SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ વાકય૫ય. भूत भविष्यदित्येतौ प्रत्ययौ वर्तमानताम् । अत्यजन्तौ प्रपद्येते विरुद्धाश्रयरूपताम् ॥१०१॥ ‘(આ) ભૂત છે” અને “(આ) ભવિષ્યત છે' એવા જ્ઞાનો, વર્તમાનત્વને ત્યાગ કર્યા વિના વિરુદ્ધ આશ્રયેના સ્વરૂપને પામે છે. (૧૦૧) આ ભૂત છે', આ ભવિષ્યત્ છે એવાં, ઉત્પન્ન થયેલાં જ્ઞાને, તેમનામાં વતમાનત્વ હેવા છતાં, તે વર્તમાનવથી વિરુદ્ધ, ભૂત અને ભવિષ્યના સ્વરૂપને પામે છે. વાહિક ઉપર આપવામાં આવેલ ગોવ, પોતાના રૂપને ત્યાગ કરતું નથી. તે રીતે, માનિ જા માણીત | અને નિરામયાબી મચ પુત્રો નિતા ! એવા પ્રયોગોમાંથી ઉત્પન્ન થતું જ્ઞાન પિતાના ભૂતકાળનો ત્યાગ કર્યા વિના, તે ભૂતકાળથી વિરુદ્ધ અને જેના ઉપર અધ્યારોપ કરવામાં આવ્યો છે તેવા ભવિષ્યકાળનું રૂ૫ પ્રાપ્ત કરે છે. अध्वनो वर्तमानस्य यः शेषो य उपक्रमः । तद् वर्तमानसामीप्य शास्त्रे भेदेन दर्शितम् ॥१०२॥ વર્તમાનકાળના બાકી રહેલા ભાગને અથવા તેના આરંભને, વર્તમાનના સામીપ્ય તરીકે, વ્યાકરણશાસ્ત્રમાં, જુદી જુદી રીતે દર્શાવવામાં આવ્યાં છે. (૧૨) - વા.વ્. રૂ.૨.૧ ૨૧ વર્તમાનકાળે વર્તમાનવઠ્ઠા ! (વર્તમાનની પાસેના ભૂત અથવા ભવિષ્યની ક્રિયાના વાચક ધાતુને વર્તમાનના પ્રયો વિક લાગે છે) માંના વર્તમાનકામીજે શબ્દોને આ કારિકામાં સમજાવવામાં આવ્યા છે. કારિકા ૮૮ અને ૯માં જણાવવામાં આવ્યું છે કે ફલસમાપ્તિ થાય તે પહેલાં સતત ચાલતી ક્રિયાને વર્તમાન કાળ કહે છે. તે ક્રિયા સમાપ્ત થયા પછી પણ તેના સંસ્કાર રૂપે મનમાં તરત પ્રાપ્ત થતું સ્મરણ એટલે ભૂતવિષયક વર્તમાન સમય. કાર્યની શરૂઆત કરવા અંગેને સંકલ્પ તે બીજુ, ભવિષ્યવિષયક વર્તમાન સામી. આવા વર્તમાનસામીણવાળા ભૂત અને ભવિષ્યત માટે વર્તમાનના પ્રત્યેનો અતિદેશ કરવામાં આવે છે. ઉપરના સૂત્ર (રૂ.૧૨૧)માં “અથવા (વા) પદ મળતું હોવાથી તેને ભૂત અને ભવિષ્યના પ્રત્યયોનું વિકલ્પ વિધાન થયું હોવાથી આ વર્તમાન સમયને જ અર્થાત ગૌણ કાલ કહેવામાં આવે છે. ( વાયરના પક્ષે મૂતમવિષ્યપ્રત્યય નામનુશાસનાનેરું વર્તમાનમેવ સમેલેનોવીસેહલારાજ). आशंसा वर्तमानापि विषयेण भविष्यता । भाष्ये भविष्यत्कालेति कार्यार्थ व्यपदिश्यते ॥१०३॥ સંભાવના, વર્તમાનકાલરૂપ હોવા છતાં, તેનો વિષય ભવિષ્યનો હોવાથી, શાસ્ત્રીય કાર્ય માટે, ભાષ્યમાં, ભવિષ્યકાલીન તરીકે ઉલ્લેખવામાં આવી છે. () આશંસા અર્થાત સંભાવના, જ્ઞાનસ્વભાવ હોવાથી, વતમાનકાલરૂપ હોવા છતાં, સંભવિત વિષય ભવિષ્યનો હેવાથી, ભવિષ્યકાલીન સમજવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy