________________
૨૧
ત્રીજુ કાંડ
બધાં કાર્યો માટે તેમનાં નિત્ય કારણો જવાબદાર છે એમ જે સ્વીકારવામાં ન આવે અને તેથી કોઈક મૂલકારણુ-જેમકે, સાંખ્યમતમાં પ્રકૃતિને સ્વીકારવામાં આવે તો તેવું મૂલકારણ અવ્યપદેશ્ય સ્વભાવવાળું હોઈને જ :તમાં શબ્દવ્યવહારની પ્રવૃત્તિ થશે નહિ. આવું મૂલકારણ અનેક શક્તિઓવાળું છે. એમ માનીએ તો પણ તેનું સામર્થ્ય પણ પરાક્ષ હોવાથી અનર્ધારિત સ્વરૂપવાળું રહેશે. સરખા હેલારાજ : ૩થવા નિસ્વારનવરિ ग्रह एव तस्यात्यन्तपरोक्षत्वात्स्वभावोऽव्यपदेश्यः । अनेकशक्तयास्मकत्वे तु सामर्थ्यमप्यस्य परोक्षत्वादव्यपदेश्यम् । एकमेव वा वस्तुस्वभावशब्देन, सामर्थ्यशब्देन च व्यवहरन्ति एवमव्यपदेश्यस्वभावेऽवस्थानात् तस्मादव्यपदेश्याच्छाब्दो व्यवहारो न प्रकल्पते।
यदा भेदान्परित्यज्य बुद्ध्यैक इव गृह्यते।
व्यक्त्यात्मैव तदा तत्र बुद्धिरेका प्रवर्तते ॥९६॥ જ્યારે, બધા (વ્યક્તિ)ભેદોને છોડી દઈને, વ્યક્તિ રૂપને જ (તે ભિન્ન હોવા છતાં) એક હોય તેમ સ્વીકારવામાં આવે છે ત્યારે, એકબુદ્ધિવિષયક (સામાન્ય)ની પ્રવૃત્તિ થાય છે. (૯૬)
સર્વે પદાર્થો ભેદાત્મક છે. એક પ્રધાન અથવા બ્રહ્મ જે મૂલકારણ છે તે અનેક કાર્યોરૂપે રહેલું છે. આવું અભિન્ન કારણ તે જાતિ અથવા મહાસામાન્ય અથવા મહાસત્તા છે. આવા સર્વસ્તુમાત્ર રૂપે રહેલ પસામાન્ય અર્થાત્ મહાસામાન્યના પરિણામ રૂપે અથવા વિવરૂપે અપસામાન્ય અર્થાત અવાન્તરસામાન્યો જેવાં કે ઘટત્વ, પટવ વગેરે રહેલાં છે, આમ કારણ અને કાર્ય વચ્ચે કોઈ વાસ્તવિક ભેદ હૈતો નથી. સરખાવો હેલારાજ ? यद्यपि च प्रकृतिख्यान्वयात्सबमे हमे तत्यातथापि परिणानवैविध्या विकाराणामनर्थान्तरभूतानामपि सांव्यवहारिकमनेकत्वमप्यवगन्तव्यमिति ।
भेदरूपैरनुस्यूत यदैकमिव मन्यते ।
समूहावग्रहा बुद्धिवर्तुभ्यो जायते तदा ।।९७।। જ્યારે (વ્યક્તિઓના) જુદાં જુદાં રૂપની સાથે અનુબદ્ધ જાતિરૂપ, એક હોય તેમ માનવામાં આવે છે ત્યારે ઘણાં (રૂપ)માંથી સમુદાય જ્ઞાનરૂપ બુદ્ધિ ઉત્પન્ન થાય છે. (૯૭)
જ્યાં વ્યક્તિભેદો વિશેષરૂપે જણાય છે અને જાતિપ્રયુક્ત અભેદ વિશેષણરૂપે સમજાય છે ત્યાં “ઘડાઓ” એ વ્યક્તિસમૂહ વિશેવ્યરૂપે સમજાય છે. આવો ભેદભેદરૂપ બોધ સમુદાયબુદ્ધિ રૂપે છે.
* यदा सहविवक्षायामेकबुद्धिनिबन्धनम् ।
बद्धावयवविच्छेदः समुदायोऽभिधीयते ।।९८।। , * प्रतिक्रिय समाप्तत्वादेको भेदसमन्वितः ।
द्वन्द्वे द्वित्वादिभेदेन तदासावुपगम्यते ॥९९॥ સહવિવક્ષાને કારણે, એકત્વબુદ્ધિ ઉપર આધાર રાખતા પરંતુ અવયવોરૂપી ભિન્નતાવાળા સમુદાયનું અભિધાન થાય છે ત્યારે પ્રત્યેક ક્રિયામાં સમાપ્ત થનાર અને ભેદરૂપ એવા તે (સમુદાય)ને દ્રઢ સમાસમાં દ્વિવચન વગેરે ભેદવડે સમજવામાં આવે છે. (૯૮-૯૯).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org