________________
આ સૂત્રમાં મળે શબ્દ એટલા માટે મૂક્યો છે કે ધાતુ એ શબ્દ છે અને વ્યાકરણકાર્ય શબ્દના સંદર્ભમાં નહિ પરંતુ અર્થના સંદર્ભમાં થાય છે. ધાતુ શબ્દનો અર્થ ક્રિયા સમજવો જોઈએ. ધાતુ: અર્થ: ધાત્વર્થ એ વિગ્રહ ધારવર્ષ નો સમજતાં ઉત્તરપદ તઃ ના લેપ માટે સમર્થ પદ મૂક્યું છે એમ પણ સમજી શકાશે. ધાત્વર્થને ક્રિયા માનતાં અને ક્રિયાને સાધન સાથે સંબંધ થતાં સાધનના અર્થમાં ઉપસર્ગ પછી વતિ મૂકવામાં આવે છે. આમ થતાં વતિ પ્રથયાન્તને લિંગ અને સંખ્યા પ્રાપ્ત થશે. - ઉપમાન અને ઉપમેય અંગે વિશેષ ચર્ચા કરતાં ભતૃહરિ જણાવે છે કે જ્યાં ઉપમેયવાચક બીજા શબ્દનો પ્રયોગ થતો નથી ત્યાં બીજા વયાકરણના મતમાં જુદાં જુદાં ઉપમાનો સમજવામાં આવે છે. કોઈવાર એકસાથે રહેલાં અનેક ઉપમેયો માટે એક ઉપમાન સમજવામાં આવે છે અને કઈવાર જુદાં જુદાં ઉપમેયોમાંના દરેકને માટે અકેક જુદુ ઉપમાને સમજવામાં આવે છે. આને માટે શ્યવાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. (૫૮૦-૬૦૬)
ઉપમાનના સંદર્ભમાં સમાવાવ તષિયાત્ (૫ ૩.૧૦૧) સૂત્રના વિચારને સમજાવતાં ભહરિ જણાવે છે કે ફુવના અર્થમાં થનારા સમાસને સ્વાર્થી છ પ્રત્યય લાગે છે. આના ઉદાહરણરૂપે વિતાવ૬ પ્રયોગની ચર્ચા કરવામાં આવી છે. (૬ ૦૭-૬૧૫)
છૂટાઢિય: પ્રારવચને વર્L (૫ ૪. ૩) સૂત્ર “તેના પ્રકારને” એવા અર્થમાં ન પ્રત્યયન વિધાન કરે છે એવો નિર્દેશ કરીને પ્રકારનો અર્થ સદશ્ય છે એવા મતને ૨જ કરવામાં આવ્યો છે. પ્રકારને અર્થ ભિનતા પણ કરી શકાય, એમ જણાવવામાં આવ્યું છે. આને અંગે ચર્ચા, વૃઢ, જેવા ઉદાહરણ સમજાવવામાં આવ્યાં છે. સદશ્યને અર્થ જણુવનારા થયા અને સદનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. (૬૧ ૬-૬૨૫)
વાકયપદયમાં ભતૃહરિના તત્ત્વવિચાર અંગે નીચેની બાબતો ધ્યાન ખેંચે છે : (૧) ભતૃહરિનું દર્શન પ્રાચીન વૈદિક પરંપરા સાથે સંધાનવાળું છે. (૨) પ્રામાણ્ય અંગે ભતૃહરિનો કશે એકાન્ત આગ્રહ નથી.
(૩) લેકવ્યવહારમાં પ્રચલિત શબ્દયવહારની સઘળી પ્રક્રિયામાં શબ્દનું એકવ, નિત્યત્વ અને સ્વયંપ્રકાશકત્વ રહેલાં છે. તેમને ઉચ્ચરિત શબ્દની વ્યવસ્થા કરનાર વ્યાકરણ સિદ્ધાન્તના પરિપ્રેક્ષ્યમાં તપાસવાં જોઈએ. આવી તપાસને અંતે વ્યાકરણનિષ્ઠ પ્રક્રિયાના અનેકત્વની બુદ્ધિ દૂર થતાં શબ્દ, અર્થ અને તેમના સંબંધમાં રહેલા અક્ષર શબ્દતત્ત્વની સાથે વક્તાનું તાદાઓ થાય છે. તાદામ્યની પ્રાપ્તિ એટલે પરમ તત્વરૂપ પશ્યની વાણીને સાક્ષાત્કાર. આનું નામ મેક્ષ.
શબ્દ અંગેના દાર્શનિક તત્ત્વવિચારનાં મૂળ ઋવેદમાં પ્રાપ્ત થતા વાફ અંગેના ઉલેમાં છે. વર્ષોના યોગ્ય ઉચ્ચારણુથી બોલાતી શુદ્ધ પાણીનું યજ્ઞકાર્યમાં મહત્ત્વ અને સર્વવ્યાપકત્વ વાફસૂક્તમાં રજૂ થયું છે. ચાર પ્રકારે વિભક્ત થયેલી આ વાણુને બ્રાહ્મણ ગ્રંથોમાં દેવી વક, અમૃતની નાભિ, ઋતજાત, સત્ય અને પ્રાણ તથા એકારની સમકક્ષ ગણવામાં આવી છે. ઉપનિષદોમાં વાયુને સર્વની વિશાત્રી, તિર્મય રૂપવાળી તથા જ્ઞાનમય અને દર્શનમય સમજવામાં આવી છે. ઉપનિષત્કાલમાં જ ત્રણ વાણી, પશ્યન્તી, મધ્યમાં અને વૈખરીની કપના થઈ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org