SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ જો આમ હોય તો ગોદડી(લાના), ખરી(g), પૂછડું (શક8), વગેરે અવયવોને કારણે ગો એવા પદાથ માં ગોત્વ નહિ પણ સાસ્નાત્વ અથવા ખરત્વ એ જાતિ થશે. આવું સમજવામાં આવે તે ગાય વિષે ગાય એવો બંધ નહિ થાય પરંતુ ગોદડીવાળું કેઈક પ્રાણી એવો બોધ થશે. બધાં દ્રવ્યોમાં સરખા ધર્મો એટલે જાતિ. બધી ગાયમાં એક સરખે રહેલે ગોત્વ એવો ધમ તે ગો જાતિ (દાધર્મgan ગતિ: 1) संयोगिधर्मभेदेन देशे च परिकल्पिते । तेषु देशेषु सामान्यमाकाशस्यापि विद्यते ॥१५॥ (આકાશ સાથે) સંગમાં રહેલા ધર્મોવાળા ઘટ વગેરે દ્રવ્યની ભિન્નતાને આધારે, અભિન્ન આકાશમાં દેશભેદની કલ્પના કરવામાં આવતાં, તે તે દેશભેદમાં રહેલ આકાશત્વ રૂપી સામાન્ય પ્રાપ્ત થાય છે. (૧૫) આકાશ, કાલ, દિકુ વગેરેમાં એકત્વ રહેલું છે. તેમાંથી જાતિનો બોધ કેવી રીતે થાય છે તે અહીં સમજાવવામાં આવ્યું છે. બધા મૂત પદાર્થોને જે અવકાશ આપે તે આકાશ; આ મૂત પદાર્થો અવયવોવાળા હોવાથી, પોતાના જુદા અવકાશની અર્થાત આકાશની અપેક્ષા રાખે છે. ઘટમાં રહેલા અવકાશને જણ તે ઘટાકાશ, અને વસ્ત્રને જે અવકાશની જરૂર પડે તે વઆકાશ થશે. આવું આકાશ દ્રવ્યના કાર્ય પ્રદેશ માટે આવશ્યક છે. તેથી જુદાં જુદાં આકાશની કલ્પના થઈ શકે છે. તે આકાશમાં આકાશત્વ ન્ય રહેલું છે. કાલ પણ એક હોવા છતાં યુધિષ્ઠિરનો કાલ વિક્રમાદિત્યનો કાલ, એમ જુદા જુદા સમજાય છે. તેમનામાં રહેલું સામાન્ય તે કાલ–સામાન્ય છે. દિશા એક હોવા છતાં વારુણ દિશા, ઐન્દી દિશા એમ અનેક દિશાઓની ક૯પના થાય છે. તેમનામાં રહેલું સામાન્ય તે દિફસામાન્ય છે. આત્મા, એક હોવા છતાં, પ્રત્યેક શરીરમાં જુદો સમજાતો હોવાથી તેમાં પણ આત્મારૂપી સામાન્યની કલ્પના કરી શકાશે. તે પ્રમાણે સંબંધીઓની ભિન્નતાને કારણે સમવાયમાં પણું જાતિની કલ્પના થાય છે. अदेशानां घटादीनां देशास्संबन्धिनो यथा । आकाशस्याप्यदेशस्य देशास्संयोगिनस्तथा ॥१६॥ (વાસ્તવમાં) અવયવ વિનાના ઘટ વગેરે દ્રવ્યના (ટુકડા, ઠીકરાં વગેરે) અવયવ જેમ તેમની સાથે (નિત્ય) સંબંધવાળા છે, તેમ અવયવ વિનાના આકાશના (મૂત પદાર્થોરૂપ) અવયવો તેની સાથે સંગવાળા છે. (૧૬) ઘટ નામનું દ્રવ્ય અવયવો વિનાનું છે. ઠીકરાં, ટુકડા વગેરે તેના અવયવો ઘટ સાથે જોડાયેલા છે. તે પ્રમાણે મૂત પદાર્થો આકાશ સાથે સંબંધમાં હોઈ તેના અવયવો સમજવા જોઈએ, સરખાવો હેલાતાજ–વમાદાશચાપિ નવિનાકષરતામૃર્ત કથાપિ निरवयवमित्यात्मभूतदेशाभावाद् द्रव्यादयः संयोगिन एवास्य देशः ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy