________________
વાકયપદીય
દૃઢતાક્ય (૧.૨.૧૦, ૬ ની પાસેના રુદ્ધ પછી આવતો જે જ્ઞાતિ સન તેને વિત્ પ્રત્યય જે સમ) સત્ર ઉપરના ભાગ્યમાં જણાવ્યું છે કે દ કેવી રીતે ૬ થી પ્રાપ્ત થતે સ્વર જેને અંતે છે એવા ધાતુને અન્યાવયવ બની શકે અને આ અન્યાવયવ તદન નિ હોઈ શકે. (૪થ હિ ફુક્કો નામ : શ્રાધાન્ય; ) આ પૂર્વે પક્ષનું કથન દૃઢતારવ | સૂત્રમાંના અન્ય (છેલ્લો ભાગ) એવા પદને દયાનમાં રાખીને કરવામાં આવ્યું છે. આ ભાષ્યવચનનું હાર્દ એ છે કે અવયવ અને અવયવી તદ્દન ભિન્ન વસ્તુઓ છે. આપણું સંદર્ભમાં સમાન રૂપને કારણે કે પછી જાતિને કારણે ઉપમાન અને ઉપમેયને એક સમજવામાં આવે છે. પરંતુ આવા પરિમિત અભેદને માન્ય ન કરતાં અત્યંત ભિન્નતાને આધારે અન્યત્વને સ્વીકારવામાં આવ્યું છે. સરખા હલારાજ: gafમાધુપમાન મેયયજ્ઞत्यभेदादू रूपसामान्याद्वा कथञ्चिरभेदेऽपि तदनादरेणात्यन्तभेदमाश्रित्यान्यथेवेति संशयविषयता વિતા
अभेदस्य विवक्षायामेकत्व सङ्घसविनोः ।
सङ्घिनोन त्वभेदोऽस्ति तथान्यत्वमुदाहृतम् ॥३९४।। અભેદની વિવક્ષા હોય ત્યારે અવયવી અને અવયવનું એકત્વ સમજવામાં આવે છે. અવયવીના અવય વચ્ચે અભેદ હોતો નથી, તેથી તેમનું જુદાપણું જાહેર કરવામાં આવ્યું છે. (૩૯૪)
સં; એટલે અવયવી અને સંનિ : એટલે અવય. અવયવો અવયવી સાથે અભેદ સંબંધથી જોડાયેલા હોય છે. વરં વૃક્ષાઃ | અથવા ગ્રાહ્યઃ સદા આ ઉદાહરણોમાં એકત્વ અથવા અભેદ સમજાય છે. વન વગેરે શબ્દ સમુદાય રૂપે વૃક્ષ રૂપી અવયવોને જણાવે છે. વૃક્ષા: પ્રયોગમાં આંબા, સાગ વગેરે વૃક્ષ જુદાં હોવાથી તેમના જાતિવિશેષ દ્વારા તે તે વૃક્ષનું ભિન્નત્વ દર્શાવે છે. તેથી અવયવો વચ્ચે અભેદની કપના થઈ શકતી નથી. શિંશપ અને પલાશ વચ્ચે અભેદ સમજવામાં આવતો નથી. તે પ્રમાણે માઠર અને કૌડિન્ય વચ્ચે ભેદ સમજવામાં આવતું નથી. આ પ્રમાણે શબ્દ રૂપી અવયવી સાથે વર્ષો રૂપી અવય અભેદ સંબંધવાળા છે, પરંતુ વર્ષે પોતે એકબીજાના સંદર્ભમાં ભિન્નતાવાળો છે. તેથી જ ભાષ્યકાર, ઉપમાન અને ઉપમેય વચ્ચે ભેદ અને અભેદની ચર્ચા કરે છે.
तत्राभिन्नव्यपेक्षायामुपमार्थो न विद्यते ।
यो हि गौरिति विज्ञाने हेतुः सोऽस्ति गवान्तरे ।।३९५।। ત્યાં (ઉપમાન અને ઉપમેયમાં) અભેદની વિવેક્ષા હોય ત્યારે ઉપમા પ્રાપ્ત થશે નહિ. ગાય ગાય છે એવી સમજણમાં જે કારણ છે તે (કારણ) બીજી ગાયના સંબંધમાં પણ છે. (૩૫)
જે ગુણથી જે પદાર્થ જાણતો હોય તે ગુણ વડે અજાણ્યાની ઓળખાણ થવાથી ઉપમા પ્રગટ થાય છે. જ્યારે સામાન્ય ધર્મ એક સરખો હેયે ત્યારે ઉપમાનું કશું પ્રોજન રહેતું નથી, જેમકે : વ : ..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org