SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ર વાય૨તીય न चोर्ध्वमस्ति नास्तीति वचनायानिबन्धनम् । अल स्यादपदस्थानमेवद्वाचः प्रचक्षते ।।८०॥ વિનષ્ટ થયા પછી, પદાથ, “છે કે નથી એવા શબ્દો માટે એગ્ય બનતે નથી, કારણ કે તેને માટે કશે આધાર હોતો નથી. તે (વિનષ્ટ પદાથ)ને વાણી વડે અપ્રાપ્ય કહેવામાં આવે છે. (૮૦) ઉત્પત્તિ પહેલાંની કાર્યની કઈ અવસ્થા હોઈ શકે નહિ, તેમ તેના વિનાશ પછીની પણું હોઈ શકે નહિ. અસ્વકાર્યપક્ષમાં નિરન્વય વંસને કારણે કાર્યમાંથી કશું બાકી રહેતું નથી. પરિણામે ઉત્તરાવસ્થા જેવું કશું હોઈ શકે નહિ. અસકાર્યવાદી જે એમ કહે કે અમારે માટે વિનાશ નિરન્વય વંસ નથી અને તેથી વંસ પછી પણ કાર્ય સત હોય છે, તે તે અંગે ભતૃહરિ જણાવે છે કે આવી ઉતરાવસ્થામાંનું કાર્ય પણ સ્વીકાર્ય નથી. વાસ્તવમાં વિનષ્ટ થયા પછી પદાર્થની સત કે અસત ઉપલબ્ધિ થતી નથી. તેથી તે પદાર્થ છે કે નથી એમ શબ્દો વડે વ્યવહાર્ય બનતા નથી. આમ પરમાર્થિક દૃષ્ટિએ પદાર્થની પૂર્વાવસ્થા કે ઉતરાવસ્થા પ્રાપ્ત થતી નથી. अत्यद्भुता त्वियं वृत्तिर्यदभाग' यदक्रमम् । भावानां प्रागभूतानामात्मतत्त्व प्रकाशते ।।८।। પહેલાં અસ્તિત્વ વિનાના પદાર્થોનું નિરંશ અને કેમ વિનાનું રૂપ જેના વડે અભિવ્યક્ત થાય છે તેવી (અવિદ્યા વડે પ્રાપ્ત થનારી) આ આશ્ચર્યજનક પ્રવૃત્તિ છે. (૮૧) સત્કાર્યવાદ અને અસત્કાયવાદના સંદર્ભમાં કાર્યકારણુભાવનું ખંડન કર્યું. તેથી પહેલાં અદષ્ટ એવું નિરંશ અને અક્રમ કાર્ય દેખાય છે, તે એક મહાન આશ્ચર્ય છે. આ આશ્ચર્યનું કારણું બ્રહ્મતત્વની અવિદ્યાશક્તિની અદ્ભુત પ્રવૃત્તિ હોઈ શકે. તેથી કાર્યકારણુભાવસંબંધ અસત્ય, વૈકલ્પિક અને અવિદ્યાપૂર્ણ નેત્રોવાળી વ્યક્તિઓના સર્જન રૂપે છે, એમ સમજવું જોઈએ. સત્યસ્વભાવવાળા, અવિભક્ત, અને સ્વરૂપથી કદાપિ જુદા ન થનાર તત્વનું અસત્ય અને વિભક્તરૂપે પ્રહણ થવાને વિવત કહે છે. આમ કાર્યકારણભાવવાસ્તવમાં વિવર્તવાદરૂપે સમજવાને છે. विकल्पोत्थापितेनैव सर्वो भावेन लौकिकः । मुख्येनेव पदार्थेन व्यवहारो विधीयते ॥८२॥ જાણે વસ્તુભૂત પદાર્થ વડે ચાલતું હોય તેમ (આ) સઘળે લૌકિક વ્યવહાર વિકલ્પરૂપ અન્તઃકરણપ્રવૃત્તિ) વડે આભાસિત બનીને પ્રવૃત્ત થાય છે. (૮૨). અદ્વૈત વેદાનીની જેમ ભહરિ પણ પરમાર્થદશા અને વ્યવહારદશા એમ બે દશાએ સ્વીકારતા હોય એમ લાગે છે. વ્યવહારકાર્ય વિકથિત અસત્ય પદાર્થો દ્વારા થાય છે, પરંતુ વ્યવહારદશામાં તે અસત્યરૂપે સમજાતા નથી. તે જાણે કે મુખ્ય અર્થાત્ પરમસત્યરૂપ હોય તેમ ભાસે છે. બીજી રીતે કહીએ તો વ્યવહારદશાને વિકટ મુખ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy