SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૮ હાયપઠીય द्रव्यस्य ग्रहणं चात्र लिङ्गसंख्या विशेषणम् । द्रव्याश्रितत्वं हि तयोस्ततोऽन्यस्य न सिध्यतः ॥२४६॥ ત્યાં દ્રવ્યને ઉલેખ, લિંગ અને સંખ્યાના વિશેષણ રૂપે છે, તે બને, દ્રવ્યને આશ્રય કરે છે, તેથી તે બીજાના આશ્રયવાળાં સિદ્ધ થતાં નથી. (૨૪૬) વાર્તિક ૮ સિä તું કુળવનેષ ઉપરના ભાષ્યવચન ચરિ તfહું વિમસ્યકમિથી તે : વાર્થ થમમિતિ મતિ સભ્ય સચિ: સહયa ! ના સંદર્ભમાં આ કારિકા રજૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે લિંગ અને સંખ્યા દ્રવ્યના વિશેષણ રૂપે હોય છે. છતાં અહીં ભર્તુહરિ દ્રવ્યને લિંગ અને સંખ્યાના વિશેષણ રૂપે સમજાવે છે. લિંગ અને સંખ્યાના આશ્રય તરીકે દ્રવ્યને સમજાવવાનું કારણ એ છે કે આ લિંગ અને સંખ્યાને ગુણ વગેરે સાથે સંબંધ નથી. વિભકત્પર્યાભિધાન પક્ષમાં વિભકત્યર્થરૂપ સંબંધ બહુત્રહિ વડે વાચ્ય બને છે એમ અનેકવાર કહેવામાં આવે છે. સંબંધ અને અન્ય પદાર્થરૂપ દ્રવ્ય તેમનાં વિશેષણોના સંદર્ભમાં એકસરખાં સમજાય છે. તેથી સંબંધ પણ દ્રવ્ય રૂ૫ સમજવાથી તેને લિંગ અને સંખ્યાની પ્રાપ્તિ થશે, संबन्धिभिन्नसंबन्धपरिच्छिन्ने प्रवर्तते । समासो द्रव्यसामान्ये विशिष्टार्थानुपातिनि ॥२४॥ (બહુવ્રીહિ) સમાસ (તેનાં પદો રૂપી) સંબંધીઓ વડે સીમિત બનતા સંબંધ વડે મર્યાદિત થયેલા અને વિશેષણ રૂપી અર્થ દર્શાવનારા શબદ વડે અનુસરતા દ્રવ્યસામાન્યના વાચક રૂપે પ્રવર્તે છે. (૨૪૭) વિભકાર્યાભિધાન પક્ષમાં બહુવ્રીહિ સમાસ સંબંધ રૂપી વિભકર્થને વાચક બને છે. આ સંબંધ બહુવ્રીહિનાં ઘટક પદે રૂપી સંબંધીઓથી મર્યાદિત બને છે તેનાથી પરિછિન્ન અર્થાત્ સીમિત એવું દ્રવ્યસામાન્ય બહુવીહિ વડે દર્શાવાય છે. દ્રવ્યસામાન્ય શબ્દ ઉપરથી સમજાય છે કે પદાર્થવિશેષરૂપી અનુપ્રયોગ ત્યાં પણ પ્રધાન થશે. આમ વિભકત્પર્યાભિધાન પક્ષમાં પણ અનુપ્રયોગની સિદ્ધિ સમજાવવામાં આવી છે. द्रव्यधर्मानतिक्रान्तो भेदधमे ध्ववस्थितः । भविष्यदाश्रयापेक्षे लिङ्गसंख्ये प्रपद्यते ॥२४८॥ (લિંગ અને સંખ્યા રૂપી) દ્રવ્ય ધર્મોથી જુદો નહિ પડેલે અને દ્રવ્યવિશેષના ધર્મો સાથે સમાનરૂપે સ્પષ્ટ બનતે તે (બહુવ્રીહિ સમાસ) તેના પ્રાપ્ત થનારા આશ્રય(રૂપ દ્રવ્યવિશેષ)ની અપેક્ષા રાખનારાં લિંગ અને સંખ્યાને પ્રાપ્ત કરે છે.(૨૪૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy