________________
બીજુ કાંડ
વર્ણપદવાકયમાં અભિવ્યંજક ધ્વનિ શબ્દતત્ત્વથી અત્યંત ભિન્ન હોવા છતાં એક સરખા ઉપવ્યંજન અર્થાત સ્થાનકરણ-અભિઘાતને કારણે, તેના જેવો સમજાય છે.
एवं वर्णपदवाक्येषु श्रुतिरभिव्यन्जको ध्वनिः अत्यन्तभेदे तत्त्वस्य वर्णपदवाक्यस्फोटलक्षणस्य साभिव्यन्जका सरूपेव प्रतीयते परमार्थतो भिन्नाऽपि सती। कीदृशी । तुल्योपव्यजनेति । तुल्यः सदृश: उपव्यञ्जनः स्थानकरणाभिघातलक्षणो यस्याः सा तथेति । तेन भिन्नप्रयत्नोदीरितध्वन्यभिव्यक्तोऽयं जातिस्फोटो विलक्षण एवेति बोद्धव्यम् ।-पुण्यराज.
नित्येषु तु कुतः पूर्व परं वा परमार्थतः ।
एकस्यैव तु सा शक्तिर्यदेवमवभासते ॥२२॥ નિત્ય ભાવોમાં પરમાર્થદષ્ટિએ પૂર્વ કે પર કયાંથી હોય? એક (અકમ અને નિર્વિભાગ એના વાયતત્ત્વ)ની જ તે શક્તિ છે, જે આમ, (ક્રમવાન અને સભાગ) ભાસે છે. (૨૨)
નિત્ય એવા શબ્દ(= વાય)તત્વમાં રહેલ કાલ નામે કર્નશક્તિ કેઈ વાર કાર્યન ઉત્પત્તિને અટકાવે છે તો કેઈવાર આવકારે છે. તેથી પૌર્વાપર્યરૂપ ક્રમ તેમાં ભાસે છે.
चिरं क्षिप्रमिति ज्ञाने कालभेदाते यथा ।
भिन्नकाले प्रकाशेते स धर्मो इस्वदीर्घयोः ॥२३॥ (આ) ધીમું (છે), (આ) ઝડપી (છે) એવાં જ્ઞાન (વાસ્તવમાં) કાલભેદ ન હોવા છતાં જેમ જદા જુદા સમયનાં હોય તેમ સમજાય છે. તેવી રીતે હસ્વ અને દીર્ઘનો સ્વભાવ પણ સમજો. (૨૩)
જ્ઞાનમાં ચિર, ક્ષિપ્ર એવા ભેદ હતા નથી, તેમાં કાલભેદ પણ હેત નથી, છતાં વસ્તુગત ભેદને કારણે ભેદને નિર્ભોસ સમજાય છે. તે જ પ્રમાણે શબ્દતવમાં ચિર કે ક્ષિક જેવા કાલભેદો ન હોવા છતાં વ્યંજકધ્વનિઓની ભિન્નતાને કારણે તે શબ્દતત્ત્વ ભેદવાન ભાસે છે.
न नित्यः क्रममात्राभिः कालो भेदमिहार्हति ।
व्यावर्तिनीनां मात्राणामभावे कीदृशः क्रमः ॥२४॥ નિત્ય એવો કાલ ક્રમવાળા અવયવોની (ભિન્નતા)ને કારણે ભેદ દર્શાવી શકે નહિ. (પૂર્વાપરરૂપે) વારંવાર પ્રાપ્ત થતા ક્રિયાભેદોને અભાવે ક્રમ ક્યાંથી પ્રાપ્ત થાય? (૨૪)
કાલને નિત્ય ( એક અને વિભુ ) માનીને ક્રમમાત્રાઓ અર્થાત પદાર્થોના અવયના ક્રમની ભિન્નતા કાલમાં આરોપ કરવામાં આવે તો પણ નિરંશ કાલ ભેદવાન થશે નહિ. તેથી તે ક્રમવાનું પણ થશે નહિ, અને અંતે વાજ્યભેદ પણ થશે નહિ. પરંતુ જે એમ કહેવામાં આવે કે નિત્ય અને એક એવો કાલ પૂર્વી પર સ્વભાવવાળા પદાર્થોથી જુદો નથી તેથી પદાર્થોને તેમાં આશ્રય હોવાથી કાલમાં કમ, યૌગપદ્ય વગેરે પ્રાપ્ત થશે, તો તેના જવાબમાં એમ કહીશ કે આવા ઉદય અને વિનાશવાળા ભાવમાં વળી ક્રમ શાનો અને તેથી કાલ ક્રમવાન અને અનન્ય છે એમ કેમ કહેવાય ?
વા--૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org