SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ नैको न चाप्यनेकोऽस्ति न शुक्लो नापि चासितः । द्रव्यात्मा स तु संसर्गादेवंरूपः प्रकाशते ॥७॥ તે એક નથી, તેમ જ અનેક પણ નથી; તે શુભ્ર નથી, તેમજ અશુભ્ર (પણ) નથી; બુદ્ધિગત દ્રવ્યાત્મા (ઉપાધિઓ સાથેના) સંસગને કારણે આવા સ્વરૂપવાળો જણાય છે. (૭) દ્રવ્યસ્વભાવ નિરુપાધિ છે. પરંતુ વ્યવહારમાં તેને સંપાધિક સમજ પડે છે. સંખ્યા સાથેના સંબંધને કારણે દ્રવ્યમાં એક, બે, એવો વ્યવહાર થાય છે. ત્વના સંસર્ગથી ગાય એ વ્યવહાર થાય છે. તે પ્રમાણે ઉપત્તિ, સ્થિતિ, વિનાશ વગેરે ક્રિયાઓના સંબંધને કારણે પદાર્થોનાં ઉત્પત્તિકાલ, વિનાશકાલ અને રિતિકાલ કહેવાય છે. संसर्गिणां तु ये भेदा विशेषास्तस्य ते मताः । स भिन्नस्तैव्य॑वस्थानां कालो भेदाय कल्पते ॥८॥ કાલ સાથે સંબંધવાળી ક્રિયાઓના જે ભેદે છે તે તેની વિશિષ્ટતાઓ માનવામાં આવે છે. તેમના વડે જુદે સમજાતો કાળ બધી (ક્રિયા)વ્યવસ્થાઓની ભિન્નતા માટે જવાબદાર બને છે. (૮) ગ્રહો અને નક્ષત્રોની ગતિ, નેત્રની પાંપણના નિમેષ અને ઉન્મેષ વગેરે ભિન્ન ભિન્ન વ્યાપારોને કાલના વિશેષ સમજવા જોઈએ. પ્રાજ્ય અને પ્રયોજકરૂપે રહેલા કાલ અને ક્રિયાવિશેષો વચ્ચે અભેદ સંબંધ છે. કાલ જ આ બધા વ્યાપાર, દિવસ, રાત્રિ, માસ, ઋતુ, સંવત્સર, અયન વગેરે ભેદો માટે જવાબદાર છે. વિશewાતંવરધાત્ વૃત્તિમઃ પ્રવાસે शक्तीनां संप्रयोगस्य हेतुत्वेनावतिष्ठते ।।९।। ચક્કસ કાલના સંબંધને લીધે તેની શક્તિઓને) સંબંધની પ્રાપ્તિ થાય ક્તિઓના યુગ્ય વ્યાપારના કારણ રૂપે તે રહે છે. (૯). વસન્ત, શરદ વગેરે સમયે કાલની સાધનશક્તિઓની પ્રવૃત્તિ થાય છે, તેથી કાલ તેની શક્તિઓના વ્યાપારના કારણરૂપે રહેલો છે એમ સમજાય છે. અનુવાદમાં તમને કાલની શક્તિઓને, કાલ સાથે સંસર્ગની પ્રાપ્તિ અને સંયોજને શક્તિની પ્રવૃત્તિ સમજવામાં આવ્યાં છે जन्माभिव्यक्तिनियमाः प्रयोगोपनिबन्धनाः ।। नित्याधीनस्थितित्वाच्च स्थितिर्नियमपूर्विका ॥१०॥ જન્મ અને અભિવ્યક્તિના નિયમે (શક્તિઓની) પ્રવૃત્તિ ઉપર આધાર રાખે છે. (કાર્યોની સ્થિતિ નિત્ય (કાલ)ને અધીન વ્યવસ્થાવાળી હોવાથી, નિયમપૂર્વક હોય છે. (૧૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy