SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ વાકષપદીય ૨૭.૧. મીમાંસકોની અસર નીચે વૈયાકરણો પણ, શુદ્ધ શબ્દના પ્રયોગથી ધર્મપ્રાપ્તિ અને પુણ્યપ્રાપ્તિ થાય છે તેમ માને છે. વૈયાકરણે જણાવે છે કે એક શબ્દ પણ બરાબર જામ્યો હોય અથવા સારી રીતે પ્રયોજ્યો હોય તે સ્વર્ગલોકમાં ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરાવે છે. અથ પ્રાપ્ત કરાવવાની દૃષ્ટિએ “ગે' એવો શુદ્ધ શબ્દ અને ‘ગાવી ” એવો અપભ્રંશ શબ્દ સરખા છે પરંતુ પુણ્ય પ્રાપ્તિ અંગે બંને પરસ્પર વિરોધી છે. ૨૮.૧. પ્રાણીઓનો દેહ અનિત્ય હોવા છતાં મોક્ષ પ્રાપ્તિ થાય ત્યાં સુધી, સતત દેહ ધારણ કરવાની પ્રક્રિયા નિત્ય થતી હોવાથી તેને પ્રવાહ નિત્યતા કહીશું. તે પ્રમાણે શબ્દોને કતક અર્થાત ઉત્પાદ્ય માનવા છતાં પ્રવાહ રૂપે તેમનું અસ્તિત્વ હોવાથી તેમની પ્રવાહ નિત્યતા માનીશું. આ પ્રવાહ નિત્યતા અથવા પ્રવૃત્તિનિત્યતા કહી શકાય. ભર્તુહરિ તેને માટે વ્યવસ્થાનિત્યતા શબ્દ વાપરે છે. હરિવૃષભને મતે સ્વપજ્ઞટામાં બે મતોનો ઉલ્લેખ છે: (૧) શબ્દ નિત્ય છે અને તેથી તેમના ઉપયોગ વખતે તે અભિવ્યક્ત થાય છે. આ મત સાંખ્ય દાર્શનિક વાર્ષગણ્યનો છે. (૨) શબ્દો અનિત્ય છે અને તેથી ઉપયોગ વખતે ઉત્પન્ન થઈ પછી નષ્ટ બને છે. આ મત તૈયાયિકને છે. વ્યવસ્થાનિત્યતા કૂટસ્થનિત્યતાથી જુદી છે. નિત્ય શબ્દોની ધ્વનિઓ વડે અભિવ્યક્તિમાં કૂટસ્થનિત્યતા સમજવી. સાંખ્યોનો પરિણમીનિયતા પક્ષ છે. ક્ષણિકત્વવાદી (બૌદ્ધો)ને મતે અવિચ્છિન્ન પ્રવૃત્તિ એટલે નિત્યતા. सा चेयमनादिरविच्छिन्ना प्रवृत्तिनित्यता । तथा ह्यक्तम् तदपि नित्य यस्मिंस्तत्व न વિજેતે ! મ. માં. ૧. p. ૭. नानार्थिकामिमां कश्चिद्वयवस्थां कर्तुमर्हति । तस्मान्निबध्यते शिष्टैः साधुत्वविषया स्मृतिः ॥२९॥ न चागमाहते धर्मस्तर्केण व्यवतिष्ठते । ऋषीणामपि यज्ज्ञानं तदप्यागमपूर्वकम् ॥३०॥ આ (સાધુશબ્દ)વ્યવસ્થાને કોઈ નિપ્રયોજન કરાવી શકે નહિ; તેથી (શબ્દોના) સાધુત્વરૂપી વિષયવાળી આ (વ્યાકરણ) સ્મૃતિને શિષ્ટ વડે રચવામાં આવી છે.(૨૯) આગમની મદદ વિના (કેવળ શુષ્ક) તર્કથી ધર્મનો નિશ્ચય થતો નથી. ત્રષિઓનું જે જ્ઞાન છે તે પણ આગમમૂલક છે. ૨૯.૧. વ્યાકરણસ્મૃતિ અનાદિ, ગુરુપૂવક્રમથી પ્રાપ્ત થનારી, નિષ્ફળ નહિ જનારી, શિષ્ટ વડે અનુમાનનું કારણ, નિશ્ચિત શબ્દોના નિર્દેશવાળી અને વિદ્વાનેમાં પ્રમાણભૂત છે. હરિકૃષભ જણાવે છે કે આ સાધુશબ્દવ્યવસ્થા શિષ્ટો વડે અવિચ્છિન્નરૂપે પાપ્ત થયેલી છે. તેથી પ્રમાણભૂત છે. શિષ્ટ અર્થાત્ વૈયાકરણે સ્મૃતિને સપ્રયોજન સમજે છે. તે અર્થવ્યવસ્થા ઉપરાંત ધર્મવ્યવસ્થા પણ કરે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy