ ગુરુ, શિષ્ય, પિતા, પુત્ર, ક્રિયા, કાલ વગેરે વ્યવહારે (બીજા ની અપેક્ષા રાખે) છે તેમ ઉપમાનેપમેયભાવ પણ બીજાની અપેક્ષા રાખે છે. (૪૦)
શિક્ષક શિષ્યની અપેક્ષાએ શિક્ષક છે, બીજા શિક્ષકની અપેક્ષાએ નહિ; શિષ્ય બીજા શિષ્યની અપેક્ષાએ શિષ્ય નથી. પિતા, પુત્રની અપેક્ષાએ પિતા છે; પુત્ર પિતાની અપેક્ષાએ પત્ર છે. પ્રિયા સાધનની અપેક્ષાએ ક્રિયા છે. કાલ, બીજુ કોઈ સમયની અનુલક્ષમાં નક્કી થયેલ ક્રિયાની અપેક્ષાએ કાલ છે. એ પ્રમાણે વનવાસીઓ માટે ગવય ઉપમાન બની શકે પરંતુ, શહેરવાસી માટે તે ઉપમેય બનશે પ્રેમીને ચંદ્રના અનુલક્ષમાં પ્રિયતમાનું મુખ ઉપમાન સમજાશે, બીજને તેવું નહિ સમ જાય.
श्यामत्वमुपमाने चेद् वृत्तं वृत्तौ प्रयुज्यते ।
उपमेयं समासेन बाह्यं तत्राभिधीयते ॥४०९।। જે (શીરવામા) સમાસમાં શ્યામત્વ ઉપમાન તરીકે પ્રયોજાતું હોય તો (આખા) સમાસ વડે કઈ બાહ્ય પદાર્થને ઉપમેય તરીકે જણાવવામાં આવે છે. (૪૯)
સવમાનાનિ સામાન્યતઃ . (૨.૧.૫૫) સૂત્રથી પ્રાપ્ત થતા તપુરુષ સમાસનું રાત્રીથામાં એવું ઉદાહરણ ભાગ્યકારે આપ્યું છે. તે પૂછે છે કે શ્યામા શબ્દ કાને માટે વપરાય છે? તેના જવાબમાં તે જણાવે છે કે રાત્રી માટે વપરાય છે. તો સૈવત નું અભિધાન શેના વડે થાય છે તેના જવાબમાં ભાગ્યકાર જણાવે છે કે સમાસ વડે દેવદત્તાનું અભિધાન થાય છે. આ બાબત આ કારિકામાં જણાવવામાં આવી છે.
શત્રીશ્યામાં સમાસમાં સમાસનો અર્થ દેવદત્તા, સમાસનાં બે પદો રાત્રી અને શ્યામા
પ્રાપ્ત થતું નથી પણ તે અન્ય પદનો અર્થ છે. તો પછી આ સમાસ બહુત્રીહિ થશે. તત્પરપ નહિ થાય. પરંતુ નગા (૨.૧.૩) ઉપરના ભાગ્યમાં ભાષકારે જણાવ્યું છે કે કેટલાક સમાસે પૂર્વ પદાર્થપ્રધાન હોય છે અને કેટલાક અન્ય પદાર્થ પ્રધાન હોય છે આ ઉપરથી સમજાય છે કે અવ્યયીભાવ અને તપુરુષ એવા સમાસ પણ અન્ય પદપ્રધાન હોઈ શકે. વળી રાત્રીશ્યામ ની સિદ્ધિ બહુવ્રીહિ માટેના સૂત્ર અને માર્યા (૨.૨.૨૫) ની પહેલાંનાં સુત્રો દ્વારા થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org