SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ વાષપદીય देशव्यवस्थानियमो दिक्षु न व्यवतिष्ठते । रूढमप्यपरत्वेन पूर्वमित्यभिधीयते ॥९॥ (પૂર્વદેશ, ઉત્તરદેશ, દક્ષિણદેશ વગેરે) દેશવ્યવસ્થાનો નિશ્ચય દિકને કારણે વ્યવસ્થિત બનતો નથી. પશ્ચિમ (દેશ)તરીકે રૂઢ થયેલ (પ્રદેશ)ને તે પૂર્વ છે એમ કહેવાય છે. (૯) પૂર્વ, પશ્ચિમ વગેરે પ્રદેશના દિને આધારે છે; પરંતુ કેઈવાર પૂર્વ દિશાને માટે આપણે પશ્ચિમ શબ્દ વાપરીએ છીએ. જેમકે, આપણે પશ્ચિમાભિમુખ ઊભા હોઈએ ત્યારે તે દિશા તે પશ્ચિમ છે, પણ તેને માટે આપણે પૂર્વ શબ્દ વાપરીએ છીએ, દક્ષિણ માંથી પૂર્વ તરફ જનારો કહે છે કે હું ઉત્તરાપથ જાઉં છું. આમ પૂર્વ, પર વગેરે શબ્દ, દિનો વિચાર કર્યા વિના પણું વપરાય છે. વિરાગ્ય: સલમઘમઘમાખ્યો રિકેશજાsaanત: J (પા. સુ. ૫. ૩. ૨૭, દિશાવાચક પ્રથમાન્ત, પંચમ્યન્ત અને સપ્તમ્યક્ત શબ્દોને દિશા, સ્થળ, અને કાલના અર્થમાં અતાત પ્રત્યય લાગે છે) ઉપરના ભાષ્યમાં જણાવ્યું છે કે પૂર્વમિન વેશે વસતિ ! એવા ઉદાહરણમાં વૈસ્મિન એવા સપ્તયન્ત પદને શ્રદ્ધાતિ પ્રત્યય લાગતો નથી, કારણ કે પૂર્વ શબ્દ દેશવાચક નથી, પરંતુ દેશનું તે વિશેષણ છે; અર્થાત પૂર્વ દિશબ્દ નથી. દિફ અર્થ દર્શાવનાર પૂર્વ, ઉત્તર વગેરે શબ્દો રૂટિશબ્દો છે. अतोऽभाषितपुस्कत्वात् पुंवद्भावो न सिध्यति । अस्मिन्नर्थे न शब्देन प्रसवः क्वचिदुच्यते ॥१०॥ - (દક્ષિણ અને ઉત્તર એવા શબ્દો) ભાષિતપુરસ્ક ન હોવાથી, તેમને પુંવભાવ સિદ્ધ થતો નથી. (દક્ષિણ કે ઉત્તર) શબ્દ વડે, આવા (દિશાના) અર્થમાં પુરૂનું અભિધાન કદાપિ થતું નથી. (૧૦) ક્ષિળોતરાખ્યામતા (પા. સુ. ૫. ૩. ૨૮, દિશા, સ્થળ અને સમય દર્શાવનારા પંચમ્યન, પ્રથમાન્ત અને સપ્તમ્યઃ રક્ષણ અને ઉત્તર શબ્દને સતયુત્ પ્રત્યય લાગે છે) ઉપરના ભાગ્યમાં જણાવ્યું છે કે દક્ષિણ અને ઉત્તર એવા શબ્દોને દિશા, દેશ અને કાલ અર્થમાં તત્ (7) પ્રત્યય લાગે છે; જેમકે હક્ષિણત: અને ૩રત:; પરંતુ રક્ષિા અને ૩૨ એવા શબ્દો હોય તો તાિવિકૃવસુa: I (પા. સ. ૬.૩.૩૫)થી પુંવર્ભાવ થશે. આની સામે જણાવ્યું છે કે ભાષિતપુંસ્કનો પુંવભાવ થાય છે. દક્ષિા અને સત્તા શબ્દો ભાષિતપુંસક નથી, કારણકે દક્ષિણ અને સસરા એવા પુલિંગ શબ્દો વ્યવસ્થાવાચક છે, જ્યારે રક્ષિળા અને ૩ શબ્દો દિગ્યાચક છે. दिक्शक्तेरभिधाने तु नियत दिशि दर्शनम् । पूर्वादीनां यथा षष्टेजीवितस्यावधारणे ॥११॥ જેમ આ યુષના નિશ્ચય અંગે (વર્ષ શબ્દના પ્રયોગ વિના) “સાઠ (દ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy