SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંઠ शक्त्यात्मदेवतापक्षैर्भिन्नं कालस्य दर्शनम् । प्रथमं तदविद्यायां यद् विद्यायां न विद्यते ॥६२॥ શક્તિ, આત્મા, દેવતા, એવા જુદા જુદા અભિપ્રાયે કાલ અંગે છે. પ્રથમ અવિદ્યામાં દેખાતે તે કાલ વિદ્યામાં અસ્તિત્વ ધરાવતું નથી. (૨) બ્રહ્મની સ્વાતન્યશક્તિ એટલે કાલ એવો ભતૃહરિનો મત છે. તેમના ટીકાકારે સમજાવે છે કે કાલ એટલે કારણુશક્તિ; જેમ કે બીજની શક્તિ અંકુરની ઉત્પતિને અનુમતિ આપે છે, પરંતુ દાંડાને ઉત્પન્ન થતો અટકાવે છે. આવી પ્રવૃત્તિ કાલનું કાર્ય છે. પરંતુ આ બરાબર નથી. નિયત કારણોવાળા પદાર્થો તેવાં કારણોની હાજરીને લીધે ઉત્પન્ન થાય છે, અન્યથા નહિ. કારણાની પરંપરાથી ઉત્પન્ન થયેલા પદાર્થોમાં ક્રમ દેખાતે હોવાથી, ક્રમરૂપે કાલશક્તિ છે એમ સિદ્ધ થાય છે. કાલ ક્રમ અને યૌગપદ્યને જન્માવે છે. તેથી કાલ બ્રહ્મરૂપ ચિત્માની શક્તિ છે, સરખા વા. ૫, ૧.૨ ૨. આ કાલશક્તિ આત્મા અર્થાત્ પુરુષમાં પ્રાપ્ત થાય છે, કારણ કે પુરુષમાં જ કમ દેખાય છે. કાલ, અવિદ્યા શક્તિની સહચારિણી શક્તિ છે. જીવન અદૃષ્ટ વગેરેને કારણે પદાર્થોમાં અવરોધ અને અનુમતિ પ્રાપ્ત થાય છે. તેથી કાલની પ્રવૃત્તિ સર્વત્ર પ્રવર્તે છે. આ મતમાં આત્મા અર્થાત્ જીવ કાલ છે. વ્યક્તિગત આકૃતિ અને મહાન પ્રભાવ વડે પ્રકાસતા દેવો એટલે કાલ એમ બીજા કેટલાક માને છે. અહીં પણ કાલને ત્રિરૂપ બ્રહ્મની દેવતારૂપ શક્તિ જ સમજવાની છે. સંસારના કારણરૂપ અવિદ્યામાં કાલ પ્રથમ પગથિયું છે. આ સંસાર ભેદના આભાસવાળા છે. ભેદ દેશ અને કાલને કારણે છે. ક્રમ વિનાનું પશ્યતિરૂપ જ્ઞાન, પ્રાણ વૃત્તિમાં પહોંચીને કાલને કારણે સક્રમ બનતું હોય તેમ ભાસે છે. अभेदे यदि कालस्य हस्वदीर्घप्लुतादिषु । दृश्यते भेदनिर्भासः स चिरक्षिप्रबुद्धिवत् ॥६३।। हूस्वदीर्घप्लुतावृत्त्या नालिकासलिलादिषु । कथं प्रचययोगः स्यात्कल्पनामानहेतुकः ॥६४॥ કાલ, ભેદ વિનાને છે, એમ માનતાં, હસ્વ, દીઘ અને હુતમાં ભેદની જે કલ્પના થાય છે તે ધીમું, ઝડપી એવી કલપના જેવી જે હોય તે, હસ્ત, દીર્ઘ અને હુતના (ઉચ્ચારણ)માં કંઠનાડીમાંથી થતા જલસ્ત્રવણમાં થતે વધારે માત્ર કાલ્પનિક કેવી રીતે હોઈ શકે? (૬૩-૬૪) હેલારાજને અનુસરતાં થોડા ફેરફારવાળે અનુવાદ આ પ્રમાણે થશેઃ હસ્થ, દીર્ષ, હુત વગેરેમાં વાસ્તવિક કાલભેદ ન હોવા છતાં ચિર, ક્ષિપ્ર, વગેરેમાં હોય છે તેમ કાલ્પનિક ભેદ સમજવામાં આવતાં, હસ્વ, દીર્ઘ અને હુતના ઉચ્ચારણ વખતે નાલિકામાં જે સ્ત્રવણ થાય છે તે માત્ર કાપનિક ભેટવાળા હસ્વ વગેરેને કારણે કેવી રીતે હોઈ શકે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy