SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ दिशो व्यवस्था देशानां दिग्व्यवस्था न विद्यते । शक्तयः खलु भावानामुपकारप्रभाविताः ॥६॥ પ્રદેશોની વ્યવસ્થા દિફ દ્વારા થાય છે; દિશાની (પૂર્વપર) વ્યવસ્થા (બીજા કેઈ નિમિત્તથી) થતી નથી. પદાર્થોની શક્તિઓ, તેમના વડે કરવામાં આવતા ઉપકારને કારણે ક૯પવામાં આવે છે. (૬) પ્રદેશની પૂર્વ, પર, એવી વ્યવસ્થા દિફને કારણે થાય છે, પરંતુ દિક્યાં પૂર્વાપરવ્યવસ્થા માટે કોઈ નિમિત્ત કલ્પવામાં આવતું નથી. આવા નિમિત્તની કલ્પના કરવામાં આવે તો, તે નિમિત માટે બીજુ નિમિત્ત, તેને માટે ત્રીજુ નિમિત્ત, એમ અનવર પૂર્વપરાદિ વ્યવહાર માટે, દિફમાં પિતાની જ શક્તિ હોય છે, અર્થાત્ તે પોતે જ શક્તિરૂપે છે. દિકુરૂપી શક્તિની કહપના તેના વડે કરવામાં આવતા ઉપકારને લીધે થાય છે. દિફમાં પરાપરત્વ રહેલાં છે જ. સૂર્ય સાથેનો તેને સંબંધ, તેના સ્વભાવને વ્યક્ત કરે છે. प्रत्यस्तरूपा भावेषु दिक् पूर्वेत्यभिधीयते । पूर्वबुद्धिर्यतो दिक् सा समाख्यामात्रमन्यथा ॥७॥ (સૂત) પદાર્થો ઉપર આપવામાં આવેલા સ્વભાવવાળી તે (દિફ)ને પૂર્વ દિશા કહેવાય છે, જેને કારણે આ પૂર્વ છે એવું જ્ઞાન થાય છે તે દિફ છે. આવી (ઉપાધિરૂપે) ન હોય તે માત્ર નામ તરીકે તે સમજાય છે. (૭) પૃથ્વી વગેરેની જેમ દિફ સ્વતંત્ર સ્વભાવવાળી નથી. અવ્યાપી મૂર્ત પદાર્થોની ઉપાધિરૂપે તે સમજાય છે. આવી ભાવપરતત્રં દિફ પૂર્વ, પર વગેરે બુદ્ધિ માટે કારણરૂપ બને છે. પદાર્થોના સ્વરૂપથી જુદી નહિ હોવાથી તે પદાર્થોની શક્તિરૂપે છે. જે તેને સ્વતંત્ર ગણવામાં આવે તો તે માત્ર નામ તરીકે જ સમજાય છે. स्वागाद्वयवस्था या लोके न तस्यां नियता दिशः । प्रत्यङ्मुखस्य यत्पश्चात्तत्पुरस्ताद्विपर्यये ॥८॥ લોકવ્યવહારમાં (વ્યક્તિના) પિતાના અંગ (મુખ)થી (દિની) વ્યવસ્થા સમજવામાં આવે તે, દિશાઓ ચક્કસ થતી નથી. પશ્ચિમ તરફ મુખવાળા માટે જે પશ્ચિમ હોય છે, તે તેનાથી વિરુદ્ધ મુખવાળા માટે પૂર્વ કહેવાય છે. (૮) આપણા શરીર કે મુખના સ્થાન ઉપરથી દિશાને સમજી શકાય નહિ. લોકવ્યવહારમાં જમણા હાથ તરફ (લક્ષિા :) કે ડાબા હાથ તરફ (હસ્તવામ) અથવા પૂર્વ તરફ મુખવાળે (પ્રમુa:) કે ઉત્તર તરફ મુખવાળ ( ૩મુવ:) એવા શબદો વપરાય છે. પરંતુ શરીર કે મખની સ્થિતિમાં ફેરફાર થતાં દિશાએ બદલાઈ જાય છે. તેથી દિશાઓ અંગે - અનાદિ કાલથી પ્રચલિત માન્યતાઓને અનુસરવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy