SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ સંસાર અનાદિ છતાં વેદ ઈશ્વરમ્તક એ તૈયાયિક મત નહિ, એટલે એનું મૂળ શોધવું જોઈએ. તે મૂળ પ્રત્યક્ષ વગેરે પ્રમાણે ઘટતાં નથી, એટલે લેકપ્રસિદ્ધિ શાસ્ત્રમૂલક છે એિ પુરવાર થાય છે]. લેકપ્રસિદ્ધિ અનેક પ્રકારની પરસ્પરવિરોધી હોવાથી શાસ્ત્રમૂલક નહિ એવી સ્વતંત્ર લેકપ્રસિદ્ધિમાં લેકે વિશ્વાસ મૂકતા નથી. વળી, ધર્મનું લક્ષણ કેવળ ઉપકાર અને અધમનું લક્ષણ કેવળ અપકાર છે એમ કહેવુ ચોગ્ય નથી, કારણ કે જપ અને મદ્યપાન વગેરેમાં ઉપકાર કે અપકારનો અભાવ છે[એટલે તે ધમ કે અધમ નહિ ગણાય; વળી ગુરુપત્ની સાથે વ્યભિચાર [ઉપકાર કરતો હૈઈ અર્થાત આનંદ આપતા હોઈ1 ધમ બની જાય. એટલે ધર્મ અને અધમને શાસ્ત્રને આધારે જ નિર્ણત થતા માનવા જોઈએ. વળી, આ દિશપૂર્ણમાસ વગેરે) ઈષ્ટિએ અને [કાદશાહ વગેરે સુત્રો વગેરેનું આવું ફળ હોય છે, આ કર્માનુષ્ઠાન કરવામાં આનો અબ્રિકાર છે, કર્માનુષ્ઠાનની આ પ્રક્રિયા છે, કર્માનુષ્ઠાન માટે આ દેશ છે અને આ કાળ છે, આ ઋત્વિજે છે વગેરેને શું લેકપ્રસિદ્ધિથી જાણવાં શક્ય છે ? તેથી વિશિષ્ટ પ્રકારના કર્મનું જ્ઞાન શાસ્ત્રાધીન જ છે એમ અવશ્યપણે સ્વીકારવું જોઈએ. અને શાસ્ત્ર એ વેદ જ છે એમ કહેવામાં આવ્યું છે. તેથી વેદનું પ્રામાણ્ય નિર્વિવાદપણે સિદ્ધ જ થયું. 87. एवं तु वर्ण्यमाने संसारानादित्वं तावदुक्तं स्यात् , वेदस्यानादित्वं कर्मज्ञानानादित्वात् । ततश्च मीमांसकवर्मनैव प्रमाणता सिद्धयति, नाप्तवादात् । तस्माद्यथोदाहृत एव मार्गः प्रमाणतायामनुवर्तनीयः । 87. આ પ્રમાણે પ્રતિપાદન કરતાં તો અમે મીમાંસકોએ સંસારનું અનાદિ કહ્યું ગણાય. વેદ અનાદિ છે, કારણ કે વિવિધ કર્મોનું જ્ઞાન અનાદિ છે, અને તેથી અમારી મીમાંસકની રીતે જ વેદની પ્રમાણતા સિદ્ધ થશે અને નહિ કે આતનાં વચનો હોવાને કારણે. પરિણામે અમે [મીમાંસકેએ] જે માર્ગ દર્શાવ્યું છે તે વેદની પ્રમાણુતા સિદ્ધ કરવા માટે અનુસરવો જોઈએ. - 88. વયમરિ ન ન શિમોડનાદ્વિસંસારપક્ષે युगपद खिलसर्गध्वंसवादे तु भेदः । अकथि च रचनानां कार्यता तेन सर्गात् प्रभृति भगवतेदं वेदशास्त्रं प्रणीतम् ।। અનાદ્િરેશ્વરલોડ સરૈવ સબસ્ક્રાઇવશ્વઃ | ... सर्गान्तरेष्वेव च कर्मबोधो वेदान्तरेभ्योऽपि जनस्य सिध्येत् ॥ 88. નિયાયિક—અમે પણ સંસાર અનાદિ છે એ પક્ષ નથી સ્વીકારતા એવું નથી. પરંતુ સવ વસ્તુઓના યુગપદ્ સજન અને યુગપદ્ વંસની બાબતે મતભેદ છે. [અમે તૈયાયિકે પણ સંસારને અનાદિ માનીએ છીએ પણ ક્યારેક સર્વેની યુગવદ્ સૃષ્ટિ અને સવને યુગપ૬ વિનાશ માનીએ છીએ, જ્યારે તમે મીમાંસકો ક્રમથી સર્જન અને ક્રમથી વિનાશ માને છો.] તેથી સગથી માંડી રચનાઓનું કાર્ય તેમ જ આ વેદશાસ્ત્રનું ઈશ્વરપ્રણીતત્વ અમે જણાવ્યું છે. સગ અને પ્રલયને પ્રવાહ ઈશ્વરતૃક હોવા છતાં સદૈવ અનાદિ છે. અન્યોન્ય સર્ગોમાં કર્મોનું જ્ઞાન બીજ વેદોમાંથી લોકોને મળે છે એ સિદ્ધ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy