SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ વાકય૫દીય કુંવભાવ થતો નથી, કારણ કે હર્શનીયા અને માતા એક જ વ્યક્તિનો અર્થ દર્શાવતાં નથી તેથી વીર્થોમાં પણ થશે નહિ, કારણ કે વઢી (હોંશિયાર સ્ત્રી) અને મૂવી (નમ્ર સ્ત્રી) એવા બે શબ્દો બે વ્યક્તિ દર્શાવે છે. ૨. વિરોધી અર્થો દર્શાવતા શબ્દ અંગે યુગપદનો સિદ્ધાંત બંધબેસતો નથી એવી શંકાના જવાબમાં એમ કહી શકાય કે બધા શબ્દ વિરોધી અર્થો દર્શાવે છે. લક્ષ શબ્દ તેના વિરોધી શબ્દ ન્યોધને નકારીને ક્ષક્ષ એવો અર્થ દર્શાવે છે, અને ન્યોધ શબ્દ તેના વિરોધી લક્ષને નકારીને ન્યગ્રોધને અર્થ દર્શાવે છે. ૩. શબ્દોને પૌપને કારણે અર્થોનું પણ પૌત્વપર્ય હોય છે એમ સ્વીકારીએ તે આ સિદ્ધાંત બંધબેસતો નથી. આના જવાબમાં કહી શકાય કે અર્થોના પોર્વાપર્યને સ્વીકારતાં cરુક્ષોધી એવા પ્રગમાં હૃક્ષ શબ્દને ઉચ્ચાર થતાં સ્ટાનો અર્થ પ્રાપ્ત થશે અને ચોધન અથ દૂર થશે. પછી સ્થગ્રોધ શબ્દ ઉરચારતાં ઋક્ષ દૂર થશે અને ગ્રોધ પ્રાપ્ત થશે. તેથી દિવચન અને બહુવચન પ્રાપ્ત થશે નહિ અને હમેશાં એકવચન જ વાપરવું પડશે. ૪. વિગ્રહ વાકયમાં પણ યુવત્વ યોગ્ય ઠરે છે, કારણ કે ઘાવા દુ લામા અથવા ચાવા વિર વૃથિવી નમેતે ! (વેદ ૨. ૧૨. ૧૩ અ) જેવા પ્રયોગે જાણીતા છે. ૫. યુગ૫ ન સ્વીકારવામાં આવતાં દિવચન અને બહુવચનને પ્રયોગ સમજાવી શકાતો નથી એના જવાબમાં પતંજલિ કહે છે કે દ્વન્દ્રમાં સમુદાયનું અભિધાન થાય છે એમ માનીએ તો દ્વિવચન અને બહુવચનને ઉપગ સમજાવી શકાશે. આને અંગે વાર્તિકકાર જણાવે છે કે આ વાત બરાબર નથી, કારણ કે સમુદાયને અર્થ એકવચનનો હોય છે, જેમકે જૂથમ્, વન વગેરે શબ્દ એકવચન દર્શાવે છે. ૬. વાર્તિકકારની સામે દલીલ કરવામાં આવે છે કે ચૂથ૬, વનમુમાં એકાગ્યે નથી. આ શબ્દ બે અથવા વધારે પદાર્થો દર્શાવે છે અને તેવી સ્થિતિમાં દ્વિવચન અને બહુવચન સિદ્ધ થાય છે. ૭. આના જવાબમાં વાર્તિકકાર કહે છે કે અનેકાથવ માનવાથી બહુવચન સિદ્ધ થાય છે એ વાત બરાબર નથી, કારણ કે, બહુત્વ છે જ નહિ. ૮. બહુત્વ નથી એ દલીલ યોગ્ય નથી, કારણ કે લક્ષના બે અર્થ, પ્લેક્ષ અને ન્યગ્રોધ અને ન્યોધના બે અર્થ ન્યધ અને પ્લેક્ષ એમ ચાર પદાર્થો થયા એટલે બહુ થયું જ સમજવું. હવે જે આમ માનીએ તો ન્યધનો અર્થ લક્ષ થશે અને લક્ષને ન્યધ થશે; અર્થાત શબ્દ અમુક અને તેનો અર્થ તદ્દન જુદે એમ થશે. આ બરાબર નથી. ૯. વાર્તિકકાર જણાવે છે કે એક અર્થ દર્શાવનારા શબદથી બીજો અર્થ દર્શાવવો ગ્ય નથી એમ કહેવું બરાબર નથી, કારણકે ક્ષક્ષ ન્યાધ છે અને ન્યધ પ્લેક્ષ છે. બને અર્થે તે બને શબ્દોના પોતાના છે. ૧૦. આમ કેમ બની શકે? કઈ એક ચોક્કસ કારણ દયાનમાં રાખીને કોઈપણ પદાર્થ માટે તેનું અભિધાન કરતાં શબ્દ વપરાય છે. આ મુશ્કેલી અંગે વાત્તિ કકાર જણાવે છે કે પ્લક્ષ ન્યાધ જ છે અને ગ્રોધ પણ લક્ષ જ છે. અહીં સ્વશબ્દથી અભિધાન થયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy