________________
૩૮
આયુર્વેદ સર્વપ્રણીત છે એ યાયિક પલા
જાણવા સમર્થ છીએ તેટલા અન્વય-વ્યતિરેક દ્વારા આયુર્વેદશાસ્ત્રના અમુક ભાગને પ્રત્યક્ષ સાથે સંવાદ દેખી તેને આધારે તે ભાગનું પ્રામાણ્ય કલ્પી તેમાં પ્રવૃત્ત ભલે થાઓ. પરંતુ તેટલા જ અન્વય-વ્યતિરેકે શાસ્ત્રનું મૂળ બનવા યોગ્ય નથી કારણ કે તેમ હોતાં તો આપણે બધા એવા શાસ્ત્રના રચયિતા બની જવાની આપત્તિ આવે. જેમ વેદ અનાદિ ઘટતા નથી તેમ શાસ્ત્રો પણ અનાદિ ઘટતાં નથી, કારણ કે કાલિદાસ વગેરેના સ્મરણની જેમ ચરક વગેરે કર્તાઓના સ્મરણની બાબતમાં કોઈ વિવાદ નથી. આયુર્વેદશાસ્ત્રના સ્મરણને પ્રવાહ જ અનાદિ છે એવું નથી, કારણ કે તેમ હોય તો આયુર્વેદશાસ્ત્રના કર્તાના અનવધારણને લીધે અંધપરંપરાદોષ આવે. [આમ] તમે જણું વેલ આયુર્વેદશાસ્ત્રનું તે મૂળ ધટતું નથી કારણ કે તેને નીરાસ અમે કર્યો છે, એટલે સર્વજ્ઞપ્રણીત જ આયુર્વેદ છે.
૬ 71. ननु अविदुषामुपदेशा नावकल्पते इति विद्वांसः चरकादयः कल्प्यन्ताम् । ते तु प्रत्यक्षेणैव सर्व विदितवन्त इत्यत्र किं मानम् ।
71. મીમાંસક–જાણકાર ન હોય એ ઉપદેશ આપે એ શકય નથી એટલે ચરક વગેરેને જાણકાર તમે કલ્પ, પરંતુ તેઓ પ્રત્યક્ષ દ્વારા જ બધું જાણતા હતા એમ માનવામાં શું પ્રમાણું છે ?
72. उच्यते। अन्वयव्यतिरेकयोनिरासान्नानुमानस्यैष विषयः । वेदमूलत्वमपि मन्वादिस्मृतिवदयुक्तं कल्पयितुं कर्तसामान्यासम्भवादि ति वर्णयिष्यामः । पुरुषान्तरोपदेशपूर्वकत्वे चरकेणैव किमपराद्धम् ? उपमानमनाशङ्कनीयमेवास्मिन्नर्थे । अर्थापत्तिस्तु न प्रमाणान्तरम् । अप्रामाण्यं तु नास्ति, बहुकृत्वः संवाददर्शनात् । अतः परिशेषात् [स्थितं प्रत्यक्षणैव ते सर्व विदितवन्तः इति । प्रत्यक्षीकृतदेशकालपुरुषदशाभेदानुसारिसमस्तव्यस्तपदार्थसार्थशक्तिनिश्चयाश्चरकादय इति युक्तं कल्पयितुम् ।
72. નૈયાયિક—-અમે ઉત્તર આપીએ છીએ. અન્વય-વ્યતિરેકને નીરાસ કરવામાં આવ્યો હોઈ, અનુમાનને એ વિષય નથી (અર્થાત્ અનુમાન દ્વારા તેઓ બધું જાણી શકે નહિ) તે મન્વાદિસ્કૃતિની જેમ વેદમૂલક છે એમ માનવું પણ અયોગ્ય છે. અર્થાત્ વેદમૂલક હેવાને કારણે વેદ દ્વારા તેઓ બધું જાણે છે એમ માનવું અગ્ય છે, કારણ કે જેમ મનુસ્મૃત્યુ પહિટ કમને અધિકારી કર્તા વેદવિહિત કર્મના અધિકારી કર્તાથી અભિન્ન છે તેમ આયુવે. દોપદિષ્ટ કમનો અધિકારી કર્તા વેદવિહિત કર્મના અધિકારી કર્તાથી અભિન્ન નથી; આ વાત આગળ જણાવીશ. બીજા (વિદ્વાન) પુરના ઉપદેશના કારણે ચરક બધું જાણતા હતા એમ જે કઈ કહે તે અમે કહીશું કે ચરકે છે અપરાધ કર્યો હતો કે તે પોતે ન જાણી શક્યા જ્યારે પેલો બીજે પુ જાણી શક્યો ?] ઉપમાન દ્વારા બધું જાણુવાને તો પ્રશ્ન જ ઊઠત નથી અર્થાત એની કઈ સંભાવને જ નથી. અથપત્તિ તે પ્રમાણ જ નથી એટલે એના દ્વારા જાણવાની વાત જ ન હોય. અને આયુર્વેદનું અપ્રામાણ્ય તો છે જ નહિ, કારણ કે અનેક વાર સંવાદ દેખાય છે અર્થાત્ આયુર્વેદે કહ્યા પ્રમાણે પ્રયોગ કરતાં રોગ મટતે દેખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org