________________
૨૪૨
વાષ૫દીય
ત્યારે સંશયજ્ઞાન, સ્થાણુ વગેરેને વિષય બનાવીને પોતે તેના અંગરૂપે પ્રાપ્ત થાય ત્યારે તેને માટે બીજુ સંશયજ્ઞાન તેને વિષય બનાવી શકતું નથી; જે આમ થાય તો તેને અર્થ એવો થયો કે તે શેષી અર્થાત્ સ્વતંત્ર પણ છે. આમ બની શકે નહિ કારણ કે એક જ બાબત એક સાથે શેષ અર્થાત પરતંત્ર અને શેષી અર્થાત સ્વતંત્ર બની શકે નહિ; આ બે વિરુદ્ધ ધર્મો એક સાથે રહી શકતા નથી. તેથી જેમ સંશયજ્ઞાન બીજા સંશયને સંશવનું સ્થાન બનાવે છે તેમ અવાચક શબ્દ સમવાયની જ વાતાને નિષેધ કરે છે.
यदा च निर्णयज्ञाने निर्णयत्वेन निर्णयः ।
प्रक्रम्यते तदा ज्ञान स्वधर्मेणावतिष्ठते ॥२४॥ નિર્ણય(જ્ઞાન) જ્યારે નિર્ણાયમાન (પદાર્થ)ને વિષય બનાવીને નિર્ણય(જ્ઞાન) રૂપે પ્રવૃત્ત બને છે ત્યારે (તે નિર્ણય)જ્ઞાન સ્વધર્મમાં અવસ્થિત રહે છે. (૨૪)
કેઈક પદાર્થના સ્વરૂપનો નિશ્ચય કરવા જ્યારે નિર્ણયજ્ઞાન પ્રવૃત્ત થાય છે ત્યારે તે બીજા નિર્ણયનો વિષય બનતું નથી, જ્ઞાન વિષયરૂપે પિતાના વિષય સાથે પારત રૂ ૫ ધર્મવાળું છે.
જ્ઞાન જ્યારે બાહ્ય પદાર્થના નિશ્ચય અંગે પ્રવૃત્ત થાય છે ત્યારે તે ય રહેતું નથી. તે રીતે શબ્દનું કાર્ય અર્થધ કરાવવાનું અર્થાત્ પદાર્થને તેની મર્યાદામાં લઈ આવવાનું છે. કેઈકને માટે તે અવાચ્ય છે એમ શબ્દો દ્વારા જણાવવું અને સાથે સાથે તે વાચા બનતું નથી એમ કહેવું વદતોવ્યાઘાત થશે.
सर्व मिथ्या ब्रवीमीति नैतद् वाक्यं विवक्ष्यते ।
तस्य मिथ्याभिधाने हि प्रक्रान्तोऽर्थोऽनुगम्यते ॥२५।। હું મિથ્યા બોલું છું” એવું વાક્ય (મિથ્યાકથન રૂપે) વિવક્ષિત નથી. તેમાંનું કથન મિથ્યા હોય તે, વિવક્ષિત અર્થ જણાવાતો નથી (૨૫)
“હું મિથ્યા બોલું છું' એવા વાકયમાં વિવક્ષિત અર્થ મિથ્યા નથી. જો એમ હોય તો જેને મિથ્યાકથન તરીકે તે જણાવવા માગે છે તેને બંધ થશે નહિ. હેલીરાજ બીજો અથ આપતાં જણાવે છે કે જે આ વાક્યને અર્થપ્રતિપાદક માનવામાં આવે તો બીજાં વાકયે પણ તે પ્રમાણે અર્થપ્રતિપાદક થશે. તેથી મિથ્યા અર્થનું પ્રતિપાદન નિષ્ફળ થશે.
न च वाचकरूपेण प्रवृत्तस्यास्ति वाच्यता ।
प्रतिपाद्य न तत्तत्र येनान्यत्प्रतिपद्यते ॥२६॥ વાચક રૂપે પ્રવૃત્ત થયેલો શબ્દ (તે જ સમયે પિતાને કે બીજાને) વાગ્યા બનતો નથી. જેના વડે બીજાનું પ્રતિપાદન થાય છે તે ત્યાં (બીજાનું કે પિતાનુ) પ્રતિપાદ્ય બનતું નથી (૨૬)
સંશય, નિર્ણય અને મિથ્યાકથનનાં દૃષ્ટાતો ઉપરથી સમજાય છે કે જે સમયે જે પ્રતિપાદક છે તે સમયે તે પ્રતિપાઘ થઈ શકતું નથી. શબ્દ પ્રતિપાદક છે, તેથી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org