SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ બીજુ કાંડ ઉપરાંત રહે છે. આવો અન્તભૂત સંબંધ એકવચન, બહુવચન વગેરે માટે કારણરૂપ બને છે. ચૈત્રઃ પતિ ! એવા વાકયમાં નિઘાત (સ્વર)ની વ્યવસ્થા માટે અંતર્ગત સંસર્ગરૂપ સંબંધ રહેલો છે. स त्वनेकपदस्थोऽपि प्रतिभेद' समाप्यते । जातिवत्समुदायेऽपि संख्यावत्कल्प्यते परैः ॥४३॥ - તે (વાક્યાર્થી અનેક પદે ઉપર આધાર રાખતો હોવા છતાં જાતિની જેમ પ્રત્યેક પદમાંથી વ્યક્ત બને છે. બીજા આચાર્યો તેને સંખ્યાની જેમ સમુદાયમાં રહેલે સમજે છે (૪૩) જતિ જેમ અનેક વ્યક્તિએ ઉપર આધાર રાખે છે તેમ વાકયાથ પણ પ્રત્યેક પદ ઉપર આધાર રાખે છે. બીજા મત પ્રમાણે જેમ ધિત્વ, બહુત્વ વગેરે સંખ્યાઓ અવયમાં પણ રહેલી છે અને સમુદાયમાં પણ રહેલી છે તેમ વાકળ્યાથે પણ અનેક પદોમાં રહેલો હોવા છતાં પ્રત્યેક પદોમાં રહેલે જણાય છે. सर्वभेदानुगुण्यं तु सामान्यमपरे विदुः । तदर्थान्तरसंसर्गाद् भजते भेदरूपताम् ॥४४॥ भेदानाकाङ्क्षतस्तस्य या परिप्लवमानता । अबच्छिनत्ति संबन्धस्तां विशेषे निवेशयन् ॥४५॥ બીજા આચાર્યો વાક્યના અર્થને બધા અવયવો (પ)નું પરસ્પર અનુકુળ એવું સામાન્ય સમજે છે તે (સામાન્ય) બીજા (પદના) અર્થો સાથે સંસર્ગથી ભિન્ન (અર્થ) રૂપને પ્રાપ્ત કરે છે; અવ(ના અર્થનો આકાંક્ષા રાખતા તે (વાય)ની (અર્થ અંગે) જે અસ્પષ્ટતા છે તેને (દરેક ભિન્ન પદેના અથના ) વિશેષમાં જીને (સંસગરૂ૫) સંબંધ દૂર કરે છે. (૪૪-૪૫) વરિત્રમાનતા એટલે વાક્યની અથ અંગે અસ્પષ્ટતા (કા ફ્લાવરે મટકવતા પુ.) ____ कार्यानुमेयः संबन्धो रूप तस्य न विद्यते । _असत्त्वभूतमत्यन्तमतस्त प्रतिजानते ॥४६॥ ( સંસર્ગરૂપ) સંબંધનું અનુમાન (પદેના નવીન અર્થદર્શનરૂપી) કાર્ય ઉપરથી થાય છે તે સંસર્ગનું ( વિશેષ ) રૂપ (અર્થબોધ થયા પહેલાં હોતું નથી; તેથી (કેટલાક આચાર્યો) તેને પદોના અર્થથી જુદું તેનું બિલકુલ અસ્તિત્વ નથી એમ જાહેર કરે છે. (૪૬) नियत साधने साध्य क्रिया नियतसाधना । स सन्निधानमात्रेण नियमः सम्प्रकाशते ॥४७॥ કારક(વિશેષ)માં ક્રિયાવિશેષ) નિયત હોય છે અને ક્રિયા(વિશેષ) પણ કારક(વિશેષ)માં નિયત હોય છે. આવું નિયતત્વ (અન્ય પદના) માત્ર સાંનિધ્યથી સ્પષ્ટ થાય છે. (૪૭) સાધ્ય અર્થાત ક્રિયા અને સાધન અર્થાત્ કારક પરસ્પર નિયત હોય છે. આ બંને વચ્ચેનું નિયતત્વ અન્ય પદના સાંનિધ્યથી, આકાંક્ષાને કારણે, સ્પષ્ટ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy