SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંઇ *अविरोधी विरोधी वा सन्नसन्वापि तत्त्वतः । क्रमवानक्रमो वापि तेन भावो न विद्यते ॥६८।। તેથી અવિરોધી કે વિરોધી, સત્ કે અસત્, અને ક્રમવાન કે અકમ એવો ભાવ પરમાર્થરૂપે અસ્તિત્વમાં નથી, (૬ ૮) अभावे त्रिषु कालेषु न भेदस्यास्ति संभवः । तस्मिन्नसति भावेऽपि त्रैकाल्य नावतिष्ठते ॥६९॥ ત્રણ કાળને કારણે સમજાતા ભેદનો અભાવમાં સંભવ નથી. તેવા ભેદ)નું અસ્તિત્વ ન હોવાથી ભાવમાં પણ સૈકાલ્ય હોતું નથી. (૬૯) અભાવ અનુપાખ્ય હોઈ વર્તમાનકાળ વડે પરિછિન બનતા નથી. વર્તમાનને અભાવ સાથે સંબંધ ન હોવાથી, ભૂત અને ભવિષ્યને સંબંધ કેવી રીતે હોઈ શકે? અભાવમાં કાલભેદ પણ પ્રાપ્ત થાય નહિ. ભાવનું ભવિષ્યત્વ પ્રાગભાવ ઉપર અને ભૂતત્વ પ્રäસાભાવ ઉપર નિર્ભર છે. અભાવમાં આવા બે ભેદ હોતા નથી તેથી ભાવમાં પણ તેવા ભેદ હોતા નથી. आत्मतत्त्वपरित्यागः परतो नोपपद्यते । आत्मतत्त्वं तु परतः स्वतो वा नोपकल्पते ॥७०॥ બાહ્ય (કારણસામગ્રી)વડે (સદુરૂપ ભાવના) સ્વરૂપનો ત્યાગ સંભવ નથી. ભાવસ્વરૂપને પોતાના ઉપર કે અન્યના ઉપર આધાર છે એમ કહેવું પણ શક્ય નથી. (૭૦). સદરૂપ ભાવને બાહ્ય કારણ સામગ્રીવડે વિનાશ થતો નથી. ભાવનું સ્વરૂપ સ્વતઃ કે પરતઃ સંભવતું નથી. પિતાનામાં પરિનિષ્ઠિત તત્વનું પરત: અથાત બાહ્ય કારણ વડે ભવન અર્થાત થવું સંભવતું નથી, કારણ કે પહેલેથી જ તેનું ભવન છે. સ્વતઃ ભવન પણ યુક્તિસંગત નથી. तत्त्वे विरोधो नानात्व उपकारो न कश्चन । तत्त्वान्यत्वपरित्यागे व्यवहारो निवर्तते ॥७१॥ (ભાવ અને અભાવનું સ્વરૂપ) એક માનતાં વિરોધ પ્રાપ્ત થશે, તેમને જુદા માનતાં એકને બીજા ઉપર ઉપકાર થશે નહિ. આમ એકત્વ અને નાનાત્વને ન સ્વીકારતાં બધે વ્યવહાર અટકી જશે. (૭૧) ભાવ અને અભાવ, વિધિ અને પ્રતિષેધ જેવા પરસ્પર વિરુદ્ધ છે; તેથી ભાવ અને અભાવનું એકત્વ માની શકાય નહિ. તેમને નાના અર્થાત જુદા માનવામાં આવતાં બંને વચ્ચે સંબંધ ન હોવાથી એકબીજાની અપેક્ષા પ્રાપ્ત ન થતાં વ્યવહાર પ્રવતશે નહિ. ઐક્ય અને નાના સિવાય બીજો કેઈ વિકલ્પ નથી; તેથી ભાવ અને અભાવમાં પરસ્પર ઐશ્વ પણ નથી અને નાનાત્વ પણ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy