SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ વાકયપદીય अध्रुवेण निमित्तेन देवदत्तगृह यथा । गृहीत गृहशब्देन शुद्धमेवाभिधीयते ॥३॥ જેમ, દેવદત્તના ઘરને બે અનિત્ય (એવા કેઈક, કાગડો બેસવારૂપી) નિમિત્ત વડે થાય છે, છતાં “ઘર” શબ્દથી માત્ર ઘરનું જ અભિધાન થાય છે. (૩) “કાગડે બેઠે છે તે ઘર દેવદત્તનું છે' (ાવવવવશ્ય પૂઢ !)માં કાગડે અનિત્ય એવું નિમિત્ત છે કારણ કે તે ઊડી જવાનો છે. આવું અપ્રુવ ઉપલક્ષણ ઘરને ઓળખવાનું સાધન હોવા છતાં દેવદત્તના ઘર વિષે વાત કરવામાં આવે ત્યારે કે એમ કહેતું નથી કે કાગડાવાળું ઘર દેવદત્તનું છે, પરંતુ કેઈક નિત્ય અર્થાત સ્થિર નિમિત્તની વાત કરશે; જેમકે દેવદત્તનું ઘર વેદિકાવાળું અથવા કમળનાં ચિત્રાવાળું છે. વ્યાકરણશાસ્ત્રમાં નિષ્ઠા માટે વક્ત પ્રયોજાય છે (જતવત્ત નિષ્ઠા ૫. સૂ. ૧.૧.૧૬). અહીં તેની ઓળખાણું ને કારણે થાય છે. આ પ્રમાણે શબ્દો પહેલાં અનિત્ય ઉપાધિઓના વાચક બનીને તે તે ઉપાધિઓ દ્વારા નિત્ય દ્રવ્યને બંધ કરાવે છે. सुवर्णादि यथा भिन्नं स्वैराकारैरपायिभिः । रुचकाधभिधानानां शुद्धमेति वाच्यताम् ॥४॥ જેમ પોતાના નાશવંત આકારેથી જુદુ, શુદ્ધ (સ્વરૂપે રહેલું) સેનું જ રુચક વગેરે શબ્દો વડે વાચ્ય બને છે. (૪) સોનું તેના આકૃતિભેદો , રુચક, કુંડલ, સ્વસ્તિક વગેરેથી જુદું અને શુદ્ધ સમજાય છે. આકૃતિએ જુદી જુદી હોઈ શકે, દ્રવ્ય નિત્ય રહે છે. આવા આકૃતિભેદે નિત્ય એવા સુવર્ણ દ્રવ્યના વાચક બને છે. તે શબ્દ અનિત્ય ઉપાધિઓ રૂપી વિશેષણથી યુક્ત નિત્ય વિશેષ્ય અર્થાત (બ્રહ્મ)તત્વનું અભિધાન કરે છે એમ કહેવું જોઈએ. आकारैश्च व्यवच्छेदात्सार्वार्थ्यमनुरुध्यते । यथैव चक्षुरादीनां सामर्थ्य नालिकादिभिः ॥५॥ જેમ નેત્ર વગેરેનું સામર્થ્ય નળી વગેરેને કારણે પ્રતિબંધને પામે છે તેમ (ઘટ, પટ વગેરે વિવરૂપ) આકારો (બ્રહ્મ)થી જુદા હોવાથી (શબ્દની) બધા અર્થોને જણાવવાની શક્તિ અટકે છે. (૫) જેમ નળીના એક છેડેથી વસ્તુઓને જોવામાં આવતાં તેના બીજે છેડે રહેલા કાણુંમાંથી દેખાય તેટલી જ જણાય છે, બધીને જોવા માટે નળી પ્રતિબંધક બને છે, તેમ શબ્દ દ્વારા તે શબ્દ જે દ્રવ્યસ્વરૂપ જણાવતો હોય તેટલા જ બંધ થાય છે, બીજા દ્રવ્યસમૂહને નહિ. અદ્વૈતમતના સંદર્ભમાં આ કારિકાનું અર્થદર્શન કરાવતાં હેલારાજ જણાવે છે કે કેઈક આવરણ વડે ઈન્દ્રિયની ગ્રહણશક્તિનો પ્રતિબંધ થાય છે. વિષયમાં કશે ફેરફાર થતો નથી. તે પ્રમાણે અનાદિ અવિદ્યાથી જે ભેદને ગ્રાહ્ય સમજનારા છે તેવા છની સંવેદનશક્તિનું નિયમન થાય છે. તેથી તેમના વડે શબ્દોનો પ્રયોગ પણ ભેદવિષયક બને છે. પરંતુ તેથી નિત્ય તત્ત્વ એવા બ્રહ્મમાં ભેદદન થતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy