SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ વાકય૨તીય વાસ્તવમાં સ્ત્રીત્વ તો એક જ છે. તેથી અનેક પ્રત્યે લાગવા જોઈએ નહિ. આ કારિકાને ત્રિકાન્ ! સૂત્ર ઉપરના વાર્તિક ૧ને પઘ અનુવાદ કહી શકાય. जातिश्चेत् स्त्रीत्वमेवासौ भेदोऽन्यत्राविवक्षितः । यस्माद् भिन्नैरपि द्रव्यस्तदेकं सद् विशिष्यते ॥१७९॥ પ્રત્યયના અર્થ સ્ત્રીત્વને જે જાતિ સમજવામાં આવે તે બીજી વ્યક્તિઓમાં પ્રાપ્ત થતા દ્વિવચન અથવા બહુવચનરૂ૫) વિશેની વિવેક્ષા રહેશે નહિ. તેથી તે સ્ત્રીત્વ) એક હોવા છતાં જુદા જુદા વિશેષો વડે મર્યાદિત બને છે. (૧૭૯) ત્રિપામ્ સત્રમાં પ્રત્યાર્થ રૂપે સ્ત્રીત્વને સમજવામાં આવે છે. આ સ્ત્રી સ્ત્રીત્વજાતિનો બંધ કરાવે છે. હવે પ્રકૃતિ અને પ્રત્યય બને એક સાથે પ્રત્યયના અર્થને જાહેર કરે છે, એવા સામાન્ય નિયમ પ્રમાણે જાતિરૂપ પ્રત્યયાર્થીનું પ્રાધાન્ય હેવાથી અને જાતિ એક હોવાથી તેને માટે એકવચન જ વપરાશે. તેથી દિવચન અને બહુવચન ની વિવેક્ષા રહેશે નહિ. मात्राणां हि तिरोभावे परिमाणं न विद्यते । कुमार्य इति तेन स्यात् कुमार्या भेदसंभवात् ।।१८०।। (સ્ત્રીત્વમાં) ગુણોના અપચયને સમજવામાં આવતાં, તેના પરિણામને નક્કી કરી શકાતું નથી. તેથી કુણી શબ્દમાં (સ્ત્રીત્વ અંગે અનેક) ભેદોને સંભવ હોવાથી મર્થ એ પ્રયોગ થશે. (૧૮) રૂપ, રસ વગેરે, ગુણોની જુદી જુદી અવસ્થાઓ જુદી જુદી હોવાથી વચન પણ જુદાં જુદાં થશે. તેથી દ્વિવચન અને બહુવચન અંગે મુશ્કેલી દૂર થશે નહિ. રૂપ, રસ વગેરે ગુણોની જુદી જુદી અવસ્થાઓ લિંગ દર્શાવે છે. આમ ગુણેને તિરોભાવ, અપચય અથવા પ્રતિલય એટલે સ્ત્રીવ સતત પરિણમી ગુણની બદલાતી અવસ્થા જુદી જુદી સમજવામાં આવે તે વચનને પણ ભેદ થશે. આ અવસ્થા આટલી એમ કહી શકાશે નહિ. તેથી માર્ગઃ એવા બહુવચનને પ્રયોગ જ યોગ્ય થશે. ઉપર કહ્યું તેમ ગુણો પરિણમી હોવાથી અવસ્થાભેદ હંમેશનો છે. અવસ્થાભેદ ન માનીએ તો સ્ત્રીત્વ જાતિ દર્શાવે છે એમ સમજાતાં હંમેશાં એકવચન થાય. જાતિ પક્ષમાં દિવચન અને બહુવચનની ઉત્પત્તિ થશે નહિ એ એક દેશ છે. બીજે દેષ એવો છે કે દ્રવ્ય સાથે સમાનાધિકરણ થશે નહિ, જેમ કે, ગયા: મારી એ પ્રયોગ થશે. ઇંચ કુમાર છે એવો પ્રયોગ થશે નહિ. ત્રીજે દોષ એ છે કે સ્ત્રીત્વ એ ધમ હેવાથી ક્રિયા સાથે તેને સંબંધ થશે નહિ. જેમ કે મર્જરિતાં કુમારી છે એ પ્રગ થશે નહિ, કારણ કે, અલંકરણ ક્રિયાનું કર્મ સ્ત્રીત્વ થઈ શકે નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy